આ જાપાની ટેકનિકથી મિનિટોમાં થાક ભાગશે દૂર, આળસ તમારી આસપાસ પણ નહીં ફરકે

Japanese Techniques: આમ તો લોકો પોતાના શરીરને ફિટ અને સ્વસ્થ રાખવા માટે યોગ અને કસરત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જાપાનમાં કેટલીક ટેકનિક અપનાવી ત્યાંના લોકો પોતાને દિવસભર ફિટ રાખે છે. આવો આજે અમે તમને તે જાપાની ટેકનિક વિશે જણાવીએ, જેને અપનાવી તમે ખુદને ફિટ રાખી શકો છો.

1/5
image

હારા હચી બુ. આ ખુબ રોચક ટેકનિક છે. તેના દ્વારા આપણે પોતાને ભૂખ લાગી હોય તેનું 80 ટકા ભોજન કરવાનું છે. કારણ કે આમ કરવાથી આપણે આપણા શરીરને એનર્જી આપીએ છીએ અને પેટ ઓછું ભરેલું હોવાને કારણે આળસ પણ દૂર રહે છે.

2/5
image

પોમોડોરો ટેકનિકઃ આ ટેકનિકની શોધ ફ્રાન્સેસ્કો સિરિલોએ કર્યો. તેના દ્વારા આપણે ટાઈમ મેનેજમેન્ટ પર ધ્યાન આપીએ છીએ. જેમ કે ક્યારે કામ કરવાનું છે, બ્રેક લેવાનો છે. આ ટેકનિક દ્વારા 25 મિનિટ કામ પછી પાંચ મિનિટનો બ્રેક. આ ક્લોક વાઇઝ ચાલતું રહે છે.

 

3/5
image

ઇકિગાઈ. જેનો અર્થ છે 'જીવવાનું એક કારણ' કે 'જીવવાનો ઉદ્દેશ'. આવી વ્યક્તિ પોતાના જીવનનો ઉદ્દેશ્ય નક્કી કરે છે અને તેના પર કામ કરે છે. આમ કરવાથી વ્યક્તિ બધી વસ્તુ માટે સમય કાઢી શકે છે અને પોતાના જીવનમાં ખુશીઓ લઈ ચાલે છે.

4/5
image

વાબી-સબી. આ એક એવી ફિલોસોફી છે જેના દ્વારા આપણે જેવા છીએ તેવો સ્વીકાર કરવામાં આવે છે. એટલે કે જે જેવા છે તેને આપણે તે રીતે સ્વીકાર કરીએ કારણ કે હંમેશા આપણી આદત હોય છે દરેક વસ્તુને વ્યવસ્થિત જોવી. તેવામાં આ ટેકનિક દ્વારા આપણે પોતાના ફિટ રાખી શકીએ.

5/5
image

(Disclaimer: Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.)