Success Story: એક સમય એવો હતો કે ઓછા માર્ક્સના કારણે શાળામાંથી કાઢી મૂકાયા હતા, આ રીતે પાસ કરી UPSC પરીક્ષા


જો તમને એમ થતું હોય કે પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા છે તો લાઈફ ખતમ થઈ ગઈ. તો જરાય એવું નથી. આ IPS અધિકારીની પ્રેરણાદાયક કહાની ખાસ જાણો. 

રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં રહેતા આકાશ કુલહરિ કાનપુરના એડિશનલ પોલીસ કમિશનર  છે અને તેમના નામથી અપરાધીઓ થરથર કાંપે છે. આઈપીએસ ઓફિસર આકાશ કુલહરિની કહાની ખુબ પ્રેરણાદાયક છે. કારણ કે ઓછા માર્ક આવ્યાં બાદ તેમને શાળામાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા ગતા. પરંતુ તેમણે હાર ન માની અને આકરી મહેનત કરીને યુપીએસસી પરીક્ષામાં સફળતા મેળવી. હાલમાં એસ્પિરેન્ટ(Aspirant)  નામની એક વેબસિરીઝ  આવી હતી જેમાં યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહેલા ત્રણ મિત્રોની સાચી વાર્તા જણાવવામાં આવી હતી. આ અવસરે અમે તમને એવા જ કેટલાક લોકોની સ્ટોરી જણાવીએ છીએ જેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કરીને યુપીએસસી પાસ કરી. 

ઓછા માર્ક્સ આવતા શાળાએ કાઢી મૂક્યા

1/5
image

ઈન્ડિયા ન્યૂઝના રિપોર્ટ મુજબ આકાશ કુલહરિએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે બાળપણમાં તેઓ અભ્યાસમાં ખુબ નબળા હતા અને અનેકવાર માતા પિતાએ પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે '10માં ધોરણનું પરિણામ આવ્યા બાદ શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. પરંતુ મે હાર ન માની'. (તસવીર-એએનઆઈ)

10માં ધોરણમાં આવ્યા હતાં 57 ટકા

2/5
image

આકાશ કુલહરિનો પ્રાથમિક અભ્યાસ બીકાનેરની એક શાળાથી શરૂ થયો હતો. વર્ષ 1996માં તેમણે માત્ર 57 ટકા સાથે 10મું ધોરણ પાસ કર્યું હતું. આટલા ઓછા માર્ક્સ આવ્યા બાદ શાળાએ તેમને કાઢી મૂક્યા અને 11માં ધોરણમાં પ્રવેશ ન આપ્યો (તસવીર-અલીગઢ પોલીસ ટ્વિટર)

12માં ધોરણમાં આવ્યા 85 ટકા માર્ક્સ

3/5
image

10માં ધોરણમાં ઓછા માર્ક્સ આવ્યા બાદ આકાશ કુલહરિના પિતાએ ખુબ મહેનત કરીને કેન્દ્રીય વિદ્યાલય બીકાનેરમાં એડમિશન કરાવ્યું. ત્યારબાદ આકાશે પણ ખુબ મહેનત કરી અને 12માં ધોરણમાં 85 ટકા માર્ક્સ મેળવ્યા. ત્યારબાદ તેમણે 2001માં દુગ્ગલ કોલેજ બીકાનેરમાંથી બીકોમ અને દિલ્હીની જેએનયુથી સ્કૂલ ઓફ સોશિયલ સાયન્સ વિષયથી એમકોમ કર્યું. (તસવીર-ફેસબુક)

પહેલા પ્રયત્નમાં મળી UPSC માં સફળતા

4/5
image

જેએનયુમાં અભ્યાસ દરમિયાન આકાશ કુલહરિએ યુપીએસસી માટે તૈયારી શરૂ કરી દીધી હતી અને વર્ષ 2006માં પહેલા જ પ્રયત્નમાં સિવિલ સર્વિસિઝની પરીક્ષા પાસ કરી લીધી. આ દરમિયાન 2005માં તેમણે જેએનયુથી જ એમફિલ પણ કર્યું. (તસવીર- અલીગઢ પોલીસ ટ્વિટર)

માતા પાસેથી મળી આઈપીએસ બનવાની પ્રેરણા

5/5
image

આકાશ કુલહરિએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ગ્રેજ્યુએશન બન્યા બાદ મારી સામે કરિયરના બે વિકલ્પ હતા. પહેલો એ કે હું એમબીએ કરીને કોર્પોરેટ સેક્ટરમાં નોકરી  કરું અને બીજો વિકલ્પ એ હતો કે સિવિલ સર્વિસિસની તૈયારી કરું. મારી માતા ઈચ્છતી હતી કે મારા બાળકો અધિકારી બની દેશની સેવા કરે, આથી મે માતાની ઈચ્છાને સન્માન આપી સિવિલ સેવાઓની પરીક્ષા આપવાનું નક્કી કર્યું. મને પહેલા જ પ્રયત્નમાં સફળતા મળી તો નાના ભાઈએ પણ આ રસ્તો પસંદ કર્યો અને તે પણ આજે એક અધિકારી છે.