gujarat rain

ગુજરાત પર વધુ એક સંકટ, નિષ્ણાતોએ કરી કાતિલ ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી

રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અને આગાહીકારોના મતે ફરી ડિસેમ્બર મહિનામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણના લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠું થવાની સંભાવના એક્સપર્ટસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ડિસેમ્બરની શરૂઆતમાં જ હવાના હળવા દબાણની અસરથી દેશના ઘણા ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. 

Nov 25, 2021, 08:46 AM IST

ગુજરાતનું વાતાવરણ બદલાયું, બનાસકાંઠાના તાલુકામાં કમોસમી વરસાદ તૂટી પડ્યો

ગુજરાતમાં આજથી 3 દિવસ કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ઝરમર તો જૂનાગઢ અને બનાસકાંઠામાં હળવો વરસાદ પડ્યો છે. 

Nov 18, 2021, 07:35 AM IST

કોરુધોકાર ગુજરાતમાં અચાનક આવી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીથી સાવધાન રહેજો

ગુજરાતમાં ચોમાસું (gujarat rain) હવે બારેમાસ બની ગયુ છે, કોઈ પણ મહિનો કે મોસમ કેમ ન હોય, વરસાદ આવી પડે છે. ત્યારે ભરશિયાળે (winter_ ગુજરાતનું હવામાન ફરી એકવાર પલટાવા જઈ રહ્યું છે. હવામાન વિભાગ (weather update) દ્વારા રાજ્યમાં બે દિવસ બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે.  

Nov 15, 2021, 02:39 PM IST

અચાનક આવી ચઢેલા માવઠાએ ખેડૂતોની દિવાળી બગાડી, કપાસ-મગફળી-ડુંગળી પલળી ગઈ

રાજકોટ જિલ્લાના જેતપુરના ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. પહેલા અતિવૃષ્ટિ અને હવે કમોસમી વરસાદનો માર. કચ્છ, મોરબી, દ્વારકા, ભાવનગર રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠામાં માવઠું ગઈકાલે માવઠુ પડ્યુ હતું. જેમાં ખેડૂતો તેમજ વેપારીઓની મગફળી અને કપાસ અને અન્ય પાકને નુકસાન પહોંચ્યુ છે.

Oct 25, 2021, 09:57 AM IST

ગુજરાતમા બેવડી ઋતુનો ચમત્કાર, આ તારીખથી ઠંડીનું જોર વધશે

ગુજરાતમાં મોસમમાં બદલાવ નજર આવવા લાગ્યો છે. રાતમાં હળવી ઠંડી, તો દિવસે તડકો પરેશાન કરી રહ્યો છે. ગુજરાતમાં ચોમાસા (gujarat rain) ની વિદાય થઈ ગઈ છે. આગામી સપ્તાહ સુધી ગુજરાતમાંથી ચોમાસુ એકદમ ગાયબ થઈ જશે. તેના બાદ મોસમમાં તેજીથી પરિવર્તન નજર આવવા લાગશે અને તાપમાનનો પારો ગગડવા માંડશે. હાલ દિવસે હળવી ગરમી અને રાતમાં ઠંડી (winter) ની શરૂઆત થઈ ગઈ છે. આ વચ્ચે આજે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની હવામાન વિભાગ (weather update) ની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 2 દિવસ બાદ ઠંડીનો ચમકારો અનુભવાશે.  

Oct 17, 2021, 10:45 AM IST

સામી દિવાળીએ વલસાડના ખેડૂતોને કુદરતે રડાવ્યા, માત્ર 5 દિવસના વરસાદમાં ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો

  • વલસાડ તાલુકામાં 15 હજાર હેકટર માં થતા ડાંગર ના પાક ને ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે નુકશાન 
  • પવન સાથે પડેલા વરસાદના કારણે ખેડૂતોનો ઉભો પાક જમીન દોસ્ત થયો 

Oct 14, 2021, 11:56 AM IST

ગુજરાતમાં બે ઝોનમાંથી ચોમાસાએ લીધી વિધિવત વિદાય, હવે નહિ આવે વરસાદ

ગુલાબ અને શાહીન વાવાઝોડાના કહેર બાદ આખરે ગુજરાત (gujarat rains) માં વરસાદે વિરામ લીધો છે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદે લોકોને ત્રાહિમામ પોકારી દીધા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે આખરે બ્રેક લીધો છે. ત્યારે વરસાદ મામલે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. આ સાથે જ હવે ચોમાસુ લગભગ પૂર્ણાહુતિના આરે આવી ગયુ છે. સાથે જ નવરાત્રિ (Navratri) પણ સારી જવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે. સાથે જ ચોમાસુ પૂર્ણ થવાના સંકેત પણ હવામાન વિભાગે આપી દીધા છે.

Oct 8, 2021, 07:59 AM IST

‘શાહીન’ની સાઈડ ઈફેક્ટ, આખા અમદાવાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો

શાહીન વાવાઝોડું આજે પાકિસ્તાનના મકરાણના કાંઠે ટકરાવાનુ છે. પરંતુ તેની અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદભરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. પાલડી, નારણપુરા, નવરંગપુરા, યુનિવર્સિટી,શ્યામલ, સેટેલાઇટ, એલિસબ્રિજ, આશ્રમ રોડ, નહેરુનગર, વાસણા, જીવરાજ, વેજલપુર, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ નોઁધાયો છે. 

Oct 2, 2021, 02:28 PM IST

આ દિવસે ગુજરાતમાંથી વિદાય લેશે ચોમાસું, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ

ગુલાબ અને શાહીન વાવાઝોડાના કહેર બાદ આખરે ગુજરાત (gujarat rains) માં વરસાદે વિરામ લીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી અવિરતપણે વરસી રહેલા વરસાદે આખરે બ્રેક લીધો છે. ત્યારે વરસાદ મામલે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. આ સાથે જ હવે ચોમાસુ પૂર્ણ થવાની પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. સાથે જ નવરાત્રિ (Navratri) પણ સારી જવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે. સાથે જ ચોમાસુ પૂર્ણ થવાના સંકેત પણ હવામાન વિભાગે આપી દીધા છે.

Oct 2, 2021, 08:07 AM IST

ગુજરાતીઓ માટે રાહતના સમાચાર, હવે નવરાત્રિમાં પણ નહિ આવે વરસાદ

ગુલાબ અને શાહીન વાવાઝોડાના કહેર બાદ આખરે ગુજરાત (gujarat rains) માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી અવિરતપણે વરસી રહેલા વરસાદે આખરે આજે બ્રેક લીધો છે. ત્યારે વરસાદ મામલે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. આ સાથે જ હવે ચોમાસુ પૂર્ણ થવાની પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. સાથે જ નવરાત્રિ (Navratri) પણ સારી જવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે.

Oct 1, 2021, 02:40 PM IST

જૂનાગઢ : ડેમમાં ડૂબી રહેલા યુવકને મહિલાઓએ દુપટ્ટો નાંખીને બચાવ્યો

હાલ ગુજરાતમાં વાવાઝોડાની અસરને પગલે ચોમેર વરસાદ છે. ભારે વરસાદે તારાજી સર્જી છે. વાવાઝોડાને કારણે જે જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે, તેમાં જૂનાગઢ જિલ્લો પણ સામેલ છે. ત્યારે જૂનાગઢમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જૂનાગઢના ફેમસ વિલિંગ્ડન ડેમમાં ન્હાવા પડેલા એક યુવકનો જીવ સ્થાનિક લોકોએ બચાવ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યો છે. 

Sep 30, 2021, 02:59 PM IST

જામનગરથી આવ્યા ભયાવહ દ્રશ્યો, રંગમતી નદીના પાણીમાં સમાયુ ખોડિયાર માતાજીનું મંદિર

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે શાહીન વાવાઝોડાની અસર થવાની છે. ત્યારે વાવાઝોડાની અસરને પગલે NDRF ની ટીમો તૈનાત કરી દેવાઈ છે. પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, જામનગર, દિવ અને રાજકોટમાં ટીમો તૈનાત કરાઈ છે. NDRFની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સંભવિત વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ પર છે. ત્યારે જામનગરમાં ભારે વરસાદ વચ્ચે ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યાં છે. 

Sep 30, 2021, 11:48 AM IST

ગુજરાતને સપ્ટેમ્બર મહિનો ફળ્યો, રેકોર્ડબ્રેક વરસાદથી પાણીનું સંકટ ટળ્યું

ગુજરાત પરથી શાહીન વાવાઝોડા (cyclone shaheen) નો ખતરો ટળી ગયો છે. હાલ દ્વારકાથી 50 કિમી દરિયામાં દૂર ડિપ્રેશન છે. જે આગામી 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને પાકિસ્તાન તરફ ફંટાઈ જશે. પરંતુ ગુલાબ બાદ શાહીન વાવાઝોડાને કારણે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામા રેકોર્ડબ્રેક વરસાદ (gujarat rain) નોંધાયો છે. રાજ્યમાં સપ્ટેમ્બરના 28 દિવસમાં જ 16 ઈંચ, એટલે કે, 52 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. છેલ્લા દસ વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં વરસેલા વરસાદના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. 

Sep 30, 2021, 09:51 AM IST

તાપી નદીમાં પૂર જેવી સ્થિતિ : રેવા નગરમાં ઘૂસ્યા પાણી, 7 પરિવારોને ખસેડાયા

ગુજરાતના માથા પરથી શાહીન વાવાઝોડા (cyclone shaheen) નું સંકટ તો ટળી ગયુ છે. તેની માત્ર અસર ગુજરાતમાં જોવા મળશે. વાવાઝોડાની અસરના રૂપે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ (gujarat rain) રોકાવાનુ નામ જ નથી લઈ રહ્યો. દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થયા છે. ઉકાઈ ડેમ ઓવરફ્લો થતા તાપી નદીના નીચાણવાળા ભાગમાં રહેતા લોકો પર સંકટ મંડરાઈ રહ્યું છે. 

Sep 30, 2021, 09:24 AM IST

ગુજરાતના માથા પરથી વાવાઝોડાનું સંકટ ટળ્યું, પાકિસ્તાન તરફ ફંટાયું, પણ અસર રહેશે

ગુજરાતના માથા પરથી શાહીન વાવાઝોડાનું સંકટ તો ટળી ગયુ છે. તેની માત્ર અસર ગુજરાતમાં જોવા મળશે. વાવાઝોડાની અસરના રૂપે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ રોકાવાનુ નામ જ નથી લઈ રહ્યો. ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને પગલે મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે. 

Sep 30, 2021, 09:00 AM IST

ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું, ભારે પવન સાથે ‘શાહીન’ ત્રાટકશે

'ગુલાબ' વાવાઝોડું ઓડિશાના સાગરકાંઠે બે દિવસ પહેલાં ટકરાયા બાદ નબળું પડ્યું હતું અને હવે અરબ સાગર તરફ આગળ વધી રહ્યું છે. જો કે ગુલાબ વાવાઝોડં ભલે

Sep 29, 2021, 01:33 PM IST

જામનગરના 4 ડેમ ઓવરફ્લો, નીચાણવાળા ગામોને સાવધ રહેવા ચેતવણી અપાઈ

મધ્યરાત્રિથી સવાર સુધીમાં જામનગર (Jamnagar) માં પણ અવિરત વરસાદ રહ્યો છે. સવારથી બે તાલુકામાં વરસાદ નોંધાયો છે. કાલાવડ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો જામજોધપુર તાલુકામાં પણ 1 ઇંચથી વધુ વરસાદ (heavy rain) નોંધાયો છે. જામનગર જિલ્લામાં ચાલુ સીઝનનો અત્યાર સુધી 125% વરસાદ નોંધાયો છે.

Sep 29, 2021, 11:56 AM IST

ભાવનગરની જીવાદોરી શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલાયા, માલણ નદીમાં પૂર જેવી સ્થિતિ

  • ભાવનગરમાં ભારે વરસાદ વૃક્ષો ધરાશાયી થયા, સવારથી લોકો અટવાયા
  • મહુવામાં 3 ઇંચ તેમજ જિલ્લાના વલભીપુર, જેસર અને શિહોર પંથકમાં 1.5 ઇંચ વરસાદ 

Sep 29, 2021, 11:42 AM IST

આગામી એક કલાક ગુજરાત માટે ભારે, વાવાઝોડા સાથે પૂર જેવા વરસાદની છે આગાહી

ગુજરાતના માથે મેઘ સંકટ તોળાઈ રહ્યું છે. ગુલાબ વાવાઝોડા (Cyclone Gulab) ની અસર જે રીતે ગુજરાતમાં મંગળવાર સાંજથી દેખાઈ રહી છે, તે જોતા ગુજરાતમાં મેઘપ્રલય આવવાની સ્થિતિ ઉભી થઈ છે. તેમાં પણ ગુજરાત (gujarat rain) માટે આગામી એક કલાક ભારે તોફાની બની રહેશે. સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધીના 3 કલાક ગુજરાતના માટે મેઘ જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા હળવા વાવાઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતભરમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદની આગાહી કરાઈ છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. 

Sep 29, 2021, 11:01 AM IST

વલસાડમાં 8 કલાકમાં 15.94 ઈંચ વરસાદ, મધુબન ડેમ છલકાયો

વલસાડ જિલ્લામાં પણ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે ગઈકાલથી જ વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે દિવસ દરમિયાન છુટાછવાયા વરસાદી

Sep 29, 2021, 09:43 AM IST