વર્ષ 2025 સુધી છાયાગ્રહ કેતુ આ 4 રાશિઓને કરશે માલામાલ, આવનારા 11 મહિના તો જાણે વરદાન સમાન રહેશે

માયાવી ગ્રહ કેતુ હાલ કન્યા રાશિમાં ગોચર કરી રહ્યો છે. કેતુએ કન્યા રાશિમાં 30 ઓક્ટોબર 2023ના રોજ બપોરે 2.13 વાગે પ્રવેશ કર્યો હતો અને વર્ષ 2025 સુધી તે આ રાશિમાં રહેશે. કેતુનું ગોચર મહત્વપૂર્ણ ગોચરોમાંથી એક છે જે તમામ રાશિઓને પ્રભાવિત કરે છે. જ્યોતિષ ગણતરી મુજબ કેતુ કેટલીક રાશિઓને જબરદસ્ત લાભ  કરાવવાની સાથે કરિયરમાં સફળતા પણ અપાવશે. કેતુ ગ્રહને આધ્યાત્મિક ગ્રહ ગણવામાં આવે છે અને તેના પ્રભાવથી જાતકો પોતાની આજુબાજુના સંસારિક અને ભૌતિક સુખોથી દૂર થાય છે. 

કેતુ ગોચરનો પ્રભાવ

1/6
image

જ્યોતિષ કહે છે કે કેતુ એક એવો ગ્રહ માનવામાં આવ્યો છે જે વ્યક્તિઓને નુકસાન પહોંચાડી શકે છે અને તેના જીવનથી બધુ છીનવી શકે છે. કુંડળીમાં તેના પ્રભાવથી વ્યક્તિએ મુશ્કેલીઓનો સામો કરવો પડી શકે છે. પરંતુ કેતુ કન્યા રાશિમાં હોવાથી  કેટલાક રાશિવાળાને ફાયદો કરાવી શકે છે. કરિયર રોકેટની જેમ આગળ વધી શકે છે અને ખુબ લાભ કરાવી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...

મેષ રાશિ

2/6
image

કેતુ મેષ રાશિના જાતકોના છઠ્ઠા  ભાવમાં બિરાજમાન છે અને આ ગોચરના પ્રભાવથી સફળતા મળવાની શક્યતા ખુબ છે. વર્ષ 2025 સુધી તમે કરિયરમાં ખુબ મોટું મેળવી શકો છો. નોકરીયાતો માટે નવી તકો ઊભી થશે. પગાર વધારાના સંકેત છે. 

કર્ક રાશિ

3/6
image

કેતુ કર્ક રાશિના જાતકોના ત્રીજા ઘરમાં ગોચર કરે છે. કેતુ ગોચરના પ્રભાવથી વર્ષ 2025 સુધી તમને કરિયરમાં સફળતા મળશે. આ વિશેષ સમયગાળામાં તમે તમારી કરિયરમાં જે પણ પ્રયત્નો કરશો તેમાં સફળતા મળશે. નોકરીની નવી  તકો મળશે. ધન પ્રાપ્તિના નવા માર્ગ ખુલશે. 

કન્યા રાશિ

4/6
image

કન્યા રાશિના જાતકોના પ્રથમ ભાવમાં કેતુ બિરાજમાન છે. વર્ષ 2024ના અંત સુધીમાં તમારી નોકરીમાં પ્રગતિ થવાની સાથે આવકમાં વધારો થઈ શકે છે. કેતુ ગોચરના પ્રભાવથી તમને ધનલાભ થશે. આ સાથે જ તમારી આર્થિક સ્થિતિમાં પણ ઘણો સુધારો થશે. 

વૃશ્ચિક રાશિ

5/6
image

કેતુ વૃશ્ચિક રાશિના અગિયારમાં ભાવમાં ગોચર કરે છે. આ ગોચર તમારા માટે ખુબ લાભકારી રહેશે. તમે કરિયર ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઈ શકશો. કાર્યસ્થળ પર તમે લીડર બનીને ઉભરશો. આ ખાસ સમયગાળામાં તમે તમારી કરિયરમાં જે પણ પ્રયત્નો કરશો તેમાં સફળ થશો. આ સમયગાળામાં તમારી આર્થિક સ્થિતિ ખુબ મજબૂત થશે. 

Disclaimer:

6/6
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.