ખેડા

ગુજરાતી ગાયક કલાકારનું લંડનમાં મોત, પરિવાર પર તૂટ્યું આભ, ચાહકો શોકમાં

ગુજરાતી યુવકનું લંડનમાં મોત થયું છે. લંડનના પ્રખ્યાત ગાયક કલાકાર વિજય ગઢવીનું કોરોનાના સંક્રમણથી અવસાન થયું છે. વિજય ગઢવીના અવસાનથી પરિવાર પર આભ તૂટ્યું છે, ચાહકોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ છે. ત્યારે વિદેશમાં સ્થાયી થયેલા આશાસ્પદ યુવકનો કોરોનાએ ભોગ લીધો છે.

Sep 7, 2020, 10:38 AM IST
Zee 24 Kalak Special Conversation With Kheda Farmers PT3M59S

નડિયાદઃ નેશનલ હાઇવે-8 પર અકસ્માત, એક પરિવારના પાંચ સભ્યોના મોત

ખેડાના નડિયાદ પાસે નેશનલ હાઇવે પર મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ થયા છે. 

Aug 17, 2020, 07:28 AM IST

ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીએ શિષ્ય સાથે સેક્સલીલા માણ્યાના સણસણતા આક્ષેપોથી વડતાલ સંપ્રદાય સમસમી ઉઠ્યું

વડતાલ સંપ્રદાયના સ્વામીની સેક્સ લીલાનો ભોગ બનેલ શિષ્યનો વીડિયો વાયરલ થયો છે. કંડારી ગુરુકુળના સ્વામી ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીના શિષ્ય વેદાંત વલ્લભ સ્વામીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. youtube સાઇટ પર ખુદ વેદાંત વલ્લભ સ્વામીએ પોતાનો વીડિયો મૂક્યો છે. આ વીડિયોમાં ગુરુ ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી કેવી રીતે શિષ્ય વેદાંત વલ્લભ સાથે સેક્સ માણતા હતા તેના ખુલ્લમખુલ્લા આક્ષેપ કરવામાં આવ્યા છે. ખુદ પોતાના ગુરુ ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સામે શિષ્ય વેદાંત વલ્લભ સ્વામીએ ચોંકાવનારા આરોપો કર્યાં છે. કંડારી, વડતાલ સહિત અનેક જગ્યાઓ પર સ્વામીએ શિષ્ય સાથે સેક્સ લીલા માણી હોવાના સણસણતા આક્ષેપોથી વડતાલ સંપ્રદાય સમસમી ઉઠ્યું છે. 

Jul 29, 2020, 08:58 AM IST

યાત્રાધામ ડાકોરમાં દર્શન વ્યવસ્થાને લઇ કલેક્ટર અને ડીએસપી સહિતના અધિકારીઓની કવાયત

યાત્રાધામ ડાકોરમાં દર્શન વ્યવસ્થાને લઇ કલેક્ટર અને ડીએસપી સહિતના અધિકારીઓની કવાયત હાથ ધવામાં આવી હતી. ડાકોર મંદરી મેનેજમેન્ટ અને સ્થાનિક તંત્ર સાથે તાલમેલ સાધવા જિલ્લા કલેક્ટરે અને ડીએસપીએ ડાકોર દોડવું પડ્યું હતું. ડાકોર મંદિર બહારની વ્યવસ્થાનું કોઈ જ આયોજન ન હોતા સ્વયંસેવકો મુકવા તાકીદ કરાઈ છે.

Jun 8, 2020, 08:41 PM IST

ડોક્ટર નહી નાઇ છે આ ભાઇ, PPE કિટ પહેરીને ગુજ્જુએ કાપ્યા વાળ

કોરોના સંકટ વચ્ચે લોકડાઉને તે દિવસો બતાવ્યા છે, જેના વિશે તેણે સપનામાં પણ વિચાર્યું ન હતું. સલુન ઇન્ડસ્ટ્રીને પણ કોરાનાના લીધે ખરાબ દિવસો જોવાનો વારો આવ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં બાર્બર શોપ્સ અને સલૂન બંધ છે.

May 15, 2020, 12:41 PM IST
Calsh Between ST Driver And Toll Operators In Kheda PT3M7S

ખેડા: ST ડ્રાઈવર અને ટોલ સંચાલકો વચ્ચે બબાલ

Calsh Between ST Driver And Toll Operators In Kheda

May 12, 2020, 09:15 PM IST
home quarantine couple left home in nadiad, team search operation start PT2M1S

નડિયાદમાં હોમ ક્વોરેન્ટાઈન કરાયેલા દંપતી ઘરેથી ફરાર...

home quarantine couple left home in nadiad, team search operation start

Apr 17, 2020, 03:05 PM IST

નડિયાદ: હોમ ક્વોરન્ટાઈન કરાયેલું દંપત્તિ ઘરેથી ફરાર થઈ જતાં તંત્ર દોડતું થયું

નડિયાદમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં હોમ ક્વોરન્ટાઈન કરાયેલું દંપત્તિ પોતાના ઘરેથી જ ફરાર થઈ ગયું છે. દંપત્તિના ઘરે ખંભાતી તાળું જોવા મળતા તંત્ર ચોંક્યું અને દોડતું થયું છે. વોર્ડ પેટ્રોલિંગની ટીમ સ્થળ પર પહોંચી છે અને આ અંગે તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. આ દંપત્તિ આણંદથી આવેલું હતું અને તેને હોમ ક્વોરન્ટાઈન કરાયું હતું.

Apr 17, 2020, 02:04 PM IST
Three People Die In Accident Between Bus And Bike In Kheda PT1M41S

ખેડામાં બસ અને બાઈક વચ્ચે અકસ્માત, ત્રણના કમકમાટી ભર્યા મોત

કપડવંજ - કઠલાલ રોડ ઉપર ગોઝારો અકસ્માત સર્જાયો છે. દાસલવાડા પાસે કપડવંજ ખંભાત જતી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઇક ઉપર સવાર 2 સ્ત્રી અને 1 પુરુષનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતાં લોકોના તોડા ઉમટ્યા હતા. આતરસુમબા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકમાં મુકેશ પરમાર, કોમલ પરમાર પતિ-પત્ની તથા જયશ્રી બેન પરમાર બેનનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે.

Mar 15, 2020, 07:20 PM IST
Two incidents of murder in just 2 days in Kheda PT3M1S

ખેડા: 2 દિવસમાં 2 હત્યા, પત્ની અને દિયરે મળીને પતિનું કાસળ કાઢ્યું

ખેડામાં કાયદો અને વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલ. મહેમદાવાદના સરસવણીમાં પ્રેમ પ્રકરણમાં થઈ હત્યા.પત્ની અને દિયરે મળી પતિની હત્યા કરી.

Mar 7, 2020, 10:10 AM IST
Woman Committed Suicide On Railway Track In Kheda PT5M

ખેડા: રેલ્વે ટ્રેક પર મહિલાનો આપઘાત, મળી સુસાઇટ નોટ

ઠાસરા પાસેથી પસાર થતા રેલવે ટ્રેક ઉપર મહિલા આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મહિલાએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. મૃતક મહિલા પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે. સુસાઇડ નોટમાં આણંદ ગ્રામ્ય પોલીસ અને અન્ય ત્રણ વ્યક્તિઓ દ્વારા ટોર્ચર કરી માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Feb 7, 2020, 09:15 PM IST

ખેડા બની રહ્યું છે નકલી નોટોનું હબ? 17 લાખની વધારે નોટો ઝડપાઇ

જિલ્લો બનાવટી નોટોનું હબ બનતો જઇ રહ્યો હોય તેમ એક પછી એક ડુપ્લિકેટ નોટો છાપતા આરોપીઓ ઝડપાઇ રહ્યા છે. હજુ તો નવેમ્બર મહિનામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ પાસેથી કરોડો રૂપીયાની ડુપ્લિકેટ નોટો ઝડપાઇ હતી. ત્યાર બાદ હવે નડિયાદ શહેરમાંથી રૂ.17.66 લાખની ડુપ્લિકેટ નોટો સાથે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. નડિયાદ પોલીસની ગિરફ્તમાં આવેલ આ ત્રણેય આરોપીઓ બનાવટી નોટો છાપવાના આરોપસર પકડાયા છે.

Feb 7, 2020, 07:42 PM IST
kheda accident on national highway number 8 watch video on zee 24 kalak PT9M49S

ખેડા: નેશનલ હાઈવે પર કારે રિક્ષાને અડફેટે ચડાવી, જોઈને ધબકારા વધી જશે

ખેડામાં નેશનલ હાઇવે નંબર 8 પર સર્જાયેલો અકસ્માત સીસીટીવીમાં કેદ. કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં એક યુવાન ઈજાગ્રસ્ત. માતરથી ખેડા ટોલ તરફ જવા માટે ખુલ્લું મુકાયેલા ડિવાઇડર નજીક થયો અકસ્માત.

Feb 5, 2020, 10:20 AM IST
Accident Between Car And Rickshaw On National Highway No-8 Kheda PT3M

નેશનલ હાઇવે નં-8 પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, જુઓ લાઈવ દ્રશ્યો

ખેડા નેશનલ હાઇવે નંબર-8 પર અકસ્માતના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. દાંડી રૂટ પર માતરથી ખેડા ટોલ તરફ જવાના રસ્તે અકસ્માત સર્જાયો હતો. કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. દાંડી રોડ પર માતરથી ખેડા ટોલ તરફ જવા માટે ડિવાઈડર ખુલ્લું લખાયું છે. જેના કારણે અવારનવાર અકસ્માત થાય છે. આજે બપોરે થયેલ અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા.

Feb 4, 2020, 10:50 PM IST
Bus Fires In Front Of Republic Day Celebrations Place In Kheda PT1M31S

ખેડામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સ્થળ સામે બસમાં આગ

ખેડા જિલ્લાના મહુધામાં ગણતરીના કલાકો પ્રજાસત્તાક સ્થળની સામે જ વેલ્ડીંગ વખતે બસમાં આગ લાગવાની ઘટના બની હતી. ખેડા જિલ્લાના કોઈ જવાબદાર અધિકારી સ્થળની આજુબાજુ હાજર નથી. વેલ્ડીંગ સમયે લક્ઝરીમાં આગ લાગતા મહુધા નગરપાલિકા પીવાના પાણીના ટેન્કરો વડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારે આ ઘટનામાં એક વ્યક્તિને ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો.

Jan 25, 2020, 08:40 PM IST

‘દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ડુંગળી, લસણના ભાવ ઘટાડવા માટે વડાપ્રધાન નથી બન્યા....’

‘દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ડુંગળી, લસણના ભાવ ઘટાડવા માટે વડાપ્રધાન નથી બન્યા. તેઓ દેશના રાજા છે. તેઓ ભારતને ભારત બનાવવા માટે વડાપ્રધાન બન્યા છે....’ આ શબ્દો છે સાધ્વી રૂતંભરાજીના. દીદીના હુલામણા નામથી જાણીતા સાધ્વી રૂતંભરાજી દ્વારા ખેડાના મહિસા ગામ ખાતે સંવિદ ગૂરૂકુલ શરૂ કરવામાં આવ્યુ છે. જેના ઉઘ્ઘાટન પ્રસંગે તેઓ મહિસા ગામે આવ્યા હતા. જ્યાં સભાને સંબોધન કરતા સાધ્વીએ આ નિવેદન આપ્યુ હતું. સાધ્વીએ કહ્યું હતું કે, તમે મારો શબ્દ રૂપી સંદેશ ભારતભરના લોકો સુધી પહોંચાડો.

Jan 24, 2020, 03:52 PM IST
 Legislative Assembly Pankaj Desai and MP Devusin Chauhan celebrate Uttarayan PT3M20S

વિધાનસભાના દંડક પંકજ દેસાઈ અને સાંસદ દેવુસિંહ ચૌહાણે કરી ઉત્તરાયણની ઉજવણી

રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નડીયાદમાં વિધાનસભાના સંડક પંકજ દેસાઈ અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે ઉત્તરાયણની ઉજવણી કરી હતી.

Jan 14, 2020, 08:50 PM IST
clash between two group in matar of kheda, one died PT1M40S

ખેડા : મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત

ગઈકાલે મોડી રાત્રે ખેડા પાસેના માતરના ઈન્દ્રવર્ણમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાતાં એકનું ઘટનાસ્થળે મોત અને 2 જણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હાલ પોલીસે સમગ્ર પરિસ્થિત પર કાબૂ મેળવ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે સહિત જિલ્લા LCB, SOG સહિતનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હાલ પરિસ્થિતિને કાબુમાં લઇ સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

Jan 13, 2020, 08:45 AM IST