માત્ર એક જ કલાકમાં પગપાળા ફરી શકો છો આ દેશ, જ્યાં દર ત્રીજો વ્યક્તિ છે કરોડપતિ

એવો દેશ જેના વિશે તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. જ્યાં હરવાં-ફરવાંથી લઈને રહેવા માટે પણ સુંદર વ્યવસ્થા છે. જોકે, ત્યાં એક મકાનનો ભાવ અહીંની નાની સોસાયટીઓ જેટલો છે.

ફાલ્ગુની લાખાણી, અમદાવાદઃ આજ સુધી તમે અનેક દેશો અને તેની ખાસિયતો વિશે સાંભળ્યું હશે. તમને એ પણ ખબર હશે કે દુનિયાનો સૌથી નાનો દેશ વેટિકન સિટી છે. પરંતુ શું તમને એ ખબર છે કે, દુનિયાનો બીજો સૌથી નાનો દેશ ક્યો છે? જવાબ છે, મોનાકો. આ દેશ છુપાયેલાં હીરા સમાન છે, મનોહર એવા આ દેશમાં રમણીયતા આખા દેશમાં પથરાયેલી છે. જેટલો નાનો તેટલો જ મોંઘો છે આ દેશ. જ્યાં એક બેડરૂમના ઘરની કિંમત 12 કરોડ રૂપિયા છે. ચાલો જાણીએ આ દેશની કેટલીક ખાસ વાતો.

 

 

રાજતંત્રથી ચાલે છે દેશ

1/5
image

આજે પણ મોનાકો દેશમાં રાજતંત્ર ચાલે છે. વર્ષ 1927થી જ અહીં રાજતંત્ર છે. જેની સુરક્ષાની જવાબદારી ફ્રાંસની છે. આ શહેર એટલે કે દેશ ઉત્તર પશ્ચિમ યૂરોપના મેડિટેરિયન સીના કિનારે વસેલું છે. જોવામાં આ શહેર અતિશય ખૂબસૂરત છે. નાના એવા આ દેશની ગલીઓમાં અનેક બહુમાળી ઈમારતો આવેલી છે. ટેક્નોલોજીથી સજ્જ છે આ દેશ.

અમદાવાદ કરતા નાનો છે દેશ

2/5
image

​દુનિયાનો બીજો સૌથી નાનો દેશ માત્ર 1.95 વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. જો તમે આ દેશમાં પગપાળા પણ ફરશો તો માત્ર 56 મિનિટ લાગશે. એટલે કે એક કલાક કરતા ઓછા સમયમાં તમે આ દેશનો આખો ચક્કર મારી લેશો. ઓછા જગ્યામાં ફેલાયેલો હોવાના કારણે તેને દેશની જગ્યાએ શહેર પણ કહેવામાં આવે છે. આ દેશની કુલ જનસંખ્યા 39 હજાર છે. સાથે જ આ દેશ વધુ ઘનત્વ ધરાવતા દેશમાં પણ ગણવામાં આવે છે. ઓછા વિસ્તારમાં વધુ લોકો રહેતા હોવાના કારણે આવું થયું છે. આ નાનકડા દેશની સીમા ફ્રાંસ અને ઈટલી સાથે લાગેલી છે.

દર ત્રીજો વ્યક્તિ છે કરોડપતિ

3/5
image

પોતાની સાઈઝની સિવાય મોનાકો શહેર વધુ એક વાતના કારણે જાણીતું છે. આ દેશમાં દુનિયાના સૌથી વધુ રઈસ લોકો રહે છે. અહીં 12 હજાર 261 કરોડપતિ રહે છે. એટલે કે આ દેશનો દરેક ત્રીજો વ્યક્તિ કરોડપતિ છે. મોનાકો જીડીપીની બાબતમાં દુનિયામાં બીજા નંબર પર છે. અહીંની પર કેપિટા ઈનકમ 1 કરોડ 21 લાખ 40 હજાર છે.

12 કરોડ છે એક બેડરૂમના ઘરની કિંમત

4/5
image

મોનાકોમાં એક બેડરૂમના ઘરની કિંમત 12 કરોડ રૂપિયા છે. દેશ ભલે નાનો છે પણ મકાનની કિંમતો આસમાને છે. આ કિંમત તો નવા અપાર્ટમેન્ટની છે. પરંતુ જો જૂનો ફ્લેટ ખરીદો તો પણ તેના બદલે સારા એવા પૈસા ચૂકવવા પડે છે. હવે દેશમાં આટલા પૈસા છે તો ચોરી થાય તે પણ સામાન્ય છે. પરંતુ તમને જણાવી દઈએ કે મોનાકોમાં ચોરીની ઘટનાઓ નહીંવત બને છે. અહીં દર 100 નાગરિકોએ એક પોલીસ કર્મચારીની ભરતી કરવામાં આવે છે.

ચારેય તરફ કુદરતી સૌદર્યથી છવાયેલો દેશ

5/5
image

મોનાકો દુનિયાનો બીજો સૌથી નાનો દેશ છે. જોકે, આ દેશમાં તમને કુદરતનું અસીમ સૌદર્ય છવાયેલું જોવા મળે છે. અહીં પહાડો, જંગલો, નદીઓ અને ઝરણાઓ છે. અહીંના ખુશનુમા વાતાવરણમાં તમને સ્વર્ગની અનુભૂતિ થશે. જોકે, સુંદરતાની સાથો-સાથ આ દેશ દુનિયાના સૌથી મોંઘા દેશો પૈકીનો એક દેશ છે.