કયા દેશમાં ભારતના 100 રૂપિયા 20000 બની જાય છે? કહેવાય છે પ્રવાસીઓ માટે સ્વર્ગ

INR in Indonesian Rupiah: ભારતના 1 રૂપિયો 193 રૂપિયા બરાબર કયા દેશમાં છે? કદાચ આ સવાલનો સાંભળીને તમે ચોંકી જશો. પરંતુ આ હકીકત છે. જી હા... એટલે અહીં ભારતીય પર્યટકો વધારે ફરવા માટે જાય છે. સસ્તી હોટલ, સસ્તું જમવાનું, સસ્તું ટ્રાન્સપોર્ટેશન દરેકને પસંદ આવે છે. પરંતુ આ બધું ઈન્ડોનેશિયામાં સંભવ છે. આ જ કારણે આ દેશને પર્યટકો માટે સ્વર્ગ કહેવામાં આવે છે.

1/6
image

ભારતમાંથી દર વર્ષે હજારો લોકો ઈન્ડોનેશિયા ફરવા માટે જાય છે. આ દુનિયાનો ચોથો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને દુનિયામાં સૌથી મોટી મુસ્લિમ વસ્તી આ દેશમાં રહે છે. ઈન્ડોનેશિયાનો ઈતિહાસ પ્રાચીનકાળથી ઘણો સમૃદ્ધ રહ્યો છે.

2/6
image

15મી શતાબ્દીમાં મુસ્લિમ ઈન્ડોનેશિયામાં પહોંચ્યા અને ટૂંક સમયમાં અહીંનો પ્રમુખ ધર્મ ઈસ્લામ થઈ ગયો. પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઇન્ડોનેશિયા જાય છે તેનું કારણ એ છે કે તે ખૂબ જ સસ્તો છે. આ દેશ આર્થિક રીતે એટલો  સસ્તો છે કે ભારતમાં 10 રૂપિયા લઈને ત્યાં પહોંચો તો ત્યાં 1931 રૂપિયા થઈ જાય છે.

3/6
image

આ રીતે ભારતના 100 રૂપિયા ઈન્ડોનેશિયાના 19399 રૂપિયા બરાબર છે. અહીંની કરન્સી પણ રૂપિયા જ છે. એક સમય હતો જ્યારે ઈન્ડોનેશિયાની કરન્સી પર ભગવાન ગણેશનો ફોટો છપાયેલો રહેતો હતો. કેટલીક સદીઓ પહેલા ઈન્ડોનેશિયા એક હિંદુ દેશ હતો.

4/6
image

પરંતુ આજે આ દેશ દુનિયાનો સૌથી મોટો મુસ્લિમ દેશ બની ગયો છે. ત્યાંની સસ્તી હોટલ, જમવાનું અને સુંદર બીચથી પ્રવાસીઓ ખુબ આકર્ષાય છે. ભારત સરકાર ઈન્ડોનેશિયા જનાર પ્રવાસીને ફ્રી વિઝા આપે છે. ઈન્ડોનેશિયાની ઈકોનોમી દક્ષિણ પૂર્વ એશિયામાં સૌથી મોટી છે.

5/6
image

ઈન્ડોનેશિયાની અર્થવ્યવસ્થા કૃષિ, ખનન, વિનિર્માણ અને પર્યટન પર આધારિત છે. ઈન્ડોનેશિયા પામ ઓઈલનો વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર છે. કોલસો, તાંબુ, સોનું અને નિકલ પણ અહીં પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.

6/6
image

ઈન્ડોનેશિયા એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. તે તેના સુંદર દરિયાકિનારા, જ્વાળામુખી અને પ્રાચીન મંદિરો માટે જાણીતું છે. વિશ્વનું સૌથી મોટું બૌદ્ધ મંદિર, બોરોબુદુર ઇન્ડોનેશિયામાં છે. અહીં વિશ્વનું સૌથી મોટું વર્ષાવન, સુમાત્રાનું વર્ષાવન આવેલું છે.