Budget 2019: ટેક્સ સ્લેબ ના બદલાયો, પણ આ વસ્તુઓની કિંમત બદલાશે

કેંદ્વીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2019માં ગામડા, ગરીબ, ખેડૂત અને યુવાનો પર ધ્યાન આપ્યું છે. જોકે ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. નાણામંત્રીએ ઘર અને ઇલેક્ટ્રિક વાહન ખરીદતાં વધારાની ટેક્સ છૂટ આપવાની જાહેરાત કરી છે, તો બીજી તરફ અમીરો પર ટેક્સનો થોડો બોજો વધારી દીધો છે. જ્યારે તેમની જાહેરાતોથી કેટલીક વસ્તુઓ સસ્તી થઇ જેનાથી સામાન્ય વ્યક્તિને રાહત મળી શકે છે, પરંતુ કેટલીક એવી જાહેરાત કરવામાં આવી જેથી કેટલીક વસ્તુઓ મોંઘી થઇ શકે છે. 

આ વસ્તુઓ થઇ મોંઘી

1/6
image

મોદી સરકારના આ બજેટ બાદ પેટ્રોલ-ડીઝલ, સોનું કાજૂ મોંઘા થઇ ગયા છે. પેટ્રોલ અને ડીઝલ પર 1 રૂપિયા પ્રતિ લીટરની કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી છે. સોના પર ઇંપોર્ટ ડ્યૂટી 10 ટકાથી વધારીને 12.5 ટકા કરવામાં આવી છે. સોના પર 2.5 ટકા આયાત ડ્યૂટી વધારી દીધી છે જેથી ઘણી વસ્તુઓના ભાવમાં વધારો થશે.

આ વસ્તુઓ થઇ મોંઘી

2/6
image

ઘણી વસ્તુઓ પર આયાત ડ્યૂટીમાં વધારો થતાં તેના ભાવ પણ વધશે. વિદેશથી મંગાવેલા પુસ્તકો પર પાંચ ટકાનો શુલ્ક લાગશે. ઓટો પાર્ટ્સ, સિંથેટિક રબર, પીવીસી, ટાઇલ્સ પણ મોંઘી થશે.

આ વસ્તુઓ થઇ મોંઘી

3/6
image

આ પ્રસ્તાવિત બજેટને લાગૂ થયા બાદ તંમાકુ ઉત્પાદન પણ મોંઘા થઇ જશે. સોના ઉપરાંત ચાંદી અને ચાંદીના આભૂષણ ખરીદવા માટે પણ વધારાના રૂપિયા ખર્ચ થશે. 

આ વસ્તુઓ થઇ મોંઘી

4/6
image

ઓપ્ટિકલ ફાઇબર, સ્ટેનલેસ ઉત્પાદન, એસી, લાઉડસ્પીકર, વીડિયો રેકોર્ડર, સીસીટીવી કેમેરા, વાહનના હોર્ન, સિગરેટ વગેરે મોંઘા થઇ જશે.

આ વસ્તુઓ થઇ જશે સસ્તી

5/6
image

નવા બજેટ બાદ ઇલેક્ટ્રિક કારો સસ્તી થઇ જશે. જોકે આ કારો ચલણમાં નથી પરંતુ ભાવ ઓછો થતાં આ કારોનો ઉપયોગ વધુ થશે. સરકારે ઇ વાહન પર લાગનાર 12 ટકા ટેક્સને ઘટાડીને 5 ટકા કરે દીધો છે. તો બીજી તરફ બજેટ બાદ હોમ લોન લેવી પણ સસ્તી થઇ જશે, એટલે કે ઘર ખરીદવું વધુ વ્યાજબી થશે. સસ્તા ઘર માટે વ્યાજ પર 3.5 લાખ રૂપિયાની છૂટ મળશે. 

આ વસ્તુઓ થઇ જશે સસ્તી

6/6
image

નિર્મલા સીતારમણના આ બજેટ બાદ સાબુ, શેમ્પુ, વાળનું તેલ, ટૂથપેસ્ટ, વિજળીનો  ઘરેલૂ સામાન જેમ કે પંખા, લેમ્પ, બ્રીફકેસ, યાત્રી બેગ, સેનિટરી પેડ, બોટલ, કંટેનર, રસોઇમાં ઉપયોગમાં લેવાતા સામાન વાસણો, ગાદલું, પથારી, ચશ્માની ફ્રેમ, વાંસનું ફર્નિચર, પાસ્તા, અગરબત્તી, નમકીન, નાળિયેર, સેનેટરી નેપકિન પણ સસ્તા થશે.