loc

3 મહિનામાં LoC પર એક પણ ગોળી ચાલી નથી, પરંતુ આતંકવાદ વિરુદ્ધ લડાઈ જારીઃ સેના પ્રમુખ

સીઝફાયર ઉલ્લંઘનનો ઉલ્લેખ કરતા જનરલ નરવણેએ કહ્યુ કે, સમજુતી લાગૂ થયા બાદ બન્ને સેનાઓ દ્વારા સરહદ પારથી ગોળીબારીની એક પણ ઘટના થઈ નથી, પરંતુ જમ્મુ સેક્ટરમાં પાકિસ્તાની રેન્જરો સાથે જોડાયેલી એક ઘટના થઈ હતી.

May 29, 2021, 07:58 PM IST

India અને Pakistan માં LoC પર બ્રિગેડ કમાન્ડર લેવલની બેઠક, આ મહત્વના મુદ્દા પર થઈ ચર્ચા

જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર સીઝફાયરનું (Ceasefire) પાલન કરવા માટે ભારત-પાકિસ્તાન (India-Pakistan) એક પગલું આગળ વધ્યા છે. બંને દેશોની સેનાઓએ શુક્રવારના પુંછ-રાવલકોટ ચોકી પર બ્રિગેડિયર સ્તરની બેઠક કરી હતી

Mar 26, 2021, 10:48 PM IST

LoC પર શાંતિ રાખવા માટે ભારત-પાકિસ્તાનના DGMO વચ્ચે થઈ વાત, આ મુદ્દા પર થઈ ચર્ચા

ભારત અને પાકિસ્તાને સંયુક્ત નિવેદન જારી કરી જણાવ્યું કે, સૈન્ય અભિયાનોના ડાયરેક્ટર જનરલ (DGMO) વચ્ચે ચર્ચામાં બન્ને દેશ નિયંત્રણ રેખા (LoC) પર ગોળીબારી ન કરવા પર રાજી થયા છે. 
 

Feb 25, 2021, 04:25 PM IST

LoC પર પાકિસ્તાનની નાપાક હરકત, સીઝફાયર ઉલ્લંઘનમાં ત્રણ જવાન શહીદ

રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ, જેસીઓ સ્વતંત્ર સિંહ, નાયક પ્રેમ બહાદુર ખત્રી અને રાઇફલમેન સુખબીર સિંહ બહાદુર ઈમાનદાર સૈનિક હતા. સર્વોચ્ચ બલિદાન અને કર્તવ્ય પ્રત્યે સમર્પણ માટે રાષ્ટ્ર હંમેશા તેનું ઋણિ રહેશે. 

Nov 27, 2020, 04:31 PM IST

LoC પર ગોળીબારી મુદ્દે ભારતનું કડક વલણ, પાકિસ્તાની રાજદ્વારીને સમન્સ પાઠવ્યું

Ceasefire Violation: સરહદ પાક પાકિસ્તાનની નાપાક હરકત દિવાળી સમયે પણ જારી રહી. પાકની કાયરાના હરકતનો ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાની રાજદ્વારીને સમન્સ પાઠવી વિરોધ નોંધાવ્યો છે. 
 

Nov 14, 2020, 10:03 PM IST

દિવાળી પર ભારતનો બદલો: PAKના 7 સૈનિકોને માર્યા ઠાર, બંકર અને લોન્ચ પેડ કર્યા નષ્ટ

પાકિસ્તાની સૈનિકોએ શુક્રવારના જમ્મૂ કાશ્મીરમાં ઉરી સેક્ટરથી લઇને ગુરેજ સેક્ટર વચ્ચે ઘણા સ્થળો પર નિયંત્રણ રેખા (LoC) પર સંઘર્ષ વિરામ કરારનું ઉલ્લંઘન કર્યું જેના કારણે ત્રણ સુરક્ષાકર્મીઓ સહિત 6 લોકોના મોત થયા છે. પાકિસ્તાની સૈનિકોએ મોર્ટાર ફાયર કર્યા અને અન્ય હથિયારોથી ગોળીબાર કર્યો

Nov 13, 2020, 05:31 PM IST

PAKની નાપાક હરકત કેમેરામાં કેદ, ભારતમાં ઘૂસવાના પ્રયાસમાં લગભગ 300 આતંકી

પાકિસ્તાન (Pakistan) તેની હરકતોને લઇ ક્યારે સુધરવાનું નથી. બોર્ડર પારથી આતંકી (Terrorists) ભારતમાં ઘૂસવાનો પ્રયાસમાં છે. LoC પર અઢી સોથી ત્રણ સો આતંકી હાજર છે. પાકિસ્તાન કેરન સેક્ટરમાં હથિયાર મોકલી રહ્યું છે, પણ અમારી સેના તેના નાપાક ઈરાદાને નિષ્ફળ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

Oct 10, 2020, 02:34 PM IST

કચ્છ: બોર્ડર નજીકના ગામમાં વિમાનોના ચક્કરથી ગામમાં ફફડાટ, પોલીસે આવીને તપાસ કરી તો...

ભચાઉ તાલુકાના તેમજ ભારત- પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા ચોબારી ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ખુબ જ નીચી ઉંચાઇ પર ઉડી રહેલા વિમાનનાં કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. નીચી ઉંચાઇએ ઉડી રહેલા વિમાનના કારણે ખુબ જ અવાજ પેદા થઇ રહ્યો હતો. ગામના ડરેલા લોકોએ સરપંચને જાણ કરતા આખરે સરપંચ ભચાઉ પોલીસને જાણ કરી હતી. જો કે પોલીસ દ્વારા પણ આ અંગે તપાસ કરતા તે પ્લેન વાયુસેનાનું જ હોવાનું સામે આવ્યું હતું. 

Oct 1, 2020, 04:27 PM IST

Exclusive: ચીન સાથે સીમા વિવાદ વચ્ચે પાકિસ્તાને 400 આતંકવાદીઓએ ઘૂસણખોરીનું ઘડ્યું કાવતરું

એક તરફ જ્યાં ભારત  (India) અને ચીન (China)ની સેનાઓ LAC પર એકબીજાની આમને સામને છે, તો બીજી તરફ પાકિસ્તાન (Pakistan)એ આ અવસરનો ફાયદો ઉઠાવતાં લાઇન ઓફ કંટ્રોલ એટલે કે LoC પર આતંકવાદીઓને ભારતમાં ઘૂસણખોરી કરાવવાનું મોટું કાવતરું રચ્યું છે. 

Sep 7, 2020, 06:06 PM IST

આતંકવાદ માટે પાકિસ્તાન-ચીનની 'નવી ડીલ', LoC પર બલૂન રડાર ગોઠવી શકે છે પાક

ભારત વિરૂદ્ધ ચીન અને પાકિસ્તાન મળીને મોટું કાવતરું રચી રહ્યા છે. પાકિસ્તાનની આર્મીએ મોટી સંખ્યામાં SH-15 હોવિત્ઝર તોપનો સોદો ચાઇન નોર્ધન ઇંડસ્ટ્રીઝ કોર્પોરેશનની સાથે કર્યો છે.

Aug 17, 2020, 05:24 PM IST

ગુજરાત-રાજસ્થાન બોર્ડ પાસે ઘૂસણખોરી કરી રહેલા પાકિસ્તાની નાગરિકને BSFએ ઠાર માર્યો

પાકિસ્તાની બોર્ડર પર બીએસએફ (bsf) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બીએસએફએ ઘૂસણખોરી કરી રહેલા એક પાકિસ્તાની નાગરિકને શૂટ કર્યો છે. ગુજરાત-રાજસ્થાનની પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા નજીક ગત મોડી રાત્રે આ બનાવ બન્યો હતો. શુક્રવારે મોડી રાત્રે કચ્છ સરહદ નજીક એક શખ્સ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતો જોવા મળ્યો હતો.

Aug 8, 2020, 01:10 PM IST

LoC પર પ્રથમ વખત થઈ આસામ રાઇફલ્સની રાઇફલ વુમન તૈનાત, મળી આ મોટી જવાબદારી

લાઇન ઓફ કંટ્રોલની એકદમ નજીક હવે સુરક્ષાની મહત્વની જવાબદારી આસામ રાઇફલ્સની રાઇફલ વુમન સંભાળી રહી છે. હાલમાં કરવામાં આવેલા એક નિર્ણય બાદ 10000 ફૂટથી વધારે ઉંચા સાધનના પાસ પર નારકોટિક્સ, નકલી કરેન્સી અને હથિયારોના ચેકિંગનું કામ રાઇફલ વુમનના હાથમાં છે. આ વિસ્તાર પીઓકેની પાસે છે, જ્યાંથી પાકિસ્તાન આતંકવાદીઓ ઘૂસણખોરી કરવાની સાથે સાથે નારકોટિક્સ મોકલવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

Aug 4, 2020, 04:31 PM IST

LOC પર ઘૂસણખોરી નિષ્ફળ, 2 આતંકવાદી ઠાર, બે AK-47 સહિત ગોળા બારૂદ મળી આવ્યા

જમ્મૂ કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયત્ન નિષ્ફળ થયો છે. એલઓસી પર ઘૂસણખોરી કરી રહેલા બે આતંકવાદીઓને સુરક્ષાબળોએ ઠાર માર્યા છે. આતંકવાદીઓ પાસેથી બે AK-47 અને યુદ્ધ જેવી તૈયારીનો સામાન મળી આવ્યો છે.

Jul 11, 2020, 11:31 AM IST

Exclusive! LoC પર મોટી સંખ્યામાં આતંકવાદીઓનો જમાવડો, ભારતીય સેના એલર્ટ

લદ્દાખ  (ladakh) માં ચીની ગલવાન (Galwan valley)થી માંડીને પૈંગાગ વિસ્તારમાં પોતાની સૈનિક ગતિવિધિઓને વધારવામાં લાગી છે. તો બીજી તરફ ભારતીય સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ અનુસાર લાઇન ઓફ કંટ્રોલ એટલે કે LoC પર મોટી સંખ્યામાં આતંકવાદીનો જમાવડો છે.

Jun 27, 2020, 03:42 PM IST

સેનાને મળી મોટી સફળતા, ભારતની સરહદમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહેલા 3 આતંકીઓ ઠાર

ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી છે. સેનાએ 3 ઘૂસણખોરોને ઠાર કર્યા છે. પાકિસ્તાનની આર્મી આ આતંકવાદીઓની ભારતમાં ઘૂસણખોરી કરાવવા માંગતી હતી. 

Jun 1, 2020, 12:26 PM IST

J&K: પાકિસ્તાને ફરી એકવાર કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપી રહી છે જવાબ

જમ્મૂ કાશ્મીરના પૂંછ જિલ્લા (District Poonch)ના કૃષ્ણા ઘાટી (Krishna Ghati) અને નિયંત્રણ રેખાને અડીને આવેલા નૌશેરા સેક્ટર (Nowshera)માં ફરી એકવાર પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.

May 22, 2020, 11:05 AM IST

રોષે ભરાયેલા પાકિસ્તાને LoC પર કર્યું ફાયરિંગ, ઘૂસણખોરીનો કર્યો પ્રયાસ; ભારતે આપ્યો જવાબ

હિઝબુલ મુઝાહિદ્દીનના નેતા રિયાઝ નાયકુના મોત બાદ પાકિસ્તાને બુધવારે બપોરથી એલઓસી પર ગોળીબાર શરૂ કર્યો છે. સૈન્યના સૂત્રોનું કહેવું છે કે, પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારનો જવાબ આપવામાં આવી રહ્યો છે. ગોળીબારની આડમાં આતંકવાદીઓ દ્વારા ઘુસણખોરી કરવાના પ્રયાસની સંભાવના છે, તેથી સેનાએ નિયંત્રણ રેખા પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 400 થી 500 વચ્ચે આતંકવાદીઓને ઘૂસણખોરી માટે તૈયાર રાખવામાં આવ્યા છે. તેમના નિશાના પર સુરક્ષા દળો ઉપરાંત કાશ્મીરીઓ પણ છે, જેઓ વહીવટમાં મહત્વપૂર્ણ હોદ્દા ધરાવે છે.

May 6, 2020, 08:48 PM IST

કોરોના સંકટ વચ્ચે પાકિસ્તાનનું નાપાક ષડયંત્ર, ઘૂસણખોરી માટે LoC પર ભેગા થયા આતંકી

કોરોના વાયરસના ચેપને કારણે લગભગ વિનાશ તરફ આગળ વધી રહેલું પાકિસ્તાન હવે તેના ચેપગ્રસ્ત લોકોને કાશ્મીરમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓને ઇનપુટ પ્રાપ્ત થયા છે કે પીઓકેમાં આતંકવાદીઓ ઉપરાંત મોટી સંખ્યામાં કોરોના વાયરસથી સંક્રમિત પણ કાશ્મીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમનો હેતુ ખીણમાં સંક્રમણ અને ભય ફેલાવવાનો છે.

Apr 22, 2020, 06:32 PM IST

Video: પાકને ભારતીય સેનાનો જવાબ, દુશ્મનના ઠેકાણા પર કર્યો એન્ટી ટેન્ક મિસાઇલથી હુમલો

ભારતીય સેના પ્રમાણે છેલ્લા કેટલાક દિવસમાં પાકિસ્તાન તરફથી સીઝફાયરના ઉલ્લંઘનમાં મોટો વધારો થયો છે. જમ્મૂ-કાશ્મીર પોલીસના ડાયરેક્ટર જનરલ દિલબાગ સિંહ પ્રમાણે, જમ્મૂ-કાશ્મીરમાં સશસ્ત્ર આતંકવાદીઓની ઘુષણખોરી કરાવવા અને શાંતિ ભંગ કરવા માટે પાકિસ્તાન આવી કાયરતાપૂર્વકની હરકતો કરે છે.

Mar 5, 2020, 08:10 PM IST

જમ્મૂ-કાશ્મીરના પ્રવાસ પર આર્મી ચીફ નરવણે, સેનાને કહ્યું- પાકની નાપાક હરકતોનો આપો વળતો જવાબ

જમ્મૂ-કાશ્મીરના પ્રવાસે ગયેલા સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ કમાન્ડરોને આદેશ આપ્યો કે જો પાકિસ્તાની સેના એલઓસી પર કોઈ ઉશકેરવા વાળી કાર્યવાહી કરે તો તેને આક્રમક જવાબ આપવામાં આવે. 

Feb 18, 2020, 08:56 PM IST