World Cup 2023: થઇ ગયું કન્ફોર્મ, બાકી ટૂર્નામેન્ટનો ભાગ નહી હોય આ ખેલાડી, રિપ્લેસમેન્ટની થઇ ગઇ જાહેરાત

Matt Henry: હવે વર્લ્ડ કપમાં માત્ર થોડી જ લીગ મેચો બાકી છે. પરંતુ ભારત સિવાય દરેક ટીમ માટે આ મેચોમાં જીત નોંધાવવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને તે ટીમો માટે જે ટોપ-4ની રેસમાં છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી મોટી મેચો પહેલા જ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાગ્રસ્ત થયેલો મેચ વિનિંગ ખેલાડી હવે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. જો કે તેના રિપ્લેસમેન્ટની પણ જાહેરાત કરવામાં આવી છે.

બહાર થયો આ મેચ વિનર

1/5
image

ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર મેટ હેનરી ઈજાગ્રસ્ત થતાં હવે બાકીની ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે હેનરી દક્ષિણ આફ્રિકા સામેની ટીમની છેલ્લી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. હેમસ્ટ્રિંગના તાણને કારણે તે આ ટૂર્નામેન્ટમાં આગળ રમી શકશે નહીં.

આ ખેલાડી સાથે કરવામાં આવ્યો રિપ્લેસ

2/5
image

મેટ હેનરીના સ્થાને 6 ફૂટ ઉંચા ઘાતક ઝડપી બોલર કાયલ જેમસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ICCની ઈવેન્ટ ટેકનિકલ ટીમે પણ તેની મંજૂરી આપી દીધી છે. જેમ્સન ખૂબ જ ખતરનાક બોલર છે અને તેની હાઇટનો ભરપૂર ફાયદો ઉઠાવે છે.

સારી શરૂઆત બાદ પોતાનો રસ્તો માર્ગ ભટકી ન્યૂઝીલેન્ડની ટીમ

3/5
image

ન્યૂઝીલેન્ડે વર્લ્ડ કપ 2023ની શાનદાર શરૂઆત કરી હતી. ટીમે સતત ચાર મેચ જીતી હતી. પરંતુ ધર્મશાલામાં ભારતે ન્યુઝીલેન્ડના વિજય રથને રોકીને તેને 4 વિકેટથી હરાવ્યું હતું. ત્યારથી, ન્યુઝીલેન્ડ જીતના માર્ગે પરત ફર્યું નથી. ટીમને સતત ત્રણ મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે.

ટોપ-4માં પહોંચવા માટે જીત જરૂરી

4/5
image

ન્યુઝીલેન્ડની ટીમ 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે. ભલે ટીમ ટોપ-4ની રેસમાં યથાવત છે. પરંતુ ક્વોલિફાય થવા માટે ટીમે બાકીની મેચો જીતવી પડશે.

સેમિફાઇનલમાં ભારત

5/5
image

શ્રીલંકાને હરાવીને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. 7 મેચમાં 7 જીત સાથે ટીમે સીધી સેમિફાઇનલની ટિકિટ મેળવી લીધી છે. ટીમ પોઈન્ટ ટેબલમાં પણ અજેય રહીને પ્રથમ સ્થાને છે. વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલ માટે ક્વોલિફાય થનારો ભારત પહેલો દેશ છે.