આ સ્મશાન ગૃહની તસવીર જોઇ તમે પણ હચમચી જશો, 8 લોકોના એક જ ચિતા પર કર્યા અંતિમ સંસ્કાર

વિષ્ણુ બર્ગે, ઝી મીડીયા, બીડ: મહારાષ્ટ્રના બીડમાં કોરોનાના કારણે હાલત ખરાબ થઇ ગઇ છે. સ્થિતિ એવી છે કે કોરોનાના શિકાર થયેલા 8 લોકોને એક જ ચિતા પર અગ્નિદાહ આપવો પડી રહ્યો છે. એટલું જ નહી કોરોનાને લઇને એવો ભય છે કે હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો કોરોના તપાસ માટે ભીડ જમા થઇ રહી છે. 

1/5
image

આ મહારાષ્ટ્રના બીડના એક સ્મશાન ગૃહની તસવીર છે જ્યાં એક સાથે 8 લાશને એક જ ચિતા પર રાખીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. 8 બાદ જે બીજી તસવીર છે જેમાં એકસાથે 3 લોકોની લાશને એક ચિતા પર રાખીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ તમા લોકોના મોત કોરોનાના કારણે થયું છે અને બીજી તસવીરો જોઇને તમે અંદાજો લગાવી શકો છો કે બીડમાં કોરોનાની શું સ્થિતિ છે. 

2/5
image

બીડના અંબેજોગોઇ વિસ્તારમાં હાલ કોરોનાનું હોટ સ્પોટ બનીને ઉભર્યું છે. ગત 24 કલાકમાં સમગ્ર બીડમાં કોરોના 580 કેસ સામે આવ્યા, જેમાંથી અંબેજોગોઇ વિસ્તારમાંથી 114 લોકો સામેલ હતા. આ વિસ્તારમાં 8 લોકોના કોરોનાને લીધે મોત થયા હતા જેમને એક જ ચિતા પર રાખીને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેમછતાં સ્થિતિ સુધરી નહી અને બીજીવાર 3 લોકોના એકસાથે અગ્નિસંસ્કાર કરવા પડ્યા. 

3/5
image

તેમણે કહ્યું કે અંબાજોગઇ નગરના સ્મશાનગૃહમાં સંબંધિત લોકોના અંતિમ સંસ્કાર કરવાને લઇને સ્થાનિક રહેવાસીઓએ વિરોધ કર્યો હતો, એટલા માટે સ્થાનિક અધિકારીઓએ અંત્યેષ્ટિ માટે બીજી જગ્યા શોધવી પડી, જ્યાં જગ્યા ઓછી હતી. અંબાજોગોઇ નગર પરિષદના પ્રમુખ શોક સાબલેએ જણાવ્યું હતું કે હાલમાં અમારી પાસે જે સ્મશાન ગૃહ છે, ત્યાં સંબંધિત મૃતકોના અંતિમ સંસ્કાર કરવાનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો, એટલા માટે અમને નગરથી બે કિલોમીટર દૂર માંડવા માર્ગ પર એક સ્થળ શોધવું પડ્યું. 

4/5
image

તેમણે કહ્યું કે આ નવા અસ્થાયી સ્મશાન ગૃહમાં જગ્યાનો અભાવ છે. અધિકારીએ જણાવ્યું કે 'એટલા માટે મંગળવારે અમે એક મોટી ચિતા બનાવી અને તેના પર આઠ લાશોના અંતિમ સંસ્કાર કર્યા. આ મોટી ચિતા હતી અને લાશોને એકબીજાથી એક નિશ્વિત અંતર પર રાખવામાં આવ્યા હતા. 

5/5
image

બીડ જિલ્લામાં મંગળવારે સંક્રમણના 716 નવા કેસ સામે આવ્યા જ્યાં મહામારીના અત્યાર સુધી સામે આવેલા કેસની કુલ સંખ્યા 28,491 થઇ ગઇ છે. જિલ્લામાં કોવિડ 19 થી અત્યાર સુધી 672 લોકોના મોત થઇ ચૂક્યા છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે અને તેના લીધે મોતનો આંકડો વધવાની આશંકા છે. એટલા માટે અસ્થાયી સ્મશાન ગૃહને વિસ્તારિત કરીને તથા મોનસૂન શરૂ થતાં પહેલાં તેને વોટરપ્રૂફ બનાવવાની યોજના તૈયારી કરવામાં આવી રહી છે.