Navratri 2022: નવરાત્રિમાં ગુજરાતના આ શક્તિપીઠના દર્શન કરવાથી થઈ જશે બેડો પાર!
નવી દિલ્હીઃ માતાનો પ્રિય તહેવાર એટલે નવરાત્રિ. નવ દિવસ જગતજનની ભજવાનો અવસર આપણને નવરાત્રિમાં મળે છે. આ પાવન દિવસોમાં શક્તિપીઠમાં દર્શન કરવાનું અનેરું મહાત્મ્ય છે. ત્યારે આજે વાત કરીશું ગુજરાતની શક્તિપીઠોની.
ઉમિયાધામ
ઊંઝામાં આવેલું ઉમિયાધામ માતા ઉમિયાનું સ્થાનક છે. જેમાં પાટીદાર સમાજ વિશેષ આસ્થા ધરાવે છે. નોરતામાં આ ધામ ભક્તોની ઉમટી પડે છે. અને ભકતો માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
પાવાગઢ શક્તિપીઠ
પાવાગઢ શક્તિપીઠ પૂર્વ ગુજરાતમાં પાવાગઢ પર્વત પર આવેલી છે. અહીં સતીના જમણા પગની આંગળી અહીં પડી હતી. પાવાગઢ પર માતા મહાકાળી સ્વરૂપે બિરાજમાન છે. આ મહાકાળી સ્વરૂપે જ માતાએ રક્તબીજ નામના રાક્ષસનો સંહાર કર્યો હતો.
ખોડલધામ
આમ તો આ ધામ શક્તિપીઠમાં નથી આવતું પરંતુ તેનો મહિમા અનેરો છે. રાજકોટ નજીક બનેલા ખોડલધામમાં મા ખોડિયાર બિરાજે છે. જેમનામાં લાખો ભક્તો આસ્થા ધરાવે છે. અને નવરાત્રિમાં દર્શન કરે છે.
બહુચરાજી
મધ્ય ગુજરાતમાં આવેલી આ શક્તિપીઠ અનેરું મહત્વ ધરાવે છે. અહીં માતા સતીનો ડાબો હાથ ખરી પડ્યો હતો. અહીં બહુતર માતા બિરાજે છે.જેમનો પુરાણોમાં ઉલ્લેખ પૌરુષત્વ આપનાર દેવી તરીકે કરવામાં આવે છે.
અંબાજી શક્તિપીઠ
બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં આ શક્તિપીઠ આવેલી છે. જ્યાં આરાસુરી મા અંબા બિરાજે છે. પુરાણો અનુસાર આ જગ્યાએ માતા સતીનો હ્રદયનો ભાગ પડ્યો હતો. એટલે જ તેનું મહત્વ સૌથી વધારે છે. અહીં માતાને દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે.
Trending Photos