માટીના ગરબા વગર નવરાત્રિ અધૂરી... માર્કેટમાં ફેન્સી ગરબાની ડિમાન્ડ વધી

કાંણાવાળા માટલાની અંદર દીપ પ્રકટાવવામાં આવે એટલે તેને ગરબો કહેવાય

આશ્કા જાની/અમદાવાદ :માતાજીના આરાધનાનુ પર્વ એટલે નવરાત્રિ. બે દિવસ બાદ નવરાત્રિનું પર્વ શરૂ થવાનુ છે. જેમાં નવ દિવસ સુધી ગરબો પ્રગટાવી માતાજીની આરાધના કરવામા આવે છે. ત્યારે અનેક કારીગરો માટીનો ગરબો બનાવવાના કામને આખરી ઓપ આપી રહ્યાં છે. અમદાવાદના પ્રજાપતિ પરિવાર માટીના દેશી ગરબા બનાવવામા વ્યસ્ત બની ગયા છે. માટીના ગરબા બનાવી ટેબ પર કલર કામ અમે ડેકોરેશન કામ કરવામાં આવે છે. આ વર્ષે બજારમાં હાલ નવી ડિઝાઇનવાળા તથા ફેન્સી ગરબા આવ્યા છે. છતા દેશી ગરબાની માંગ યથાવત છે. હજુ પણ લોકો માટીના દેશી ગરબા લેવાનો આગ્રહ રાખે છે અને ઘરે સ્થાપના કરે છે. જો કે આ વર્ષે ગરબાની ખરીદી થોડી મોડી જોવા મળી રહી છે. ખરીદી પ્રમાણમાં ઓછી થઈ રહી છે. સાથે જ આ વર્ષે માટીના ગરબામાં રૂપિયા 5 થી 10 નો વધારો જોવા મળી રહ્યો છે. 
 

1/5
image

કાંણાવાળા માટલાની અંદર દીપ પ્રકટાવવામાં આવે એટલે તેને ગરબો કહેવાય. ગરબો એટલે જેના ગર્ભમાં દીપકનું પ્રાગટ્ય થયુ હોય એ. ગરબાને માથે રાખીને અથવા વચ્ચે રાખીને નૃત્ય કરવુ એટલે નવરાત્રિ.   

2/5
image

3/5
image

4/5
image

5/5
image