New Rules from 1st March: 1 માર્ચથી દેશભરમાં લાગૂ થશે નવા નિયમો, કોરોનાના રસીકરણના આગલાં ચરણની સાથે થશે ઘણાં ફેરફાર

નવી દિલ્લીઃ આવતીકાલે 1 માર્ચથી દેશભરમાં નવા નિયમો લાગૂ થઈ જશે. આવતીકાલથી કોરોનાની વેક્સિનેશનો નવો તબક્કો શરૂ થશે. જે અંતર્ગત 60 વર્ષથી મોટી ઉંમરના લોકો અને ગંભીર બીમારીઓથી પીડાતા 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને આ રસી આપવામાં આવશે. આ ઉપરાંત વિજયા બેંક અને દેના બેંકના ગ્રાહકો જુના IFSC કોડથી પૈસાનું ટ્રાંજેક્શન નહીં કરી શકે. બન્ને બેંકોનું બેંક ઓફ બરોડામાં મર્જર થયા બાદ નિયમો બદલાઈ રહ્યાં છે.

આવતીકાલથી કોરોનાની રસીના નવા તબક્કાની શરૂઆત

1/5
image

આવતીકાલે 1 માર્ચથી 60 વર્ષથી મોટી ઉંમરના લોકો અને ગંભીર બીમારીઓથી પીડાતા 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવશે. સરકારી હોસ્પિટલોમાં આ રસીકરણ વિના મુલ્યે કરાશે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં 250 રૂપિયામાં આ રસી આપવામાં આવશે.

વિજયા અને દેના બેંકના ગ્રાહકો માટે અગત્યના સમાચાર

2/5
image

કેન્દ્ર સરકારે વિજયા અને દેના બેંકનું બેંક ઓફ બરોડોમાં મર્જર કરી દીધું છે. બેંકોના મર્જર બાદ આવતીકાલથી એટલેકે, પહેલી માર્ચથી બેંકના નવા નિયમો લાગૂ થશે. એવામાં બેંકના જુના આઈએફએસસી કોડ કામ નહીં કરે. તેથી વિજયા અને દેના બેંકના ગ્રાહકોએ હવે બેંક ઓફ બરોડામાં જઈને નવો IFSC કોડ લેવો પડશે.

નવા કોડ માટે શું કરવું

3/5
image

વિજયા અને દેના બેંકના ગ્રાહક બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઈટ www.bankofbaroda.in પર વિજિટ કરી શકે છે. એ ઉપરાંત બેંક ઓફ બરોડોની નજીકની શાખામાં જઈને પણ જરૂરી દસ્તાવેજ દર્શાવીને નવો IFSC કોડ મેળવી શકે છે.

સિલેંન્ડરનો નવો ભાવ નક્કી થશે

4/5
image

દરેક મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ સિલેંડરનો નવો ભાવ નક્કી કરે છે. કાલથી ઘરેલુ સિલેંડર (ગેસનો બાટલો) તમને કેટલાં રૂપિયામાં મળશે એ નક્કી થશે. દિલ્લીમાં હાલ 14.2 કિલોગ્રામ વાળા ઘરેલું ગેસ સિલેંડરનો ભાવ 794 રૂપિયા છે.

પેટ્રોલ-ડીઝલની કિંમત પર રહેશે નજર

5/5
image

આમ, તો દરરોજ પેટ્રોલ-ડીઝલના નવા ભાવ નક્કી થતા હોય છે. જોકે, ફેબ્રુઆરી મહિનાના છેલ્લાં દિવસે ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. એવામાં આ રાહત માર્ચ મહિનામાં યથાવત રહેશે કે પછી મહિનાની શરૂઆત જ મોંઘવારીની મારથી થશે એ વાત પર દરેકની નજર રહેશે.