PICS: દહેશત ફેલાવવા માંગતા આતંકીઓને એક દેશભક્ત પિતાનો જોરદાર તમાચો, જાણીને સલામ કરશો

સેનાના શહીદ જવાન ઔરંગઝેબના પિતા હનીફે કહ્યું કે 'મારો પુત્ર તો મરી ગયો પરંતુ જો બધા પોતાના બાળકોને સેનામાં મોકલવાનું બંધ કરી દેશે તો દેશ માટે કોણ લડશે.'

1/5
image

સેનાના શહીદ જવાન ઔરંગઝેબના પિતા હનીફે કહ્યું કે 'મારો પુત્ર તો મરી ગયો પરંતુ જો બધા પોતાના બાળકોને સેનામાં મોકલવાનું બંધ કરી દેશે તો દેશ માટે કોણ લડશે.' મેંઢર-પૂંછમાં રસ્તા પર સ્થિત સૈલાની ગામમાં પોતાના એક માળના મકાનમાં ઝાડ નજીક ઊભેલા મોહમ્મદ હનીફ તેના 24 વર્ષના પુત્ર ઔરંગઝેબની રાહ જોઈ રહ્યાં હતાં. 14 જૂનના રોજ સવારે ઔરંગઝેબ ઈદ મનાવવા માટે રાજૌરી ખાતેના ઘરે જવા નિકળ્યો અને તે દરમિયાન પુલવામાંના કાલમ્પોરાથી આતંકીઓએ તેનુ અપહરણ કરી લીધુ. 14 જૂનની સાંજે પોલીસ અને સેનાના સયુંક્ત દળને ઔરંગઝેબનો મૃતદેહ મળ્યો. તેના માથાં અને ગળા પર ગોળીઓના નિશાન હતાં.

2/5
image

4 જમ્મુ કાશ્મીર લાઈટ ઈન્ફેન્ટરીના ઔરંગઝેબ હાલ શોપિયાના શાદીમાર્ગ સ્થિત 44 રાષ્ટ્રિય રાઈફલમાં તહેનાત હતાં. પુત્રને ગુમાવી ચૂકેલા પિતા મોહમ્મદ હનીફ જો કે હજુ પણ મક્કમ મનોબળ ધરાવે છે અને સેનામાંથી રિટાયર થયેલા આ 55 વર્ષના હનીફ કહે છે કે તેઓ તૂટ્યા નથી. તેમણે ઈન્ડિયન એક્સપ્રેસ સાથે એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે 'મોત તો એક દિવસ આવવાનું જ છે. મેં તેને દેશની સેવા માટે સેનામાં ભરતી કરાવ્યો હતો. એક સૈનિકનું કામ છે કે તે દુશ્મનોનો ખાત્મો કરે કે પછી શહીદ થઈ જાય.'

3/5
image

હનીફ અને રાજા બેગમના 10 સંતાનો છે. જેમાંથી 4 છોકરીઓ છે. ઔરંગઝેબ ચૌથા નંબરે હતો. હનીફનો મોટો પુત્ર મોહમ્મદ કાસિમ સેનામાં કાર્યરત છે. જ્યારે નાના બે પુત્રો મોહમ્મદ તારિક અને મોહમ્મદ શબીર સશ્ત્ર સેનામાં સામેલ થવા માટે તૈયાર છે. તારિકે લેખિત અને શારીરિક પરીક્ષાઓ પાસ કરી લીધી છે. 22 જૂને થનારા મેડિકલ ટેસ્ટ માટે તે પુણેમાં હતો. જ્યારે શબીરે શારીરિક અને મેડિકલ પરીક્ષા પાસ કરી છે. અને લેખિત પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. પરીક્ષા 27 જુલાઈએ છે.

4/5
image

પિતા હનીફે કહ્યું કે 'અમારો પરિવાર સૈનિકોનો પરિવાર છે. પરંતુ તેમના પત્ની અને ઔરંગઝેબના માતા ગુમસુમ અને દુખી છે'. હનીફે કહ્યું કે '14 જૂનની સાંજે લગભગ 4.30 વાગે વિસ્તારમાં તહેનાત એક સૈન્ય યુનિટે તેમના પુત્રના અપહરણના સમાચાર આપ્યાં. '

5/5
image

તેમણે કહ્યું કે 'મારા મોબાઈલ પર એક ફોન આવ્યો અને તેને પત્નીએ ઉઠાવ્યો. ફોન પર બીજી બાજુ ઉર્દૂમાં મારા અંગે પૂછવામાં આવ્યું તો તેણે ફોન કાપી નાખ્યો. ત્યારબાદ મારી પત્ની અને હું નજીકના કાસબલારી ગામ ગયા. ત્યારબાદ મે તે જ નંબર પર ફોન કર્યો. મને ખબર પડી કે ફોન રાષ્ટ્રીય રાઈફલ્સથી આવ્યો હતો. તેમણે મને જણાવ્યું કે ઔરંગઝેબનું અપહરણ થયું છે.' હનીફે કહ્યું કે મેં તે સમયે પત્નીને જણાવ્યું કે 'જેબી નૂ મિલિટન્ટ લે ગયે'. હનીફે કહ્યું કે 'સેનાએ મને 14 જૂનની મધરાતે તેની હત્યાની જાણ કરી. પરંતુ રાજ (પત્ની)ને તેની જાણ 15મી જૂનના રોજ સવારે ખબર પડી જ્યારે સંબંધીઓ ઘરે આવવાના શરૂ થઈ ગયાં.'