દુલ્હને પહેરી હતી 17 કરોડની સાડી, પાંચ કરોડની જ્વેલરી, પાણીની જેમ ખર્ચાયા હતા 500 કરોડ રૂપિયા

Most Expensive Wedding:  કર્ણાટકના પૂર્વ મંત્રી જનાર્દન રેડ્ડીએ પોતાની પુત્રી બ્રાહ્મણીના લગ્નમાં રૂપિયાની પરવાહ જ નહોતી કરી અને આ લગ્ન ભારતના સૌથી મોંઘા લગ્નોમાંથી એક છે.

1/10
image

Most Expensive Wedding:  દેશમાં કેટલાય શાહી લગ્ન થાય છે જે ખૂબ જ ખર્ચાળ હોય છે. કર્ણાટકના પૂર્વ મંત્રી જનાર્દન રેડ્ડીની પુત્રીના લગ્ન પણ ખૂબ જ શાહી લગ્ન હતા જેમાં 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ લગ્નમાં પાણીની જેમ રૂપિયા ખર્ચાયા હતા.

2/10
image

કર્ણાટકના પૂર્વ મંત્રી જનાર્દન રેડ્ડીએ પોતાની પુત્રી બ્રાહ્મણીના લગ્નમાં રૂપિયાની પરવાહ જ નહોતી કરી અને આ લગ્ન ભારતના સૌથી મોંઘા લગ્નોમાંથી એક છે.

3/10
image

6 નવેમ્બર 2016ના રોજ, જનાર્દન રેડ્ડીની પુત્રી બ્રાહ્મણીના લગ્ન હૈદરાબાદના વેપારી વિક્રમ દેવ રેડ્ડીના પુત્ર રાજીવ રેડ્ડી સાથે થયા હતા. આ શાહી લગ્નનું ફંક્શન 5 દિવસ સુધી ચાલ્યું હતું. આ લગ્નમાં 50 હજાર મહેમાનોએ ભાગ લીધો હતો.  

4/10
image

જનાર્દન રેડ્ડીએ પોતાની એકમાત્ર પુત્રીના લગ્નમાં ખૂબ જ શાનો-શૌકત દેખાડી હતી. મહેમાનોના રહેવા માટે તેમણે બેંગલુરુની ફાઈવ અને થ્રી સ્ટાર હોટલમાં 1500 રૂમ બુક કરાવ્યા હતા.  

5/10
image

મેલ ઓનલાઈન નામની એક બ્રિટિશ ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, બ્રહ્માણી રેડ્ડીના લગ્નના આઉટફિટ ઘણો મોંઘા હતા. બ્રાહ્મણીએ તેના લગ્નમાં લાલ રંગની કાંજીવરમ સાડી પહેરી હતી, જેની કિંમત 17 કરોડ રૂપિયા જણાવાઈ હતી. રિપોર્ટ અનુસાર, સાડી પર સોનાના તારથી કામ કરવામાં આવ્યું હતું અને તેને પ્રખ્યાત ફેશન ડિઝાઇનર નીતા લુલ્લાએ ડિઝાઇન કરી હતી.

6/10
image

બ્રાહ્મણીએ તેના લગ્નમાં હીરાનો ચોકર નેકલેસ પહેર્યો હતો, જેની કિંમત 25 કરોડ રૂપિયા કહેવામાં આવી હતી. તેણીએ તેના દુલ્હન દેખાવને પૂર્ણ કરવા માટે પંચદલા અને માંગ ટીક્કા પણ પહેર્યા હતા. તેણીએ તેના વાળની ​​વેણીમાં ડાયમંડ જ્વેલરી પણ પહેરી હતી. બ્રાહ્મણીના દુલ્હનના દાગીનાની કુલ કિંમત 90 કરોડ રૂપિયા હતી. આટલું જ નહીં દુલ્હનના મેક-અપ પાછળ 30 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

7/10
image

જનાર્દન રેડ્ડીએ તેમની પુત્રીના લગ્નમાં આવનાર મહેમાનોનું ખૂબ સ્વાગત કર્યું હતું. મહેમાનોને સ્થળની અંદર લઈ જવા માટે 40 શાહી બળદગાડા તૈનાત કરવામાં આવ્યા હતા. મહેમાનોને લાવવા માટે 2 હજાર ટેક્સીઓ અને 15 હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યા હતા.

8/10
image

જનાર્દન રેડ્ડીએ તેમની પુત્રીના લગ્નમાં આવનારા મહેમાનો માટે ખાસ શાહી થાળી તૈયાર કરી હતી, જેમાં 16 પ્રકારની ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈઓ પીરસવામાં આવી હતી. આ થાળીની કિંમત 3 હજાર રૂપિયા હોવાનું કહેવાય છે.

9/10
image

જનાર્દન રેડ્ડીની પુત્રીના લગ્ન સ્થળ માટે બોલિવૂડના આર્ટ ડિરેક્ટરોએ વિજયનગર શૈલીના મંદિરોના સેટ તૈયાર કર્યા હતા. ડાઇનિંગ એરિયાને બેલ્લારી ગામનો લુક આપવામાં આવ્યો હતો.

10/10
image

જો કે, કર્ણાટક બીજેપીમાં મંત્રી રહી ચૂકેલા જનાર્દન રેડ્ડીને તેમની પુત્રીના લગ્નમાં ભવ્ય ખર્ચ કરવા બદલ ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તમામ પક્ષોએ તેમની વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું