PHOTOs: અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, જાણો ક્યા કેટલો વરસાદ ખાબક્યો

Gujarat Monsoon 2023: અમદાવાદ શહેરના એસજી હાઈવે, ઈસ્કોન, પ્રહલાદનગર, થલતેજ, માનસી સર્કલ, વસ્ત્રાપુર, સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. 

1/10
image

અમદાવાદ પશ્ચિમના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. જોધપુરમાં 1 કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. જોધપુર ઝોનલમાં 2 ઈંચ, દાણાપીઠમાં 1 ઈંચ, ગોતામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે પાલડી અને ઉસ્માનપુરામાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે.

2/10
image

અમદાવાદમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ પોતાની બેટીંગ ચાલુ રાખી હતી. અને શુક્રવારે સમી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ ગઈ હતી. અમદાવાદના વસ્ત્રાપુર, બોડકદેવ, થલતેજ, એસ.જી હાઈવે, સિંધુ ભવન, માનસી સર્કલ, પ્રહલાદનગર, સરખેજ તેમજ ગોતામાં વરસાદી માહોલ છવાયો હતો. જોકે, અચાનક પડતા આ વરસાદથી ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા હતા.

3/10
image

અમદાવાદમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ બન્યો છે. શહેરના એસજી હાઈવે, ઈસ્કોન, ગુરુદ્વાર અને સોલા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાની ફરિયાદો ઉઠી છે. બીજી બાજુ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ માટે આગામી 24 કલાક માટે અતિભારે આગાહી કરી છે. 

4/10
image

હાલ સમગ્ર ગુજરાતમાં સરેરાશ 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. અમદાવાદમાં બપોર બાદ એકાએક વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. જેમાં વસ્ત્રાપુર, બોડકદેવ, થલતેજ, એસ.જી.હાઈવે, સિંધુ ભવન રો઼ડ તેમજ માનસી સર્કલ, પ્રહલાદનગર, સરખેજ તેમજ ગોતામાં વરસાદી માહોલ છવાયો હતો.

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image