અમદાવાદની આ શાળામાં મુસ્લિમ છાત્રો પણ કરે છે સંસ્કૃતમાં અભ્યાસ

દેશભરમાંથી જ્યારે સંસ્કૃત ભાષા ધીરે ધીરે ભુલાઈ રહી છે, ત્યારે આજે એક એવી શાળાની વાત કરીએ કે જ્યાં પહેલા ધોરણથી જ વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષાનું જ્ઞાન આપવામાં આવે છે. છેલ્લા 20 વર્ષથી અમદાવાદના નારોલમાં સ્થિત શ્રી અગ્રસેન વિદ્યા મંદિરમાં ખાસ સંસ્કૃત વિષયનો અભ્યાસ કરવામાં આવે છે. 

Dec 5, 2018, 10:22 PM IST

અતુલ તિવારી/અમદાવાદ: દેશભરમાંથી જ્યારે સંસ્કૃત ભાષા ધીરે ધીરે ભુલાઈ રહી છે, ત્યારે આજે એક એવી શાળાની વાત કરીએ કે જ્યાં પહેલા ધોરણથી જ વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષાનું જ્ઞાન આપવામાં આવે છે. છેલ્લા 20 વર્ષથી અમદાવાદના નારોલમાં સ્થિત શ્રી અગ્રસેન વિદ્યા મંદિરમાં ખાસ સંસ્કૃત વિષયનો અભ્યાસ કરવામાં આવે છે. 

1/6

મુસ્લિમ વિદ્યાર્થી પણ અષ્ઠદશશ્લોકી ગીતાનો પાઠ બોલે છે

મુસ્લિમ વિદ્યાર્થી પણ અષ્ઠદશશ્લોકી ગીતાનો પાઠ બોલે છે

હિંદુ બાળકો દ્વારા અષ્ઠદશશ્લોકી ગીતાનો પાઠ બોલવામાં આવે તે સમજી શકાય છે પણ અહીં મુસ્લિમ વિદ્યાર્થી પણ અષ્ઠદશશ્લોકી ગીતાનો પાઠ બોલે છે અને એનો અર્થ પણ સમજાવી જાણે છે. શાળામાં સંસ્કૃતના પાઠ ભણાવવા અને જન્માષ્ટમીના તહેવારમાં કરવામાં આવતી ગૌ પૂજાનો કોઈ પણ માતા - પિતા ખાસ કરીને મુસ્લિમ બાળકોના માતા - પિતા દ્વારા વિરોધ નથી કરાયો જે ખરેખર અનેકતામાં એકતાના દ્રશ્યો જીવંત કરે છે.  

2/6

દાતાઓની મદદથી ચાલે છે શાળા

 દાતાઓની મદદથી ચાલે છે શાળા

શ્રી અગ્રસેન વિદ્યા મંદિરની સ્થાપના 20 વર્ષ પહેલા કરાઈ હતી. શાળાના ટ્રસ્ટી રમેશ અગ્રવાલ જણાવે છે કે સ્થાપના બાદથી અત્યાર સુધી ફંડને લઈને શાળાને અનેક મુશ્કેલીઓ સર્જાઈ પરંતુ સમયાંતરે દાતાઓની મદદથી આજે પણ તેઓ સમાજ સેવાના કાર્યમાં બાળકોના સારા ભવિષ્ય માટે કાર્યરત છે. આ દાતાઓ દ્વારા શાળાના બાળકોને પુસ્તકો અને સ્વેટર પણ પુરા પાડવામાં આવે છે. અમુક દાતાઓ ફી ન ભરી શકતા બાળકોની શાળાની ફી પણ ભરી આપે છે.

3/6

નથી નાત જાતનો ભેદભાવ

 નથી નાત જાતનો ભેદભાવ

કોઈ જાતિગત ભેદભાવ વિના અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે જોવા મળતી સમજ અનોખું દ્રશ્ય ઉભું કરે છે તો સાથે અહીં અભ્યાસ કરતા પહેલા ધોરણના પણ વિદ્યાર્થીઓ અષ્ઠદશશ્લોકી ગીતાનો પાઠ બોલે છે તો સાથે જ મુસ્લિમ બાળકોના માતા - પિતા ને પણ તે અંગેની માહિતી છે. અને તેઓને પણ શાળા દ્વારા અષ્ઠદશશ્લોકી ગીતાનો પાઠ શીખવવામાં આવે તેનાથી કોઈ વાંધો પણ ઉઠાવતો નથી અને સંપૂર્ણપણે આ અંગે શાળાને સમર્થન પણ કરે છે.

4/6

40% વિદ્યાર્થીઓ મુસ્લિમ સમાજના

 40% વિદ્યાર્થીઓ મુસ્લિમ સમાજના

શાળાના ક્લાસમાં બાળકોને બેસવા માટે અહીં નાના ટેબલની વ્યવસ્થા કરાઈ છે તો સાથે જ એક આસન પાથરેલું હોય છે જેની પર બેસીને બાળકોને અભ્યાસ કરવાનો રહે છે પછી તે કોઈ પણ સમુદાયનો કેમ ના હોય.  એકથી આઠમાં ધોરણ સુધી અહીં 350 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમાં 130 એટલે કે આશરે 40% બાળકો એવા છે જે મુસ્લિમ સમુદાયમાંથી આવે છે. બાકીના 220 વિદ્યાર્થીઓ અલગ અલગ ખાસ કરીને હિંદુ સમુદાયમાંથી આવે છે.

5/6

સંસ્કૃત સિવાય યોગા, નૈતિક શિક્ષણ, સંગીત અને શારીરિક શિક્ષણ પણ અભ્યાસ

સંસ્કૃત સિવાય યોગા, નૈતિક શિક્ષણ, સંગીત અને શારીરિક શિક્ષણ પણ અભ્યાસ

આ શાળમાં સંસ્કૃત સિવાય યોગા, નૈતિક શિક્ષણ, સંગીત અને શારીરિક શિક્ષણના વિષયોનો સમાવેશ થાય છે. આ શાળામાં ડોક્ટર કેશવ બલીરામ હેડગેવાર અને માધવ સદાશિવ ગોલવલકરનો ફોટો પણ મુખ્ય હોલમાં જોવા મળે છે. જ્યારે બાળકોના ક્લાસ તરફ આગળ વધીએ ત્યારે દીવાલો પર સુવિચારો પણ લખેલા જોવા મળે છે. 

6/6

મોટી સંખ્યામાં મુસ્લિમ બાળકો કરે છે અભ્યાસ

 મોટી સંખ્યામાં મુસ્લિમ બાળકો કરે છે અભ્યાસ

આ શાળા એટલા માટે ખાસ બની જાય છે કેમ કે, અહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં મુસ્લિમ બાળકો પણ મોટી સંખ્યામાં સંસ્કૃતનો અભ્યાસ કરે છે. શાળામાં શીખવવામાં આવતું અષ્ઠદશશ્લોકી ગીતાનો પાઠ હોય કે પછી જન્માષ્ટમીમાં ઉજવવામાં આવતી ગૌ પૂજા અહીં અભ્યાસ કરનાર તમામ કાર્યક્રમોમાં મુસ્લિમ સમુદાયના તમામ બાળકોની સાથે તેમના માતા પિતા પણ ભાગ લેતા જોવા મળે છે.