3 ટીમો જે આઈપીએલ 2019ની હરાજીમાં યુવરાજ સિંહને ખરીદી શકે છે
થોડા સમય પહેલા પ્રત્યેક આઈપીએલની ટીમના ખેલાડીઓની એક યાદી જાહેર થઈ હતી, જેમાં 2019ની સિઝન માટે રિલીઝ ખેલાડીઓના નામ જણાવવામાં આવ્યા હતા. તેમાં કેટલાક મોટા નામ પણ સામેલ હતા, જેમાંથી એક કિંગ્લ ઇલેવન પંજાબના યુવરાજ સિંહનું પણ હતું. પરંતુ આ કોઈ આશ્ચર્યની વાત નથી કે, તેને રિલીઝ કરી દેવામાં આવ્યો, કારણ કે તેનું પ્રદર્શન નિરાશાજનક હતું.
તેણે ગત સિઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબ માટે 8 મેચ રમી, જ્યાં તેણે 10.83ની એવરેજથી માત્ર 65 રન બનાવ્યા હતા. પરંતુ તે એક શાનદાર મેચ વિનર ખેલાડી રહ્યો છે. યુવરાજ સિંહ એક અનુભવી ખેલાડી છે. તેવામાં આવો જાણીએ એ ત્રણ આઈપીએલ ફ્રેન્ચાઇઝી વિશે જે આઈપીએલ 2019 માટેની હરાજીમાં યુવારજ સિંહ પર બોલી લગાવી શકે છે.
દિલ્હી ડેયરડેવિલ્સ
ગત સિઝનમાં દિલ્હી ડેયરડેવિલ્સનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું, અને તે પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લે રહી હતી. આ સિઝનમાં તેણે ગંભીર, ગ્લેન મેક્સવેલ જેવા કેટલાક મોટા ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે. તેની પાસે પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ અય્યર અને રિષભ પંચની સાથે મજબૂત ટોપ-4 ખેલાડી છે.
પરંતુ ત્યારબાદ ટીમમાં કોઈ ઉલ્લેખનીય નામ નથી. કોલીન મુનરો છે પરંતુ તે મુખ્ય રૂપથી ઓપનિંગ બેટ્સમેન છે. ક્રિસ મોરિસ પણ ટીમમાં હાજર છે પરંતુ તે એક બોલિંગ ઓલરાઉન્ડર છે, તો તેને મધ્યમક્રમમાં તક આપી શકાય નહીં.
યુવરાજ નંબર 5 પર સારો વિકલ્પ હોય શકે છે અને ટોપ-4 ફેલ થવા પર બેટિંગમાં સ્થિરતા પ્રદાન કરી શકે છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ
સનરાઇઝર્સ હૈદરાબાદ ગત સિઝનની રનર્સઅપ હતી. તે લીગ સ્ટેજમાં પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને હતી. આ સિઝનમાં તેણે શાનદાર ખેલાડી શિખર ધવન, એલેક્સ હેલ્ક અને કાર્લોસ બ્રેથવેટને રિલીઝ કરી દીધા છે.
તેને મધ્યમ ક્રમમાં એક બેટ્સમેનની જરૂર છે જે ટીમને બેલેન્સ કરી શકે. તેની પાસે મનીષ પાંડે છે, જે નિશ્ચિત રૂપે ટીમમાં રમશે. આ સિવાય દીપક હૂડા, વિજય શંકર અને યૂસુફ પઠાણ જેવા ખેલાડીઓ તેની સાથે છે.
હૂડા અને પઠાન છેલ્લા ઘણા વર્ષોથી સાતત્યપૂર્ણ દેખાવ કરી શક્યા નથી. જો તે ચાલે નહીં તો ટીમનું બેલેન્સ ખરાબ થઈ જાય છે. તેવામાં યુવરાઝ જેવા ખેલાડી તેના આ સ્થાનને ભરી શકે છે.
રોયલ ચેલેન્જર બેંગલોર
રોયલ ચેલેન્જર બેંગલોરની ટીમ સ્ટાર ખેલાડીઓથી ભરેલી હતી પરંતુ તેણે ઘણી સિઝનમાં તમામને નિરાશ કર્યા છે. પરંતુ તેણે આઈપીએલ 2018માં થોડુ સારૂ પ્રદર્શન કર્યું પરંતુ પ્લેઓફ માટે ક્વોલિફાઇ કરવામાં અસફળ રહી હતી.
બેંગલોરે ક્વિંન્ટન ડી કોક, બેન્ડન મેક્કુલમ, અને મનદીપ સિંહને આ સિઝનમાં રિલીઝ કરી દીધા છે. તેણે મનદીપના સ્થાન પર પંજાબમાંથી માર્કસ સ્ટોઇનિસને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તેના ટોપ ઓર્ડર બેટ્સમેનોમાં કોહલી, પાર્થિવ પટેલ અને એબી ડિવિલિયર્સ જેવા ખેલાડી છે, પરંતુ આરસીબીને મધ્યમ ક્રમમાં કેટલિક સ્થિરતાની જરૂર છે, જે યુવરાજ સિંહ તેને પ્રદાન કરી શકે છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર યુવરાજ સિંહનો નંબર 4 પર ઉપયોગ કરી શકે છે. ટોપ ઓર્ડર બાદ તે ઘણો મહત્વપૂર્ણ ખેલાડી હશે. આ સાથે યુવરાજના અનુભવનો લાભ આરસીબી લઈ શકશે.
Trending Photos