Khadir Bet: વિદેશના આયલેન્ડને ટક્કર મારે તેવો છે કચ્છનો ખડીર બેટ, ફોટોગ્રાફીના શોખીન માટે આ જગ્યા સ્વર્ગ સમાન

Khadir Bet: કચ્છ જિલ્લો સફેદ રણ, ઐતિહાસિક મહેલો, ધાર્મિક સ્થળ, સુંદર દરિયાકિનારો, અભ્યારણો, પુરાતત્વિક સ્થળ સહિતના વિવિધ ફરવા લાયક સ્થળનું ઘર છે. અહીંની હસ્તકલા તમને મંત્રમુગ્ધ કરી શકે છે. કચ્છમાં આમ તો ફરવા લાયક અનેક જગ્યાઓ છે પરંતુ કચ્છની કેટલીક જગ્યાઓ એવી છે જેના વિશે લોકો ખૂબ ઓછી માહિતી ધરાવે છે. આજે તમને આ લેખના માધ્યમથી કચ્છની એક આવી જ સુંદર જગ્યા વિશે જણાવીએ.

1/4
image

કચ્છના અફાટ રણની વચ્ચે ખડીર નામનો એક ટાપુ આવેલો છે. ખડીર વિસ્તાર સુંદર રંગો અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે. અહીં પહોંચીને તમે પણ મંત્રમુક્ત થઈ જશો. જો આજ સુધીમાં તમે કચ્છની મુલાકાત લીધી હોય અને ખડીર બેટ ન જોયો હોય તો તમે ખરેખર કંઈ જ જોયું નથી. 

2/4
image

વિદેશોમાં જોવા મળતાં સ્ટોન ટ્રી તમને ખડીર બેટમાં જોવા મળશે. ખડીરબેટના રખાલ વિસ્તારમાં આવા અનેક સ્ટોન ટ્રી આવેલા છે. આ સમગ્ર વિસ્તાર 35 કિમીમાં ફેલાયેલો છે. આ વિસ્તારમાં ઇતિહાસના ઘણા અવશેષો પણ સંગ્રહિત છે.

3/4
image

અફાટ રણ ધરાવતા કચ્છમાં માત્ર ખડીર બેટ એવી જગ્યા છે જે ચોમાસામાંથી બેટમાં ફેરવાઈ જાય છે. રણમાં જાણે સાગર છલકતો હોય તેવો આભાસ અહીં થાય છે. અહીં એવા કુદરતી દ્રશ્યો સર્જાય છે જે તમને જીવનભર માટે યાદ રહી જશે. વરસાદ પછી અહીં જ્યારે પાણી આવે છે તો નયન રમ્ય દૃશ્ય જોવા મળે છે. 

4/4
image

જ્યારે આ પાણી સુકાઈ જાય છે તો ઘણી વખત મીઠાના તળાવ બની જતા હોય છે. આ જગ્યા વિશે ખૂબ ઓછા લોકો જાણે છે પરંતુ જે લોકો ફોટોગ્રાફીના અને એડવેન્ચરના શોખીન હોય છે તેમના માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે અહીં પહોંચ્યા પછી તમે ભલભલા હિલ સ્ટેશનને ભૂલી જશો.