PICS: હરિદ્વારમાં હર કી પૌડી પર પડી વીજળી, ટ્રાન્સફોર્મર સહિત દિવાલ ધરાશાયી

ઉત્તર ભારતમાં ચોમાસું આવતા જ કેટલીક જગ્યાએ ભારે વરસાદ, પૂર અને વીજળી પડવાની ઘટનાઓ સામે આવી છે. આ વચ્ચે ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ અને વીજળી પડવાને લઇને એલર્ટ જાહેર કરાયું છે. હરિદ્વારમાં ગત રાત્રે લગભગ 2 વાગ્યે ભારે વરસાદની સાથે હર કી પૌડી પર વીજળી પડી. જેનાથી ભારે નુકસાન થયું છે. વીજળી પડવાના કારણે દિવાલ ધરાશાયી થઇ અને સમગ્ર વિસ્તારમાં તબાહીનો નજારો જોવા મળી રહ્યો છે.

હરિદ્વાર: ઉત્તર ભારતમાં ચોમાસું આવતા જ કેટલીક જગ્યાએ ભારે વરસાદ, પૂર અને વીજળી પડવાની ઘટનાઓ સામે આવી છે. આ વચ્ચે ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ અને વીજળી પડવાને લઇને એલર્ટ જાહેર કરાયું છે. હરિદ્વારમાં ગત રાત્રે લગભગ 2 વાગ્યે ભારે વરસાદની સાથે હર કી પૌડી પર વીજળી પડી. જેનાથી ભારે નુકસાન થયું છે. વીજળી પડવાના કારણે દિવાલ ધરાશાયી થઇ અને સમગ્ર વિસ્તારમાં તબાહીનો નજારો જોવા મળી રહ્યો છે.

હર કી પૌડી પર વીજળી પડવાથી દિવાલ ધરાશાયી

1/5
image

હરિદ્વારમાં ગત રાત્રીના લગભગ 2 વાગ્યે ભારે વરસાદની સાથે હર કી પૌડી પર વીજળી પડી, જેમાં ભારે નુકસાન થયું છે. વીજળી પડવાના કારણે દિવાલ ધરાશાયી થઈ અને સમગ્ર વિસ્તારમાં તબાહીનો નજારો જોવા મળી રહ્યો છે.

વીજળી પડવાના કારણે સીડીઓને ઘણું નુકસાન

2/5
image

વીજળી પડવાને કારણે સીડીઓને ઘણું નુકસાન થયું છે. જો કે, હજી સુધી કોઈના જીવને કોઈ નુકસાન થયાના સમાચાર સામે આવ્યા નથી.

વીજળી પડતાં બ્રહ્માકુંડ નજીક ટ્રાન્સફોર્મર ધરાશાયી

3/5
image

વીજળીના કારણે હર કી પૌડી પર બ્રહ્માકુંડ નજીક એક ટ્રાન્સફોર્મર ધરાશાયી થયું છે. રાતના બનાવ બાદ આસપાસના વિસ્તારમાં વીજળી ખોરવાઈ હતી.

બ્રહ્મકુંડ પર ભક્તોના જવા પર પ્રતિબંધ

4/5
image

પોલીસ તંત્ર દ્વારા હર કી પૌડીમાં બ્રહ્મકુંડની ભક્તોની મુલાકાત પર પ્રતિબંધ મુક્યો છે.

હર કી પૌડી પર કાટમાળ હટાવવાનું કામ ચાલુ

5/5
image

આ સમયે હર કી પૌડી ખાતે સર્વિસમેનની મદદથી વીજળી પડ્યા બાદ જમા થયેલ કાટમાળને હટાવવાની કામગીરી શરૂ થઈ છે.