એક દિવસમાં કેટલી વખત આવે છે ખંજવાળ? જાણો શું છે તેની પાછળના કારણો
નવી દિલ્લીઃ ખંજવાળ થવી તે સામાન્ય બાબત છે. ઘણી વખતે તમે જોયું હશે કે, ખંજવાળ કરવાથી શરીરમાં સારો અનુભવ થાય છે. ખંજવાળ કરવાથી શરીરમાં અલગ આનંદ થાય છે. શરીરના કોઈ પણ ભાગમાં ખંજવાળ થઈ શકે છે. ત્યારે આવો આજે તમને ખંજાળના કેટલાક મહત્વના તથ્ય વિશે જણાવીએ.
એક દિવસમાં આટલી વખત ખંજવાળ
લિવરપુલ યુનિવર્સિટીના પ્રોફેર ફ્રાંસિસ મૈક્લોન મુજબ, એક સામાન્ય વ્યક્તિને સરેરાશ દિવસમાં 97 વખત ખંજવાળ થાય છે
આ કારણથી થાય છે ખંજવાળ
વૃક્ષ અને જીવ-જંતુઓ લોકોની ત્વચા માટે એક ટોક્સિન છોડતા હોય છે. જેના કારણે લોકોના શરીરમાં ઈમ્યૂટન સિસ્ટમથી હિસ્ટૈમિનનો સ્ત્રાવ થાય છે. જેના કારણે લોકોને ખંજવાળ થતી હોય છે.
ખંજવાળ પર લખાયેલો છે લેખ
ખંજવાળ કેમ થાય છે તે માટે અમેરિકી વૈજ્ઞાનિક જેઆર ટ્રેવરે પોતાના જીવનના 40 વર્ષમાં નિકાળ્યા હતા. તેમણે ખંજવાળ કરી કરીને શરીરની ચામડી કાઢી નાખી હતી. શરીરની ચામડી કાઢીને જેઆર ટ્રેવરે વૈજ્ઞાનિકોને મોકલી હતી. ત્યાર બાદ તેના પર રિસર્ચ કરીને એક લેખ પણ લખ્યો હતો
વોશિંગ્ટન યુનિવર્સિટીમાં છપાયો હતો રિસર્ચ
વર્ષ 1948માં અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીમાં ખંજવાળ પર એક રિસર્ચ પેપરમાં છાપવામાં આવ્યું હતુ. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે, ખંજવાળ થતા લોકો પોતાના શરીરને તકલીફ આપતા હોય છે, જોકે ખંજવાળથી લોકોને રાહત પણ મળતી હોય છે
16મીં શતાબ્દીમાં થઈ ઓળખ
ખંજવાળ વિશે પ્રથમ વખત 16મીં શતાબ્દીમાં ઓળખ થઈ હતી. સૈમુઅલ હાફેરફેર નામક જર્મન ફિઝિશિયને સૌપ્રથમ આ સમસ્યા વિશે લોકોને જણાવ્યું હતુ. તેમણે પ્રથમ વખત જણાવ્યું હતુ કે, ખંજવાળ શું છે.
Trending Photos