pavagadh

પાવાગઢ મંદિરમાં પગ મૂકવાની જગ્યા નથી, એકસાથે 2 લાખ ભક્તોની ભીડનો Video થયો વાયરલ 

આજે નવલી નવરાત્રિ (Navratri) નું નવમું નોરતું છે. ત્યારે આજના દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજાઅર્ચના કરવામાં આવે છે. આજના દિવસે માતાને હૃદયથી માતાને યાદ કરવામાં આવે તો જગતની તમામ સિદ્ધિઓના દ્વાર ખુલી જાય છે. માતા  સિદ્ધિદાત્રી કમળ અથવા સિંહ પર સવાર હોય છે. અલૌકિક મુખકાંતિ ધરાવતા માતાજીનાનું દર્શન પાવનકારી છે. માતાને ચાર હાથ છે. જેમાં ચક્ર ગદા શંખ અને કમળ રહેલ છે. માતા સિદ્ધિદાત્રી પાર્વતીનું એક રૂપ છે. માતાજીનું ભજન કરવાથી સાધકને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ત્યારે આવામાં શક્તિપીઠ પાવગઢ (Pavagadh) નો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. જેમાં હકડેઠઠ ભીડ જોઈ શકાય છે.  

Oct 14, 2021, 08:31 AM IST

પાવાગઢમાં જોવા મળ્યા વિચલિત કરતા શ્રદ્ધાના દ્રષ્યો, મંદિર પરિસરમાં મહિલાની હરકત જોઈ લોકો ડઘાઈ ગયા

હાલ નવરાત્રિમાં ઠેર-ઠેર ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને લોકો ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. એવામાં આસો નવરાત્રિમાં પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ભક્તો માં મહાકાળીના દર્શને આવી પહોંચે છે. ત્યારે પાવાગઢ ખાતે નવરાત્રિમાં અદ્ભૂત દ્રષ્યો જોવા મળ્યા હતા

Oct 12, 2021, 06:46 PM IST

નવરાત્રિમાં પાવાગઢ જનારાઓ માટે ખાસ સૂચના, વાહન લઈને નીકળવાના હોય તો ખાસ વાંચી લેજો

કોરોના કાળ બાદ પ્રથમ વખત ભક્તો નવરાત્રિમાં પાવાગઢની મા મહાકાળીના દર્શન કરી શકશે. કોરોના મહામારી બાદ આ વર્ષ પાવાગઢની મહાકાળીના દર્શન કરી શકાશે. આવતીકાલથી શરૂ થતી નવરાત્રિમાં પાવાગઢ જનારા યાત્રાળુઓ પર કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે કે ખાનગી વાહનો 7થી 20 ઓક્ટોબર સુધી માચી જઇ શકશે નહીં.

Oct 6, 2021, 10:28 AM IST

VADODARA: પાવાગઢના ટ્રસ્ટીએ યુવતીને કહ્યું, તુ મને ખુશ કરીદે તને મોટી કંપનીની માલિક બનાવીશ

પાવાગઢ મંદિરનાં મુખ્ય ટ્રસ્ટી અને તેમનાં મિત્ર સામે વડોદરામાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. દિલ્હીથી કાયદાનો અભ્યાસ કરવા આવેલી યુવતીએ ગોત્રી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને આરોપીઓની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરાની ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીને શહેરનાં વાસણા રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં મિટીંગ કરવાના નામે લઇ જઇને કેફી પીણું પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચરનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈન અને પાવાગઢ મંદિરનાં ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે ફરિયાદ નોંધાઇ છે. મુળ હરિયાણાનાં રોહતકની અને વડોદરામાં અભ્યાસ સાથે નોકરી કરતી યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, બંને આરોપીએ જમીનમાં 50 ટકા ભાગ આપવાની અને કંપનીમાં સીઇઓ બનાવવાની લાલચ આપી ફરિયાદ ન કરવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદનાં આધારે કાર્યવાહી હાથ ધરી છે.

Sep 21, 2021, 06:33 PM IST

Pavagadh માં આ હનુમાનજીના દર્શન કરવા માત્રથી પનોતી, આધીવ્યાધી ઉપાધીનો થાય છે નાશ

હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસને લઈ જાંબુઘોડા પાસે આવેલા ઝંડ હનુમાન ખાતે શનિવારને લઈ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી ભક્તો આવી પહોંચ્યા હતા. કોરોનાની ગાઈડલાઈનને અનુસરી દર્શન કર્યા હતા. મંદિર ટ્રસ્ટ અને પોલીસ દ્વારા પાર્કિગ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અહીં જાંબુઘોડા અભયારણ્ય આવેલું છે. આ ઉપરાંત 13 હજાર હેકટરમાં જંગલ પથરાયેલું છે. જેના કારણે સમગ્ર વિસ્તાર જાણે ધરતીએ લીલીછમ ચાદર ઓઢી છે.

Aug 21, 2021, 08:49 PM IST

પાવાગઢના જંગલમાં મળી લાશ, પોસ્ટમોર્ટમ કરવા પહાડ પર ચઢ્યા ડોક્ટરો

  • હાલોલનો યુવક 11 જુલાઈએ રહસ્યમય સંજોગોમાં પાવાગઢ જંગલથી ગુમ થયો હતો
  • મિત્રો સાથે ફરવા ગયેલા યુવકની લાશ આઠ દિવસ બાદ જંગલમાંથી મળી આવી 

Jul 18, 2021, 11:04 AM IST

BJP ના ધારાસભ્ય જુગાર રમતા ઝડપાયા: કેસરીસિંહે પાવાગઢને બનાવ્યું પતાયા, અર્ધનગ્ન યુવતીઓ...

મધ્ય ગુજરાતના ધારાસભ્ય સહિત ખાનદાન નબીરા ઝૂગાર રમતા ઝડપાયા હોવાની સુત્રો પાસેથી માહિતી મળી રહી છે. હાલોલના શિવરાજપુર નજીક આવેલ જીમીરાં રિસોર્ટમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ધારાસભ્ય સાથે ખાનદાન નબીરા હોવાની ચર્ચા ચાલી રહી છે. રિસોર્ટમાં કસીનો ટાઈપ કોઈનથી જુગાર ધામ ચાલી રહ્યું હતું. આ ઉપરાંત હાઇપ્રોફાઇલ યુવતીઓ દ્વારા જુગાર રમાડાતો હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે લાખોની કિંમતના મુદ્દામાલ સાથે ધારાસભ્ય અને નબીરાઓને ઝડપી લીધા હતા. 

Jul 1, 2021, 09:36 PM IST

પાવાગઢ શક્તિપીઠને લાગ્યું કોરોનાનું ગ્રહણ, પ્રવેશદ્વારથી દર્શનાર્થીઓને વિલા મોઢે પરત ફરવું પડ્યું

આજે વૈશાખ સુદ પૂનમનો (બુધ પૂર્ણિમા) પવિત્ર દિવસ છે. ત્યારે શક્તિપીઠો સહિત તમામ ધાર્મિક સ્થાનો પર આ દિવસે દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. કેટલાય શ્રદ્ધાળુઓ મહત્વના ધાર્મિક સ્થાનો પર નિયમિત પૂનમ દર્શનની માનતા કે આસ્થા રાખતા હોય છે

May 26, 2021, 07:01 PM IST

ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા આ ઐતિહાસિક સ્થળોમાં મુલાકાતીઓ માટે પ્રવેશ કરાયો બંધ 

ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ગુરુવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા છે. કોરોનાને કાબૂમાં કરવા માટે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. જે સંલગ્ન હવે પાવાગઢ અને ચાંપાનેર ખાતે આવેલા મોન્યુમેટમાં મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ કરાયો છે. આ ઉપરાંત પાટણમાં આવેલી ઐતિહાસિક અને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામનારી રાણીની વાવમાં પણ આજથી પ્રવેશ બંધ કરાયો છે. 

Apr 16, 2021, 09:17 AM IST

પરિવારનાં ટોર્ચરથી કંટાળેલી વહુએ 8 માસનાં પુત્રને મારી નાખ્યો અને પછી...

તાલુકાના પાવાગઢ નજીક આવેલ મોટી ઉભરવાણ ગામે સગી માતાએ પોતાના જ 8 માસના પુત્રનું ગળુ દબાવી હત્યાં કરી પોતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. સાસરિયા પક્ષ દ્વારા શારીરિક માનસિક  ત્રાસથી કંટાળી પગલું ભર્યાની હકીકત સામે આવી છે. હાલોલ તાલુકાના વાંકડિયા રાઠવા ફળિયાની 24 વર્ષીય રેશ્માના લગ્ન મોટી ઉભરવાણ ગામના  કમલેશ મહેશભાઈ ઉર્ફે મેસલાભાઈ રાઠવા સાથે ત્રણ વર્ષ પહેલા થયા હતા. 

Mar 16, 2021, 11:54 PM IST
The gates of Pavagadh temple are closed for visitors from today PT2M37S

Pavagadh મંદિરના દ્વાર આજથી દર્શનાર્થીઓ માટે બંધ

The gates of Pavagadh temple are closed for visitors from today

Mar 8, 2021, 05:10 PM IST

આગામી છ દિવસમાં પાવાગઢ જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર જરૂર વાંચજો...

આજથી એટલે કે 8 માર્ચ થી 13 માર્ચ સુધી 6 દિવસ પાવાગઢ ખાતે રોપ વે સેવા તેમજ નિજ મંદિર દર્શન બંધ રહેશે. જો કે મહાકાળી માતાજીના દર્શન મંદિરની વેબ સાઇટ પરથી ઘરે બેઠા જ કરી શકાશે.

Mar 8, 2021, 11:22 AM IST

કોરોનાને લીધે પાવાગઢમાં દર વર્ષે યોજાતી પરિક્રમા મોકૂફ

પાવાગઢમાં છેલ્લા પાંચ વર્ષથી માગશર વદ અમાસે આ પરિક્રમા યોજવામાં આવે છે. પરંતુ હાલ રાજ્યમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી આ પરિક્રમા રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 
 

Jan 11, 2021, 09:15 AM IST

જૂનાગઢ રોપ વે પ્રોજેક્ટ: પાવાગઢ કરતા 6 ગણું ભાડુ, આ અમીરોનું પ્રતિક? CMને પત્ર લખાયો

  એશિયાના સૌથી મોટો ગિરનાર ટેમ્પલ રોપવે ચાલુ થયાને એક દિવસ પણ વિત્યો નથી ત્યાં એ મુદ્દે રાજનીતિ શરૂ થઇ ચુકી છે. રવિવારે હજી તો વડાપ્રધાન મોદી દ્વારા ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એક તરફ અંબાજી દર્શનના કારણે લોકોમાં ઉત્સાહ છે. બીજી તરફ ઉષા બ્રેકો કંપનીની ટિકિટના ઉંચા ભાવને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જૂનાગઢવાસીઓનું વર્ષો જુન સ્વપ્ન હતું કે, રોપ વે યોજના સાકાર થાય. જો કે રોપવેની ટિકિટનો ભાવ વધારે હોવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલની ટિકિટના દર 600+ 18% જીએસટી છે. જ્યારે 14 નવેમ્બર બાદ ટિકિટના દર 700+18% જીએસટી સાથે 826 થશે.

Oct 26, 2020, 10:33 PM IST

ગુજરાતમાંથી કોરોના ગયો? પાવાગઢ અને ડાકોરમાં સેંકડો લોકોનાં ટોળા ઉમટી પડ્યાં, તમામ નિયમોના ધજાગરા

ગુજરાતમાં જાણે લોકોનાં મનમાંથી કોરોનાનો ભય જતો રહ્યો હોય અથવા તો કોરોના રોગ જ જતો રહ્યો હોય તેવી રીતે વર્તી રહ્યા છે. સમગ્ર દેશ અને રાજ્યને તબક્કાવાર અનલોક કરવામાં આવ્યા બાદ હવે જનજીવન પાટા પર ચડી રહ્યું છે. તેવામાં ગુજરાતનાં હરવા ફરવા જેવા સ્થળો અને યાત્રાધાન ખાતે લોકો મોટા પ્રમાણમાં ઉમટી પડ્યા છે. પાવાગઢ અને ડાકોર સહિતનાં અનેક પ્રવાસન અને યાત્રાધામ સ્થળો પર લોકો મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. આ ટોળાઓ જાણે કોરોના છે જ નહી તેવી રીતે વર્તી રહ્યા છે. જે ખુબ જ આઘાતજનક છે.

Oct 11, 2020, 11:32 PM IST

પાવાગઢ ખોદકામ દરમિયાન મળ્યો પૃથ્વીરાજ ચૌહાણનો શિલાલેખ, અન્ય કેટલીક ચોંકાવનારી વિગત

પાવાગઢની મુલાકાતે આવેલા કેન્દ્રીય પ્રવાસન મંત્રી પ્રહલાદ પટેલ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, થોડા સમય પહેલા ખોદકામ દરમિયાન મળી આવેલા શિલાલેખ અને અવશેષ પૃથ્વીરાજ ચૌહાણ કાળનાં હોવાનું સંશોધન દરમિયાન સામે આવ્યું છે. ખોદકામ દરમિયાન મળેલા શિલાલેખ પૃથ્વીરાજ ચૌહાણના વંશના હોવાનો ખુલાસો થયો છે. 

Jul 11, 2020, 10:07 PM IST

પાવાગઢમાં ઘર કંકાસથી કંટાળીને સગી જનેતાએ પોતાનાં 2 બાળકોની હત્યા કરી

લોકડાઉનમાં ધીરે ધીરે સરકાર દ્વારા છુટછાટ આપવામાં આવી રહી છે. જો કે લોકડાઉન ખુલતા જ લોકો આર્થિક સ્થિતી, માનસિક સ્થિતી વગેરે કારણોથી આત્મહત્યા, ગૃહ કંકાસ જેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવા જ ઘર કંકાસમાં બે માસુમોએ જીવ પાવાગઢ પોલીસ સ્ટેશન હદનાં રાયણવાડિયા ગામમાં સગી માતાએ ઘર કંકાસથી કંટાળીને સગી જનેતાએ પોતાનાં બે બાળકોને કુવામાં ઘા કરી દીતે ચકચાર મચી જવા પામી છે. પાવાગઢ પોલીસ સ્ટેશન હદનાં રાયણવાડિયા ગામની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

May 21, 2020, 10:14 PM IST
Silver Scam In Pavagadh Mahakali Temple PT3M5S

યાત્રાધામ પાવાગઢના ટ્રસ્ટીઓ દ્વારા ચાંદીનું કૌભાંડ કર્યું હોવાની આશંકા

પંચમહાલ જીલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિ પીઠ એવા પાવાગઢના મહાકાળી મંદીર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા કથિત રૂપે મંદીરના દાનમાં આવતી ચાંદીનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની એક અરજી કલોલના એક અરજદાર દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આ અંગે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની તપાસ કે પગલાં ન ભરાતા હાલ અરજદાર દ્વારા આ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરીયાદ દાખલ કરાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

Feb 12, 2020, 01:35 PM IST
Fire Broke Out In Shop On Halol Pavagadh Road PT41S

હાલોલ પાવાગઢ રોડ પરની દુકાનમાં લાગી ભીષણ આગ, સમગ્ર માલ બળીને ખાખ

હાલોલ પાવાગઢ રોડ પર આવેલ દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સ્પેરપાર્ટની દુકાનમાં લાગી ભીષણ આગ લાગી છે. આગ લાગતા હાલોલ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવાઈ હતી. આગ લાગતા સામગ્રી બળીને ખાખ થયું છે.

Dec 18, 2019, 01:10 PM IST
Pavagadh: Water Logging On Hill Steps Of Temple PT2M11S

પાવાગઢ: ડુંગર પર ચઢવાના પગથિયાં પર ભરાયું વરસાદી પાણી

પાવાગઢ: ભારે વરસાદના કારણે પાવાગઢ ડુંગર પરથી વહેતાં થયાં પાણી.

Aug 27, 2019, 02:25 PM IST