સાહસનું બીજું નામ એટલે ગુજરાતી યુવતીઓ! હોળીના સળગતા અંગારા પર દોડી યુવતીઓ

Holi 2024 નચિકેત મહેતા/ખેડા : ગુજરાતનું એક એવું ગામ ધગધગતા અંગારા પર ચાલે છે ગ્રામજનો. ખેડા જિલ્લાના પલાણામાં આસ્થાના અલગજ દ્રશ્યો જોવા મળે છે. પલાણા ગામમા હોળી દહન બાદ પડેલા ધગધખતાં અંગારા પર આસ્થાભેર ગ્રામજનો ચાલે છે. અને આસ્થાભેર ચાલતા ગ્રામજનો ને જોવા મોટી સંખ્યામાં આસપાસના ગામોના લોકો પણ પહોંચે છે.
 

1/7
image

ખેડા જિલ્લાના પલાણા ગામની ભાગોળે ટાવર પાસે મોટી હોળી પ્રજ્જવલિત કરવામાં આવે છે. સાંજે સાસ્ત્રોકત વિધિથી પૂજા કરવામાં આવે છે.

2/7
image

હોળી સંપૂર્ણ પ્રગટી ગયા બાદ જ્યારે તેના અંગારા થાય છે, ત્યારે ગ્રામજનો આ હોળીના અંગારા જમીન પર ફેલાવે છે અને ગામના પુરુષો, સ્ત્રીઓ અને નાના બાળકો પણ તેમાં ભાગ લે છે. અને ધગધગતા અંગારા પર ચાલે છે.   

3/7
image

કહેવાય છે કે  આ અંગારા પર ચાલવાથી તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. હોળીના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ અંગારા પર ચાલવા માટે દૂર-દૂરથી આવે છે.  

4/7
image

ઉલ્લેખનીય છે કે અહીં લોકો સળગતા અંગારા પર ચાલે છે, પછી તેઓ વિચારે છે કે આ હોળી માતા દ્વારા તેમની બધી મુશ્કેલીઓ પૂર્ણ થશે.   

5/7
image

આ પલાણા ગામમાં આ દિવસનો તહેવાર ઉજવવામાં આવે છે અને માત્ર પુખ્ત વયના લોકો જ નહીં, નાના મોટા સૌ કોઈ આ અંગારા પર ચાલે છે.  

6/7
image

7/7
image