ઢોકળા નહીં? આ 6 દેસી વાનગી નીતા-મુકેશ અંબાણીને ખુબ ભાવે છે, ખાસ જાણો

નીતા અંબાણી અને મુકેશ અંબાણી દેશના ફેમસ સેલિબ્રિટી કપલ્સમાંથી એક  છે. પાવર કપલમાં તેમની ગણતરી થાય છે. તેમની લક્ઝરી લાઈફ વિશે તો દરેક જાણે છે. 

1/8
image

તેમની લાઈફસ્ટાઈલની સાથે સાથે ખાવાની ચોઈસ પણ હટકે છે. તેઓ ભારતીય વ્યંજનના શોખીન છે. આ સાથે જ શાકાહારી ડિશ તેમના ભોજનનો મહત્વનો ભાગ છે. આવો જાણીએ તેમને ભોજનમાં શું પસંદ છે.   

1 ઈડલી સંભાર

2/8
image

રિપોર્ટ્સ મુજબ મુકેશ અને નીતા અંબાણીને સાઉથ ઈન્ડિયન ખાવાનું પણ પસંદ છે. તેમાં ઈડલી સંભાર તેમની ફેવરિટ છે. તેઓ દર રવિવારે માટુંગામાં આવેલી કેફે મૈસુરમાંથી આ વાનગી મંગાવીને મજા માણે છે. 

2. ગુજરાતી સ્ટાઈલ દાળ

3/8
image

ગુજરાતી હોવાના નાતે ગુજરાતી ભોજન તો ભાવે જ. તેમને પસંદ છે ગુજરાતી સ્ટાઈલથી બનતી દાળ. 

3. ભારતીય ભોજન

4/8
image

એશિયાના સૌથી ધનિક ગણાતા મુકેશ અંબાણી અને નીતા અંબાણી ઘરમાં બનેલું ભારતીય  ભોજન ખાવાનું જ પસંદ કરે છે. અંબાણી પરિવાર શાકાહારી છે. આથી તેમના ઘરમાં રોજ શાકાહારી ભોજન જ બને છે.   

4. દહીં બટાકા પુરી

5/8
image

ક્યારેક ક્યારેક આ કપલ સ્ટ્રીટ ફૂડ પણ ખાવાનું પસંદ કરે છે. તેઓ દહીં બટાકા પુરી (દહીં પુરી) ખાવાનું ખુબ પસંદ કરે છે. તેઓ મુંબઈના સ્વાતિ સ્નેક્સથી લાવીને કે પછી મોડી રાતે ત્યાં જઈને ખાવાનું પસંદ કરે છે. 

5. ભેળ

6/8
image

મુંબઈકર હોય અને ભેળ પસંદ ન હોય તેવું બની શકે નહીં. મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ ભેલ ખાવાનું પસંદ કરે છે. તે પણ તેઓ સ્વાતિ સ્નેક્સમાંથી ખાવાનું પસંદ કરે છે. 

6. ફ્રેશ જ્યુસ

7/8
image

આ કપલ આખો દિવસ બિઝી રહે છે. આથી પોતાને એનર્જીવાળા રાખવા માટે ફ્રેશ જ્યુસ પીવાનું પસંદ કરે છે. નીતા અંબાણી તો બ્રેકફાસ્ટમાં બીટ રૂટ જ્યુસ પીવાનું પસંદ કરે છે. 

બેલેન્સ ડાયેટ

8/8
image

મુકેશ અંબાણી અને નીતા અંબાણી બેલેન્સ્ડ ડાયેટ ખાવાનું પસંદ કરે છે. જેમાં ઓછી કેલેરી હોય. આથી તેઓ દાળ, રાજમા, સાથે રોટલી કે ભાત વગેરે જ લંચમાં ખાય છે. તે પણ ઘરમાં બનેલા.