અમેરિકાના ન્યૂજર્સીમાં બન્યું ભવ્યાતિભવ્ય સ્વામીનારાયણ મંદિર, અંદર સ્વર્ગ જેવી થાય છે અનુભૂતિ
New Jersey Akshardham temple : અમેરિકાના ન્યૂજર્સીમાં ભવ્યાતિભવ્ય સ્વામિનારાયણ મંદિરનું 8મી ઓક્ટોબર 2023ના રોજ ખુલ્લું મૂકવામાં આવશે. ત્યારે ZEE 24 કલાક પર ભવ્યાતિભવ્ય મંદિરનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. ન્યુ જર્સીના નાનકડા રોબિન્સવિલે ટાઉનશીપમાં આવેલ BAPS સ્વામિનારાયણ અક્ષરધામ 12 વર્ષોમાં સમગ્ર યુએસમાંથી 12,500 સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મંદિર 183 એકરમાં ફેલાયેલું છે. તેમાં પ્રાચીન હિંદુ શાસ્ત્રો અને સંસ્કૃતિ અનુસાર 10,000 પ્રતિમાઓ અને મૂર્તિઓ પણ સામેલ છે. મંદિરને યુ.એસ.માં હિન્દુ સંસ્કૃતિ અને સ્થાપત્યનું સીમાચિહ્ન માનવામાં આવે છે અને મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ ઉદ્ઘાટનના દસ દિવસ પછી 18 ઓક્ટોબરથી મુલાકાતીઓ માટે ખુલશે.
મંદિરના ઉદઘાટન પહેલા જ અહીં દર્શન માટે રોજ હજારો લોકો આવે છે. આ મંદિરને પ્રાચીન હિન્દુ ધર્મગ્રંથોના આધારે બનાવવામાં આવ્યું છે, તેમાં 10 હજાર પ્રતિમાઓ છે, તેમજ ભારતીય સંગીત વાદ્યયંત્રો અને નૃત્ય રૂપોનું નક્શીમકામ તથા ભારતીય પ્રાચીન સંસ્કૃતિને દર્શાવવાનો પ્રયાસ કરાયો છે. આ મંદિર કંબોડિયા સ્થિતિ અંકોરવાટ બાદ દુનિયાનું બીજું સૌથી મોટુ હિન્દુ મંદિર છે.
12 મી સદીમાં કંબોડિયાના અંકોરવાટમાં બનેલુ મંદિર વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. જે 500 એકરમાં ફેલાયેલું છે. તેને યનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર જાહેર કરાયું છે. નવી દિલ્હીમાં બનાવેયાલું અક્ષરધામ મંદિર 100 એકરમાં બનાવાયેલું છે.
આ મંદિર ઔપચારિક રીતે 8 ઓક્ટોબરના રોજ ઉદઘાટન કરવામાં આવશે. પરંતું 18 ઓક્ટોબરથી તે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે.
Trending Photos