Dussehra News

રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી નીકળી, દરેક સમાજના લોકોએ આપ્યો ફાળો
ગાંધીનગર (gandhinagar) ના રૂપાલ ગામમાં પરંપરાગત પલ્લી નીકળી હતી. દશેરા ની મોડી રાત્રે મા વરદાયિનીની પલ્લી નીકળી હતી. આ વખતે કોરોના મહામારીને કારણે માત્ર ગામના લોકોની હાજરીમાં જ પલ્લી નીકળી હતી. માતાની પલ્લી મંદિરથી નીકળીને ગામના 27 ચોકમાંથી પસાર થાય છે. આ દરેક ચોકમાં પલ્લી પર ઘી રેડાતું રહે છે. આ માટે ગામમાં આવેલ માતાના સ્થાનને રોશનીથી સજાવાય છે. અને માતાજીની પલ્લી પર લાખો લીટર ઘી ચડાવાય છે. પલ્લીની પ્રથા એવી છે કે, જે લોકોની બાધા પૂરી થઈ હોય તેઓ પલ્લીમાં ઘી ચઢાવે છે. આ ઉપરાંત બાળકો જન્મ્યા હોય, તેમને પણ પલ્લી (rupal ni palli) ના દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે. બાળકોનો જન્મ થયો હતો તેવી મહિલાઓ પલ્લીની સ્તુતિવંદના કરે છે.
Oct 16,2021, 8:44 AM IST
અંબાજીના ચાચર ચોકમાં ગરબાની રમઝટ બોલાઈ, છેલ્લા નોરતે ભક્તિ રસમાં તરબોળ બન્યા ભક્તો
આદ્યશકિત આરાઘનાના પર્વ નવરાત્રિ (Navratri) ના નવમા એટલેકે છેલ્લા નોરતે  સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર (Ambaji Temple) ના ચાચર ચોકમાં ફરી એકવાર ગરબાની ભારે રમઝટ જોવા મળી છે. રાજ્યભરમાં ગત વર્ષે ગરબા મુલત્વી રહ્યા હતા ને ચાલુ વર્ષે પણ મોટી પાર્ટી પ્લોટોમાં ને મોટા મંદિરોમાં ગરબા બંધ રાખવામાં આવ્યા હતા. અને શેરીને સોસાયટીઓમાં સરકારની એસઓપી પ્રમાણે મંજુરી અપાઈ હતી. સાથે રાજ્ય સરકારના નવતર અભિગમ પ્રમાણે મોટા શક્તિપીઠોમાં નવરાત્રિ મહોત્સવનુ સાથે મહાઆરતીનુ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેને લઈ ગત રાત્રિએ નવમાને છેલ્લે નોરતે અંબાજી મંદિરના ચાચર ચોકમાં ખેલૈયાઓ દ્વારા ગરબા (garba) ની રમઝટ બોલાવી હતી.
Oct 15,2021, 8:04 AM IST

Trending news