IPL 2021: આ 5 બેટ્સમેનોએ IPLની એક સિઝનમાં બનાવ્યા છે સૌથી વધુ વખત 400થી વધારે રન

અનેક ખેલાડીઓએ IPLના ઈતિહાસમાં એક સિઝનમાં સૌથી વધારે વખત 400થી વધારે રન બનાવ્યા છે. આ યાદીમાં સુરેશ રૈના પહેલા આવે છે. તેણે 9 વખત આ આંકડો પાર કર્યો છે.

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે. દર વર્ષની જેમ આ વખતે પણ દર્શક આઈપીએલ (IPL)ને લઈને ઘણા રોમાંચિત અને ઉત્સાહિત છે. ક્રિકેટના આ ફટાફટ ફોર્મેટમાં ખેલાડીને સીમિત ઓવરમાં વધારેમાં વધારે રન બનાવે છે. આઈપીએલ (IPL) ની દરેક સિઝનમાં મેદાનમાં જ્યારે પણ કોઈ ટીમ ઉતરે છે તો કોઈને કોઈ રેકોર્ડ બનાવે છે. જ્યારે મેદાનમાં ચોક્કા-સિક્સનો વરસાદ થાય છે તો સ્ટેડિયમમાં બેઠેલા દર્શક ઘણી આનંદિત અને ઉત્સાહિત થાય છે. આજે અમે તમને એવા ખેલાડીઓ વિશે જણાવીશું,જે આઈપીએલની એક સિઝનમાં સૌથી વધારે 400થી વધારે રન બનાવ્યા છે.

 

 

વિરાટ કોહલી (Virat Kohli):

1/5
image

રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી પણ પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. આઈપીએલ (IPL)ની એક સિઝનમાં 400થી વધારે રન બનાવવાના મામલામાં વિરાટ ત્રીજા નંબરે છે. વિરાટે આઈપીએલ (IPL) ટુર્નામેન્ટમાં કુલ 7 વખત 400થી વધારે સ્કોર કર્યો છે. તેની સૌથી સારી સિઝન 2016 માનવામાં આવે છે. તેણે 4 સદી ફટકારતાં 973 રન જોડ્યા હતા. વિરાટ કોહલી આઈપીએલ (IPL)માં 192 મેચ રમી છે. 38.16ની એવરેજથી 5878 રન બનાવ્યા છે.

સુરેશ રૈના (Suresh Raina):

2/5
image

આઈપીએલ (IPL)ની એક સિઝનમાં સૌથી વધારે 400થી વધારે રન બનાવનારા બેટ્સમેનમાં સુરેશ રૈનાનું નામ સૌથી પહેલા આવે છે. સુરેશ રૈના આઈપીએલ (IPL)ની સિઝન 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018 અને 2019માં રમ્યો છે. રૈનાએ પોતાની આઈપીએલ (IPL)ની કારકિર્દીમાં કુલ 9 વખત 400થી વધારે રન બનાવ્યા છે. જેમાંથી 2013માં તેણે સૌથી વધારે 548 રન બનાવ્યા હતા. તેણે 193 મેચમાં 33.34ની એવરેજથી 5368 રન બનાવ્યા છે. રૈના ભારતનો સર્વશ્રેષ્ઠ ટી-20 ક્રિકેટરમાંથી એક છે.

 

શિખર ધવન (Shikhar Dhawan):

3/5
image

ભારતનો વિસ્ફોટક બેટ્સમેન શિખર ધવન પણ આઈપીએલ (IPL)ની એક સિઝનમાં 400થી વધારે રન બનાવવાના ખેલાડીઓમાં સામેલ છે. તેણે 2011, 2012, 2016, 2017, 2018 અને 2019 એમ 6 વખત 400થી વધારે રન બનાવ્યા છે. તેણે આઈપીએલ (IPL)ની અત્યાર સુધી રમાયેલી 159 મેચ રમી છે. જેમાં 4579 રન ફટકાર્યા છે.

રોહિત શર્મા (Rohit Sharma):

4/5
image

આ યાદીમાં બીજા નંબરે હિટમેન રોહિત શર્મા છે. વિસ્ફોટક બેટ્સમેન રોહિતે 200 મેચમાં 5230 રન બનાવવામાં સફળ રહ્યો છે. જેણે એક જ સત્રમાં 7 વખત 400+ રન બનાવ્યા છે. આઈપીએલ (IPL) ટુર્નામેન્ટમાં સૌથી સફળ કેપ્ટન રોહિત શર્માને માનવામાં આવે છે. તે પોતાની કેપ્ટનશીપમાં પોતાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને 5 વખત આઈપીએલ (IPL) ટ્રોફી અપાવી ચૂક્યો છે.

ડેવિડ વોર્નર (David Warner):

5/5
image

આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનો ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર ચોથા નંબરે છે. સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે 2013, 2014, 2015, 2016, 2017 અને 2019માં 400થી વધારે રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. તે આઈપીએલ (IPL)ની દસ સિઝનમાંથી 6 વખત આ આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે. ડેવિડ વોર્નરે આઈપીએલ (IPL)ની 142 મેચમાં 5254 રન બનાવ્યા છે. તેણે 2016માં 151.42ના સ્ટ્રાઈક રેટથી 848 રન બનાવ્યા હતા.