વરસાદની આગાહીની નહીં જોવી પડે રાહ, આ મંદિરે જતા જ ખબર પડી જશે કે ક્યા, ક્યારે અને કેટલો થશે વરસાદ!
નવી દિલ્હીઃ યુપીના કાનપુરમાં એક એવું મંદિર છે જ્યાં ચળચળતા તડકામાં અચાનક પાણીના ટપકા પડવાના શરૂ થઈ જાય છે. જોકે વરસાદ શરૂ થતાની સાથે પાણી ટપકવાનું પણ બંધ થઈ જાય છે. આ મંદિર કાનપુરના ભીતરગાંવ વિસ્તારથી 3 કિમી દૂર બેહટા ગામમાં છે. આ પ્રાચીન મંદિરમાં ભગવાન જગન્નાથની પૂજા થાય છે.
આજે પણ છે એક રહસ્ય
જાણવા મળ્યું છે કે વૈજ્ઞાનિક અને પુરાતત્વ વિશેષજ્ઞોએ મંદિરથી ટપકતા પાણી અંગે તપાસ કરી છે. આ રહસ્યની સદિયો વીતિ ગઈ પરંતુ આજ સુધી કોઈને એ વાતની ખબર નથી પડી કે પાણી ટપકવાનું રહસ્ય છે શું.
મંદિરનો ઈતિહાસ 5 હજાર વર્ષ જૂનો
માનવામાં આવે છે કે મંદિરનો ઈતિહાસ 5 હજાર વર્ષ જૂનો છે. આ મંદિરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા બિરાજમાન છે. આ સિવાય મંદિરમાં પદ્મનાભમની મૂર્તિ પણ સ્થાપિત છે.
ટપકતા પાણીના હિસાબથી જ આવે છે વરસાદ
સ્થાનિકોનું કહેવું છે કે ટપકતા પાણીથી જ વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરાય છે. કહેવાય છે કે મંદિરથી ટપકતા પાણીના હિસાબથી જ વરસાદ આવે છે.
મંદિરના પુજારીએ કહી આ વાત
મંદિરના ઘુમ્મટથી જ્યારે પાણી ઓછુ ટપકે ત્યારે માનવામાં આવે છે કે વરસાદ પણ ઓછો પડશે. જ્યારે પાણી વધુ સમય સુધી ટપક્યું તો માનવામાં આવે છે કે વરસાદ પણ વધુ થશે. પુજારીએ એમ પણ જણાવ્યું કે આ વખતે વરસાદ ઓછો પડશે કારણ કે કેટલાક દિવસોથી પાણી ઓછુ ટપકે છે.
Krrish થી લઈને Shahenshah સુધી, Bollywood ના 7 Superhero હંમેશા Fans ને રહેશે યાદ
પુરી જગન્નાથ મંદિર જેવી જ નીકળે છે રથયાત્રા
જગન્નાથ મંદિર પુરાતત્વ હેઠળ છે. જેવી રથયાત્રા પુરીમાં નીકળે છે તેવી જ રથયાત્રા અહિંયા પણ નીકળે છે. પુરાતત્વ વિભાગના એક અધિકારી અનુસાર મંદિરનું જિર્ણોદ્ધાર 11મી સદી આસપાસ થયું હતું. એટલે મંદિર 9મી સદીથી હોઈ શકે છે.
Trending Photos