Navratri 2024: આ વખતે મહાઅષ્ટમી પર 50 વર્ષ બાદ અતિ દુર્લભ યોગનો સંયોગ, 3 રાશિવાળાને બનાવશે 'કરોડપતિ', માતાજીની ભરપૂર કૃપા વરસશે!
મહાષ્ટમીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, બુધાદિત્ય રાજયોગનો પણ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષાચાર્યો મુજબ આ યોગ લગભગ 50 વર્ષ બાદ બની રહ્યો છે. મહાષ્ટમી પર બનનારા શુભ યોગ કેટલીક રાશિવાળાને વિશેષ ફળ આપશે. જાણો તે લકી રાશિઓ વિશે.
આ વર્ષે આસો નવરાત્રીની મહાષ્ટમી 11મી ઓક્ટોબરે ઉજવાશે. 3 ઓક્ટોબરથી નવરાત્રીનો તહેવાર શરૂ થયો છે અને 12 ઓક્ટોબરે સમાપન થશે. અષ્ટમી તિથિ પર મહાગૌરીની પૂજા કરવાનું વિધાન છે. આ વર્ષે મહાષ્ટમી ખુબ જ વિશેષ ગણવામાં આવી રહી છે. આ દિવસે મહાષ્ટમીના દિવસે મહાનવમીનો પણ સંયોગ બની રહ્યો છે. મહાષ્ટમી તિથિ 10 ઓક્ટોબરના રોજ સવારે 7.29 વાગે શરૂ થશે જે 11 ઓક્ટોબર સવારે 6.52 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ 6.52 વાગ્યાથી નવમી શરૂ થઈ જશે અને 12 ઓક્ટોબરના રોજ સવારે 5.47 વાગ્યા સુધી નવમી રહેશે. મહાષ્ટમીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, બુધાદિત્ય રાજયોગનો પણ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષાચાર્યો મુજબ આ યોગ લગભગ 50 વર્ષ બાદ બની રહ્યો છે. મહાષ્ટમી પર બનનારા શુભ યોગ કેટલીક રાશિવાળાને વિશેષ ફળ આપશે. જાણો તે લકી રાશિઓ વિશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે મહાષ્ટમી ખુબ લાભકારી સાબિત થઈ શકે છે. જો તમારો કોઈ કારોબાર હોય તો તમને અપાર ધનલાભની શક્યતા છે. તમારા વેપારમાં વિસ્તાર સાથે ધનની પણ બચત થશે. જો તમે નોકરીયાત હોવ તો કાર્યક્ષેત્રમાં અધિકારીઓ તમારા કામને બિરદાવશે. તમે જે પણ યોજનામાં હાથ નાખશો તમને તેમાં સફળતા મળવાની શક્યતા છે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે શારદા નવરાત્રીની અષ્ટમી તિથિ શુભ ફળ આપનારી રહી શકે છે. જો તમે નોકરીની શોધમાં હશો તો તમને સફળતા મળશે. તમારા અધૂરા કાર્યો પૂરા થઈ શકે છે. જો તમે નોકરીયાત હોવ તો સીનિયર્સનો સાથ મળી શકે છે. આ શુભ સંયોગોના પગલે તમારી ઈચ્છાઓ પૂરી થશે અને સાથે પરિવારને પણ સમર્થન પ્રાપ્ત થશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે મહાષ્ટમીની તિથિ શુભ સાબિત થઈ શકે છે. મહાષ્ટમી પર બની રહેલા શુભ યોગોના પ્રભાવથી તમે દેશ વિદેશની મુસાફરીનો લાભ લઈ શકો છો. નોકરીયાતો માટે સમય શુભ રહેશે. કરિયરમાં પ્રગતિ થવાના પ્રબળ યોગ છે. આ સમય દરમિયાન આવકના નવા સ્ત્રોત ઉદ્ભવી શકે છે. જો તમે અગાઉ ક્યાંય રોકાણ કર્યું હશે તો તમને તેનો સારો એવો લાભ મળી શકે છે. સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે છે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos