ખોટી રીતે રૂપિયા ફેરવતા લોકો પર તવાઈ! ભારત સરકારે આપી સૌથી મોટી ચેતવણી, બંધ થશે આ મોટા 8 એક્સચેન્જ

નવી દિલ્લીઃ આપણે જોયું છેકે, ઘણાં લોકો ગેરકાયદે કે ખોટી રીતે સરકારની આંખોમાં ધૂળ નાંખીને રૂપિયા આમથી તેમ કરતા હોય છે. થોડા ઘણાં નહીં કરોડો રૂપિયા આમથી તેમ થઈ જતાં હોય છે. એ બધા વ્યવહારનો વ્યાપ વધારવા ગઠિયાઓ હવે ક્રિપ્ટો કરન્સીનો સહારો લઈ રહ્યાં છે. આવી સ્થિતિમાં આ પ્રકારની તમામ ગેરરીતિઓ રોકવા અને કૌભાંડો અટકાવવા માટે ભારત સરકારે તૈયારી કરી લીધી છે. જે અંતર્ગત હવે તે એક મોટો નિર્ણય લેવા જાઈ રહી છે. જેંમાં ક્રિપ્ટો કરન્સી સાથે સંલગ્ન મોટી 8 એક્સચેન્જ બંધ કરવાની વિચારણા ચાલી રહી છે. 

ભારત સરકારે 9 વિદેશી વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ સેવાઓને કડક ચેતવણી આપી છે. નાણા મંત્રાલય હેઠળના ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ-ઇન્ડિયાએ આ એક્સચેન્જોને કારણ બતાવો નોટિસ મોકલી છે અને માહિતી ટેકનોલોજી મંત્રાલયએ તેમની વેબસાઇટ્સ પરની લિંક્સ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ કંપનીઓ ભારતમાં ગેરકાયદેસર રીતે કામ કરતી હતી અને ભારતના મની લોન્ડરિંગ કાયદાનું ઉલ્લંઘન કરતી હોવાનું સામે આવ્યું છે. નાણા મંત્રાલયના નિવેદન અનુસાર, ભારતમાં કામ કરતી વખતે, તમામ ક્રિપ્ટો એક્સચેન્જોએ FIU-India સાથે નોંધણી કરાવવી પડશે અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002ના નિયમોનું પાલન કરવું પડશે.

Binance

1/9
image

Binance

Kucoin

2/9
image

Kucoin

Huobi

3/9
image

Huobi

Kraken

4/9
image

Kraken

​Gate.io

5/9
image

​Gate.io

 

Bittrex

6/9
image

Bittrex

 

​Bitstamp

7/9
image

​Bitstamp

 

​MEXC Global

8/9
image

​MEXC Global

 

Bitfinex

9/9
image

Bitfinex