આ ગુજરાતી દાનવીરની સરખામણીએ કોઈ ન આવે, પોતાના આલિશાન બંગલામાં શરૂ કર્યો કોરોના વોર્ડ

સંક્રમણની બીકે કોરોનાના દર્દી પાસે કોઈ જવા કે તેની પાસે રહેવા પણ તૈયાર થતુ નથી. ત્યારે પારકા પાસેથી શું આશા રાખવાની. આજના સમયમા કોઈ કોરોનાના દર્દીની સેવા કરે તે કે મોટી વાત છે. આવો જ એક સેવાયજ્ઞ જેતપુરના સેવાભાવી પરિવારે શરૂ કર્યો છે. જેમણે પોતાના આલિશાન બંગલાને કોરોનાની હોસ્પિટલમાં બદલી નાંખ્યો છે. 

નરેશ ભાલિયા/જેતપુર :સંક્રમણની બીકે કોરોનાના દર્દી પાસે કોઈ જવા કે તેની પાસે રહેવા પણ તૈયાર થતુ નથી. ત્યારે પારકા પાસેથી શું આશા રાખવાની. આજના સમયમા કોઈ કોરોનાના દર્દીની સેવા કરે તે કે મોટી વાત છે. આવો જ એક સેવાયજ્ઞ જેતપુરના સેવાભાવી પરિવારે શરૂ કર્યો છે. જેમણે પોતાના આલિશાન બંગલાને કોરોનાની હોસ્પિટલમાં બદલી નાંખ્યો છે. 

1/6
image

15 થી 20 જેટલા કોરોનાના દર્દીઓ માટે આ બંગલામાં ઓક્સિજન સાથેના બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ કોરોનાની મહામારીને લઈને કોરોનાના દર્દીઓને દવા સાથે સાથે ઓક્સિજનની ખાસ જરૂર પડે છે, ત્યારે હોસ્પિટલમાં ઓક્સિજન સાથેના બેડની વ્યવસ્થા ખૂટી રહી છે. ઓક્સિજન ન મળતા કોરોનાના દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને જીવ જોખમમાં મુકાઈ ગયા છે. ત્યારે ઓક્સિજનની જરૂર હોય તેવા કોરોનાના દર્દીઓ માટે જેતપુરના અમરધામ વિસ્તારમાં રહેતા જેશૂરભાઈ વાળાએ પોતાના આલીશાન બંગલાને કોરોના વોર્ડમાં ફેરવી દીધો છે.

2/6
image

જેસુરભાઈ દ્વારા પોતાના બંગલામાં જેતપુરના દર્દીઓને ઓક્સિજન સાથેના બેડની વ્યવસ્થા શરૂ કરી છે. જેસુરભાઈએ પોતાના બંગલામાં જ 15 થી 20 બેડની વ્યવસ્થા કરી છે. જેસુરભાઈ અહીં તમામ દર્દીને 24 કલાક ઓક્સિજન મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. અહીં આવેલ દર્દીને 24 કલાક ઓક્સિજન મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. 

3/6
image

બેડમાં ઓક્સિજન આપવા માટે પ્લાસ્ટિકની પાણીની પાઇપ ગોઠવીને વ્યવસ્થા કરાઈ છે. સાથે સાથે કોરોનાના દર્દીનું ઓક્સિજન અને તેની તંદુરસ્તીનું સતત ધ્યાન રાખવામાં આવે છે. દર્દીઓની સાથે રહેતા તેમના સગાઓને જમવા સહિતની સુવિધા બંગલામાં ઉભી કરવામાં આવી છે. 

4/6
image

અહીં દાખલ દર્દીઓ અને અહીં થતી સેવાને જોઈને લોકો પણ ગદગદ થઈ જાય છે. આ કપરા કાળમાં જ્યારે કોઈ આશા ન હોય દર્દી અને તેમના સગાઓને તો જાણે ભગવાન મળી ગયા હોય તેવી અનુભૂતિ અહી થાય છે. 

5/6
image

6/6
image