Gandhinagar News: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં ફેરફારો કરવામાં આવી રહ્યા છે. મહેસૂલ વિભાગ બાદ હવે નાણાં વિભાગ હસ્તકની હિસાબ અને તિજોરી નિયામક કચેરી દ્વારા મોટાપાયે બદલી અને બઢતીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
Somnath Swabhiman Parv: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી જાન્યુઆરીએ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં થશે સામેલ, તેમના નેતૃત્વમાં આદિ જ્યોતિર્લિંગ સોમનાથનો ‘સુવર્ણ યુગ’ આવ્યો. દર વર્ષે અંદાજે 97 લાખ શ્રદ્ધાળુઓ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરે છે; મહા શિવરાત્રિ 2025માં જ 3.56 લાખ ભક્તો પહોંચ્યા. ફોર લેન હાઇવે, સાબરમતી–વેરાવળ વંદે ભારત, કેશોદ અને રાજકોટ ઍરપોર્ટથી સોમનાથ બન્યું વૈશ્વિક પ્રવેશદ્વાર. સોમનાથની ગાથા વર્ણવતા લાઇટ એન્ડ સાઉન્ડ શૉએ છેલ્લા ત્રણ વર્ષમાં 10 લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષ્યા
દુબઈથી પોર્ટુગલ જતો હતો પરિવાર. વિદેશમાં ફસાયેલા પરિવારને સુરક્ષા આપી પરત લાવવાની માંગણી.
Vrindani Patel Success Story: વૃંદાની પટેલ માત્ર એક પ્રોફેસર નથી, પરંતુ એવા હજારો લોકો માટે પ્રેરણા છે જેઓ કોઈને કોઈ કારણસર પોતાને નબળા માનવા લાગે છે. બે ફૂટના દેહમાં સમાયેલી આ હિંમત આજે સેંકડો વિદ્યાર્થીઓ માટે આશાનું ઉદાહરણ બની ગઈ છે.
શનિ 28 નવેમ્બરે મીન રાશિમાં માર્ગી થઈ ગયા છે. નવા વર્ષ 2026ના પૂર્વાર્ધ સુધી શનિ મીન રાશિમાં માર્ગી રહેશે. આવામાં કેટલીક રાશિના જાતકો પર શનિનો તાંબાનો પાયો પ્રભાવી રહેશે. શનિના તાંબાના પાયાને જ્યોતિષમાં ખુબ શુભ માનવામાં આવે છે.
ગુજરાતમાં અમદાવાદના લોકોને ટૂંક સમયમાં જ એક મોટી ભેટ મળવા જઈ રહી છે. અહીં કાલુપુર રેલવે સ્ટેશનના નામથી જાણીતું રેલવે સ્ટેશન ભારતનું સૌથી ઊંચું 16 માળના મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે પુનર્વિકસિત કરવામાં આવી રહ્યું છે. જેમાં પાર્કિંગથી લઈને, ઓફિસ અને એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ હશે.
Blast in Pethapur village: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની પેથાપુર ગામે મકાનમાં બ્લાસ્ટ થયો. પેથાપુરના પટેલ વાસના એક મકાનમાં અચાનક બ્લાસ્ટ થતા અફરાતફરી સર્જાઈ. આજે વહેલી સવારે બ્લાસ્ટનો ભયંકર અવાજ થતા ગામ લોકોમાં ભયનો માહોલ. ગેસ લીકેજને લઈને ગળતર બાદ બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન.
Delhi Blast Case: દિલ્હી કાર બ્લાસ્ટમાં મોટો ખુલાસો થયો છે. આતંકીઓ 4 શહેરોમાં સીરીયલ બ્લાસ્ટની તૈયારીઓ કરી રહ્યા હતા. તેના માટે એક પ્લાન બનાવ્યો હતો, જેમાં 2-2 ના ગ્રુપમાં 4 શહેરોમાં જવાનો હતો. દરેક ગ્રુપ પોતાની સાથે ઘણાં IED લઈ જવાના હતા.
Hospital Private Video Leaked: હોટલો અને મોલના ચેન્જિંગ રૂમમાં છુપાયેલા કેમેરાથી થતી ડરામણી કહાનીઓ ઘણી સામે આવતી રહે છે. ગુજરાતની એક પ્રસુતિ હોસ્પિટલમાં મહિલાઓની તપાસના અનેક વીડિયો યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલો પર અપલોડ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. રાજકોટની એક હોસ્પિટલના આ વીડિયોએ સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા, હવે આ મામલે અનેક મોટા રહસ્યો સામે આવ્યા છે.
Ration Distribution: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ દેશભરમાં ચાલી રહેલી જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) માં પારદર્શિતા લાવવા માટે ગુજરાત સરકારે વધુ એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. વન નેશન વન રેશનકાર્ડ યોજના અંતર્ગત કોઈપણ લાભાર્થીને રાજ્યમાં કે દેશમાં ગમે ત્યાંથી પોતાની બાયોમેટ્રિક ઓળખ પ્રસ્થાપિત કરીને અનાજ મેળવવામાં અગ્રેસર રહ્યા બાદ, હવે સરકારે આ સિસ્ટમને સપ્લાય ચેઇન સ્તરે પણ મજબૂત બનાવી છે.
PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવવાના છે. પીએમ મોદી કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમ મોદી 30 ઓક્ટોબરે સાંજે 4 કલાકે વડોદરા પહોંચશે.
Ahmdabad News: આયોગે દરજીને આદેશ આપ્યો કે તે મહિલાને 4,395 રૂપિયાની સંપૂર્ણ રકમ પાછી આપે. સાથે જ, આ રકમ પર 7% વાર્ષિક વ્યાજ પણ ચૂકવવું પડશે. આ ઉપરાંત, માનસિક પરેશાની અને કેસ લડવાના ખર્ચ માટે વધારાનું વળતર પણ આપવું પડશે.
Important decision of Gujarat government: રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરીને રેશનકાર્ડના ઉપયોગની મર્યાદા નક્કી કરી છે. આ પરિપત્ર મુજબ, હવેથી રેશનકાર્ડને ઓળખ (ID) કે રહેઠાણના (Address) પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાશે નહીં. રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે રેશનકાર્ડ હવે કોઈ પણ પ્રકારના દસ્તાવેજી પુરાવા તરીકે 'અમાન્ય' ગણાશે.
Amreli Video Viral: અમરેલી સિંહબાળ સાથે બિલાડી ના બચ્ચા જેવા વ્યવહાર ના વિડિયો ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ. અમિત નાડ નામની સોશ્યલ મિડિયા આઈડી પર એક વ્યક્તિના સિંહબાળ સાથે સેલ્ફી ફોટા વાયરલ થતા વનવિભાગમાં દોડધામ. ફોટા વીડિયોના આધારે વનવિભાગ આ તપાસ હાથ ધરી. સિંહબાળને વ્યક્તિ એ ખંભા ઉપર બેસાડ્યુ હોય તેવો ફોટો વાયરલ..
Surat news: સુરતમાં બનેવી બન્યો હત્યારો. સાળી સાથે જ લગ્ન કરવાની જીદ બની લોહિયાળા. યુપીથી ખરીદી કરવા આવેલા સાળા-સાળીની કરી હત્યા. તો સાસુને પણ છરી મારતા ગંભીર રીતે ઘાયલ.
આણંદ અંધશ્રદ્ધા કિસ્સો: ઘટનાના 68 ક્લાક બાદ બાળકીનો મૃતદેહ મળતા પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી
VIDEO: તાંત્રિક વિધિના નામે બાળકીની હત્યા કરનાર આરોપીએ બદલ્યા 10 વખત નિવેદન, જુઓ હવે કેસમાં નવો શું વળાંક આવ્યો...
ગુજરાતના અમદાવાદમાં ઓલિમ્પિક્સ 2036નું આયોજન થાય તે માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ પહેલાં કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન કરવા માટે બિડ કરવામાં આવશે. આજે કેન્દ્રીય કેબિનેટે કોમનવેલ્થ ગેમ્સ 2030 બિડ રજૂ કરવા માટે મંજૂરી આપી છે.
Gujarat Tour: ગુજરાતના મધ્યમાં આવેલું અમદાવાદ ભારતમાં કપાસનું બીજું સૌથી મોટું ઉત્પાદક શહેર છે અને તેનું સ્ટોક એક્સચેન્જ દેશનું બીજું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે. આ શહેર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથે સંકળાયેલું હોવા માટે જાણીતું છે. અહીં તમે ઘણા પ્રખ્યાત મંદિરો અને 12 જ્યોતિર્લિંગોમાંથી 2 ની મુલાકાત લઈ શકો છો. જો તમે પણ ગુજરાતમાં અમદાવાદની મુલાકાત લેવા માંગતા હો, તો IRCTC તમારા માટે શ્રેષ્ઠ ટૂર પેકેજ લાવ્યું છે. ચાલો અમે તમને તેના વિશે સંપૂર્ણ માહિતી આપીએ.
SC on stray Dog: ગુજરાતમાં શ્વાન કરડવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, હવે આ મામલે ગુજરાત ભારતના ટોપ 5 રાજ્યોની લિસ્ટમાં થઈ ગયો છે. સામાન્ય લોકો માટે આ ઘણો ચિંતાનો વિષય બની ગયો છે.
અમદાવાદના ધોળકામાં બાળકીનું અપહરણ થયું તે ઘટનાના સીસીટીવી ફૂટેજને આધારે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઘણાં ચોંકાવનારા ખુલાસાઓ થયાં છે. બાળકીને વેચવાના સોદાની રકમ પણ નક્કી કરી હતી.
Shivraj Singh Chouhan: એક કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી, તે ઉતાવળે જૂનાગઢથી પોતાના કાફલા સાથે રાજકોટ જવા નીકળ્યા. લગભગ 10 મિનિટની મુસાફરી પછી, તેને ખ્યાલ આવ્યો કે તેની પત્ની તેની સાથે નથી.