KBCના આ કન્ટેસ્ટેન્ટની સામે બિગ-બીની બોલતી થઇ બંધ, કર્યાં કંઇક આ સવાલ

કોન બનેગા કરોડપતિના ફિનાલે એપિસોડમાં કોમેડી કિંગ કપિલ શર્મા મહેમાન તરીકે જોવા મળ્યા હતો.

ટીવીનો લોકપ્રિય રિયલિટી શો કોન બનેગા કરોડપતિનો ગઇકાલે ફિનાલે એપિસોડ ઓનએર કરવામાં આવ્યો હતો. ત્યારે અમે તમારા માટે સીઝનની 10 કેટલીક યાદગાર અને રમૂજી કન્ટેસ્ટેન્ટના સવાલોને લઇને આવ્યા છે. જેમના જવાબમાં બિગ-બીની બોલીત બંધ થઇ ગઇ હતી. કોન બનેગા કરોડપતિના ફિનાલે એપિસોડમાં કોમેડી કિંગ કપિલ શર્મા મહેમાન તરીકે જોવા મળ્યા હતો.

કોન બનેગા કરોડપતિની સીઝન 10 ફિનાલે એપિસોડ

1/9
image

સોની ટીવીનો સૌથી લોકપ્રિય રિયલિટી શો કોન બનેગા કરોડપતિની સીઝન 10 ફિનાલે એપિસોડ પુરો થઇ ગયો હતો. આ સમયે સોની ટીવીએ ફેસબુક એકાઉન્ટ પર આ સીઝનના બેસ્ટ ફની કન્ટેસ્ટેન્ટનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં કેટલાક કન્ટેસ્ટન્ટને શોના હોસ્ટ અમિતાભ બચ્ચને એવા સવાલો પૂછ્યા કે તેમની બોલતી બંધ કરી દીધી હતી.

સીઝન 10ની કેટલીક યાદગાર અને રમૂજી યાદો

2/9
image

શો પર એક ક્યૂટ કન્ટેસ્ટેન્ટ આવી જેમણે અમિતાભને કહ્યું કે તમે મારા સપનામાં રોજ આવો છો. આ વાત સાંભળી બિગ-બી હસી પડ્યા અને તે ચૂપ થઇ ગઇ. જ્યારે બિગ-બીએ કહ્યું કે સપાનામાં તમારા પતિ નથી આવતા તો કન્ટેસ્ટેન્ટ કહ્યું કે લગ્ન પછી કઇ મહિલાના સપનામાં તેમના પતિ આવે છે.

વર્ષ 2000થી શરૂ થયેલા કેબીસીને 18 વર્ષ થયા

3/9
image

ત્યારે પંજાબથી આવેલી એક કન્ટેસ્ટેન્ટે અમિતાભને પુછ્યું કે તમને કયો એક્ટર ખુબ પસંદ છે તો કંટેસ્ટેન્ટનો જવાબ હતો કે મને તમે ઘણા પસંદ છો. આ વાત પર બિગ બી હસ્યા વગર રહી શક્યા ન હતા.

કોમેડી કિંગ કપિલ શર્મા શોમાં મહેમાન તરીકે જોવા મળ્યો

4/9
image

આ શોમાં આવેલા એક કન્ટેસ્ટેનટનું કહેવું હતું કે મારી સાસરીમાં મારા પતિ અને મને અમિતાભ જયાની જોડી તરીકે બોલાવે છે કેમકે અમારી હાઇટનો ડિફરન્સ તમારા જેટલો જ છે. વધારેમાં કન્ટેસ્ટેન્ટ કહ્યું કે તમારું નામ પણ Aથી શરૂ થાય છે અને મારા પતિનું નામ પણ Aથી શરૂ થાય છે.

ક્વિઝ શોના છેલ્લા એપિસોડમાં અમિતાભની સાથે કોમેડી કિંગ જોવા મળ્યો

5/9
image

ત્યારે એક કન્ટેસ્ટેન્ટે જ્યારે અમિતાભને સવાલ કર્યો કે તમને જો કોઇ ચેલેન્જ આપે કે તમારે કોઇને જઇ આઇ લવ યૂ કહેવાનું છે તો શું તમે જઇને કહેશો. તેના જબાવમાં કન્ટેસ્ટેન્ટે કહ્યું કે હાં તેમાં શું છે આઇ લવ યૂ કહેવામાં, હું તો તમને પણ પ્રેમ કરું છે. આ વાત પર બિગ બી સ્માઇલ કર્યા વગરના રહી શક્યાં.

કેબીસી 10ની પ્રથમ કરોડપતિ બનીતા જૈન

6/9
image

સૌથી રમૂજી વાત તો આ કન્ટેસ્ટેન્ટે કરી કે હું વિચારુ છું કે હું કોન બનેગા કરોડપતિ હોસ્ટ કરી લઉં છું, જે સાંભળી અમિતાભ અચરજમાં પડી ગયા હતા.

કોન બનેગા કરોડપતિના પહેલા કરોડપતિ હર્ષવર્ધન નવાઠે

7/9
image

એક સુંદર બાળક પણ કન્ટેસ્ટેન્ટ બની હોટ સીટ પર બેઠો તેને બિગ બીએ સવાલ કર્યો કે ક્યાં અભ્યાસ છે તો બાળકે ઝડપથી કહ્યું કે સ્કૂલમાં અભ્યાસ કરું છું.

પોતાની ડ્રિમ જોબ વિશે અમિતાભ બચ્ચને જણાવ્યું

8/9
image

એક કન્ટેસ્ટેન્ટે અમિતાભ બચ્ચનની હેન્ડ રાઇટિંગનો મજાક ઉડાવતા કહ્યું કે તમારું લખાણ તો મારા કરતા પણ વધારે ખરાબ છે અને તમે તો ડોક્ટર કરતા પણ એકદમ આગળ વધી ગયા છો.

કોન બનેગા કરોડપતિના સ્પેશિયલ સેગમેન્ટમાં પહોંચ્યા ખાસ મેહમાન

9/9
image

એક કન્ટેસ્ટનટે અમિતાભ બચ્ચનને સવાલ કરતા કહ્યું કે તમે પણ તમારી વાઇફથી ડરો છો. ત્યારે બિગ બીએ જવાબ આપતા કહ્યું કે હાં હું જયાથી ડરુ છું. આ જવાબમાં કન્ટેસ્ટેન્ટ કહ્યું કે પહેલીવાર જોવા મળ્યું કે એન્ગ્રી મેન પણ કોઇનાથી ડરે છે. આ વાતને સાંભળીને અમિતાભ બચ્ચનની બોલતી બંધ થઇ ગઇ હતી. (ફોટો સાભાર: વીડિયો ગ્રેબ)