ધજા, ચક્ર, ઘુમ્મટ, હવા...જગન્નાથપુરી મંદિરના આ 10 રહસ્યોનો વિજ્ઞાન પાસે પણ નથી કોઈ જવાબ!

Know Amazing Facts About Puri Jagannath Temple: ભારતના ચાર ધામમાંથી એક છે જગન્નાથ પુરી. કહેવાય છે કે અહીં ત્રણેય ધામ બાદ અંતમાં જવું જોઈએ. જેટલું ખુબસુરત જગન્નાથ મંદિર છે એટલું જ રહસ્યમયી પણ છે. આવો જાણીએ મંદિર સાથે જોડાયેલા આ 10 રહસ્યો વિશે, જેનો આજ સુધી વિજ્ઞાન પાસે પણ નથી કોઈ જવાબ....

જગન્નાથ પુરી મંદિરનો ઈતિહાસ અને અનેક રહસ્યોની કહાની

1/10
image

Puri Jagannath Temple: ભગવાન જગન્નાથની રથયાત્રા એક અનેરો પર્વ છે. ગુજરાતમાં તો 147 વર્ષથી આ પરંપરા ચાલતી આવી છે. અમદાવાદનું જગન્નાથ મંદિર તેનું સાક્ષી છે. પણ ઓડિશાના પુરીમાં દેશની સૌથી મોટી રથયાત્રા નીકળે છે. આ મંદિરના એવા 10 ચમત્કારો વિશે તમે પણ નહીં જાણતા હોવ. વૈજ્ઞાનિકો પણ નથી સૌથી શક્યા આ રહસ્યોનું રાજ....જાણો વિગતવાર...

ક્યારેય ઓછું નથી પડતું ભોજન

2/10
image

મંદિરમાં ક્યારેય હજારો તો રથયાત્રા જેવા તહેવારોના સમયમાં લાખો લોકો ભોજન કરે છે. પરંતુ ક્યારેય અહીં અન્નની કમી નથી પડતી. દરેક સમયે આખા વર્ષ માટેનો ભંડાર પુરાયેલો જ રહે છે.

જગન્નાથના દર્શનથી મનોકામના થાય છે પૂર્ણ

3/10
image

ઓડિશાનું જગન્નાથપુરી મંદિરએ દેશભરમાં હિંદુઓની આસ્થાનું એક મોટું પ્રતિક છે. પુરીના જગન્નાથ મંદિરનું એવું સત છેકે, ત્યાં સાચા મનથી ભગવાન જગન્નાથના દર્શન કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે.  

ક્યારેય ઓછું નથી પડતું ભોજન

4/10
image

મંદિરમાં ક્યારેય હજારો તો રથયાત્રા જેવા તહેવારોના સમયમાં લાખો લોકો ભોજન કરે છે. પરંતુ ક્યારેય અહીં અન્નની કમી નથી પડતી. દરેક સમયે આખા વર્ષ માટેનો ભંડાર પુરાયેલો જ રહે છે.

નથી દેખાતો ગુંબજનો પડછાયો

5/10
image

સૌથી અજાયબી ભરી વાત એ છે કે, આ મંદિરના ગુંબજનો પડછાયો જમીન પર નથી પડતો. જે જોઈને ભક્તો ખૂબ જ આશ્ચર્ય અનુભવે છે.

મંદિર પર કોઈ પક્ષી નથી ઉડતું

6/10
image

આપણે મોટાભાગના મંદિરનો શિખર પર પક્ષી બેસેલા અને ઉડતા જોઈએ છે. જગન્નાથ મંદિરની આ વાત તમને ચોંકાવી દેશે કે, તેની ઉપરથી કોઈ પક્ષી નથી પસાર થતું.

નથી સંભળાતો લહેરોનો અવાજ

7/10
image

મંદિરના સિંહદ્વારમાં પ્રવેશ કરો ત્યારે તમને લહેરોનો અવાજ નથી આવતો. પરંતુ જરાક બહાર આવશો કે તરત જ લહેરોનું સંગીત કાને પડવા લાગે છે.  

કેમ હંમેશા અહીં ઉંધો હોય છે હવાનો રુખ?

8/10
image

સમુદ્ર તટ પર દિવસમાં હવા જમીનની તરફ આવે છે અને સાંજે તેનાથી વિપરીત. પરંતુ પુરીમાં હવા દિવસમાં સમુદ્રની તરફ આવે છે અને રાત્રે મંદિર તરફ વહે છે.  

કેમ હંમેશા હવાથી વિપરીત દિશામાં ફરકે છે ધજા?

9/10
image

સામાન્ય રીતે મંદિરના શિખર પર લગાવેલી ધજા એ જ તરફ ઉડે છે, જે તરફ પવન આવતો હોય છે. પરંતુ જગન્નાથ મંદિરમાં આ નિયમ લાગૂ નથી પડતો. આ મંદિરના શિખર પર લહેરાતો ધ્વજ હંમેશા હવાની વિપરીત દિશામાં ફરકે છે. અહીં એવુ કેમ થાય છે, તે આજ સુધી કોઈ નથી જાણી શક્યું.

કેમ ચક્ર હંમેશા દેખાય છે સીધું?

10/10
image

જગન્નાથ મંદિર પર એક સુદર્શન ચક્ર લાગેલું છે. જેને તમે કોઈપણ દિશામાંથી જોશો, તો તે સામે જ નજર આવશે.