બિઝનેસ અને ફેશનની બાબતમાં Nita Ambaniને બરાબર ટક્કર આપે તેવા છે આકાશ અંબાણી સાસુ Mona Mehta

Mona Mehta: દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમની જીવનશૈલી અને કાર્યોના કારણે સતત ચર્ચામાં રહે છે. ખાસ કરીને નીતા અંબાણીની ફેશન ઉડીને આંખે વળગે તેવી હોય છે. અંબાણી પરિવારમાં કોઈપણ પાર્ટી કે પ્રસંગ હોય નીતા અંબાણી જાજરમાન ડ્રેસિંગમાં જોવા મળે છે. જો કે નીતા અંબાણીને આ મામલે બરાબર ટક્કર તેની વેવાણ અને આકાશ અંબાણીની સાસુ આપે છે. 

1/5
image

વર્ષ 2019માં મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મેહતા સાથે થયા હતા. શ્લોકા તેની માતા સાથે ઘણી વખત જોવા મળે છે. નીતા અંબાણીની જેમ વેવાણ મોના મેહતા પણ અલગ અલગ ઈવેન્ટ અને પાર્ટીમાં જોવા મળે છે. 

2/5
image

મોના મેહતાના લગ્ન દેશના સૌથી મોટા ડાયમન્ડના બિઝનેસમેન રસેલ મેહતા સાથે થયા છે. તે રોઝી બ્લૂ કંપનીના એમડી છે. આ કંપની રસેલ મેહતાના પિતા અરુણ મેહતાએ શરુ કરી હતી. 

3/5
image

મોના મેહતા પોતે પણ જ્વેલરી ડિઝાઈનર છે. તે રોઝી બ્લુ ડાયમંડ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ સ્થાન ધરાવે છે અને સાથે જ તે કંપનીની કો ફાઉંડર પણ છે. 

4/5
image

મોના મેહતા બિઝનેસ સંભાળવા સાથે ઘર અને પોતાના 3 બાળકો સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરે છે. તેમનું નામ અનેકવાર ચર્ચામાં રહ્યું છે.

5/5
image

રસેલ મેહતા અને મોના મેહતાની કંપનીના ભારતના 26 શહેરોમાં 36 સ્ટોર છે. આ સિવાય 12 દેશોમાં પણ તેમનો વ્યવસાય છે. તેમની કુલ સંપત્તિ 3000 કરોડ રૂપિયા છે.