Actress Early Pregnancy: માત્ર આલિયા જ નહીં આ અભિનેત્રીઓ પણ લગ્નના થોડાક દિવસોમાં થઈ હતી પ્રેગ્રેન્ટ

Alia Bhatt Early Pregnancy: બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથે લગ્ન કર્યાના હજુ બે મહીના બાદ પ્રેગ્નેંસીની જાહેરાત કરી દીધી છે. આજનો દિવસ બોલીવુડના કપુર ખાનદાન માટે ખુબ જ મોટી ખુશખબરી લઈ આવ્યો છે. રણવીર કપૂરના ઘરે ટૂંક સમયમાં પારણું બંધાવા જઈ રહ્યું છે. આલિયા ભટ્ટ પ્રેગન્ટ હોવાના ગુડ ન્યૂઝ આજે સવારે મળ્યાં છે. આલિયાએ પોતે જ પોતાના ઓફિશ્યિલ ઈન્સ્ટાગ્રામ પર પોતે પ્રેગન્ટેન્ટ હોવાની તસવીર શેયર કરીને ચાહકોને આ ખુશ ખબર આપી છે. જો કે, આલિયા પહેલા અન્ય ઘણી અભિનેત્રીઓ લગ્નના થોડા દિવસો પછી પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે અને તેમની કારકિર્દી પર રોક રાખીને બાળકોને જન્મ આપી ચૂકી છે.

1/6
image

અભિનેત્રી નતાશા સ્તાંકોવિક અને ભારતીય ટીમના ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પણ લગ્ન પહેલા પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. નતાશા પ્રેગ્નન્સીના સમયગાળા દરમિયાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતી અને તેણે તેના બેબી બમ્પની એકથી વધુ અદભૂત તસવીરો ચાહકો સાથે શેર કરી હતી.

2/6
image

બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયા પણ આ લિસ્ટમાં સામેલ છે. ફિલ્મોમાં અલગ-અલગ પાત્રો ભજવનાર નેહાએ 10 મે 2018ના રોજ પોતાના બોયફ્રેન્ડ અંગદ બેદી સાથે ગુપચૂપ રીતે લગ્ન કર્યા હતા. 'નો ફિલ્ટર નેહા' નામના ફેમસ શોમાં અભિનેત્રી નેહા ધુનિયાએ કબૂલ્યું હતું કે તે લગ્ન પહેલા જ ગર્ભવતી થઈ ગઈ હતી. અંગદ સાથેના લગ્નના થોડા જ મહિનામાં નેહાએ પુત્રીને જન્મ આપ્યો હતો.

3/6
image

15 માર્ચ 2011ના રોજ કોંકણાએ એક પુત્રને જન્મ આપ્યો, જ્યારે તેમના લગ્ન 3 સપ્ટેમ્બર 2010ના રોજ થયા હતા. લગ્નના છ મહિના પછી જ બાળકના જન્મથી સ્પષ્ટ થઈ ગયું હતું કે કોંકણા લગ્ન પહેલા જ ગર્ભવતી થઈ ગઈ હતી.

4/6
image

બોલિવુડ અભિનેત્રી દિયા મિર્ઝાએ પણ લગ્નના થોડા દિવસો બાદ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. સગર્ભાવસ્થાની તમામ મુશ્કેલીઓ પછી દિયા મિર્ઝાએ પુત્રને જન્મ આપ્યો. દિયા મિર્ઝાએ આ વર્ષે 15 ફેબ્રુઆરીએ બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. દિયા મિર્ઝા અને વૈભવ બંનેના આ બીજા લગ્ન છે. દિયા મિર્ઝાએ વૈભવ સાથે લગ્ન કર્યાના ચાર મહિના બાદ જ પુત્રને જન્મ આપ્યો હતો. એવું કહેવાય છે કે દિયા મિર્ઝાએ પ્રેગ્નેન્સીમાં જ વૈભવ સાથે સાત ફેરા લીધા હતા.

5/6
image

અભિનેત્રી અમૃતા અરોરાનું નામ પણ આ યાદીમાં સામેલ છે. અમૃતા અરોરા લાંબા સમયથી શકીલ લડાકને ડેટ કરી રહી હતી. જેના કારણે તે પ્રેગ્નન્ટ થઈ ગઈ અને આ સમાચાર જાણતા જ અમૃતા અરોરાએ વર્ષ 2009માં બિઝનેસમેન શકીલ લડાક સાથે લગ્ન કર્યા અને તેના થોડા મહિના પછી જ તે માતા બની ગઈ.

6/6
image

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટનું છે. આલિયા ભટ્ટે લગ્નના બીજા મહિનામાં કપૂર પરિવારને ખુશખબર આપી છે. આલિયા ભટ્ટે તેની સોનોગ્રાફી દરમિયાન રણબીર કપૂર સાથેની એક સુંદર તસવીર ચાહકો સાથે શેર કરી છે અને તેના આવનાર બાળકની જાહેરાત કરી છે. તસવીરમાં આલિયાની ખુશી પર બધાની નજરો અટકેલી છે.