આ છે બોલિવૂડના બેસ્ટ ફ્રેન્ડ્સ, જુઓ PICS

Aug 4, 2019, 04:46 PM IST

આજે ફ્રેન્ડશિપ ડે છે ત્યારે ચાલો જાણીએ બોલિવૂડના બેસ્ટ ફ્રેન્ડ્સ વિશે...

1/10

અર્જુન કપૂર અને રણવીર સિંહ વચ્ચે સારી મિત્રતા છે. તેઓ ઘણીવાર એકસાથે ક્વોલિટી ટાઇમ પસાર કરતા જોવા મળે છે. 

2/10

શાહરૂખ ખાન અને સલમાન ખાન વચ્ચે સારી મિત્રતા છે. તેઓ ઘણીવાર એકબીજાના પ્રોજેક્ટને પ્રમોટ કરતા જોવા મળે છે. 

3/10

ફરાહ ખાન અને તબ્બુ બહુ જુના મિત્રો છે. તેમની સાનિયા મિર્ઝા સાથે પણ સારી મિત્રતા છે અને તેઓ અવારનવાર એકસાથે જોવા મળે છે. 

4/10

દીપિકા પાદુકોણ આજે ટોચની  હિરોઇન બની ગઈ છે પણ આમ છતાં તેની અને સુહાના ગોસ્વામીની મોડલિંગના સમયની મિત્રતા જળવાયેલી છે. 

5/10

હાલના સ્ટાર કિડ્સમાં સુહાના ખાન, અનન્યા પાંડે તેમજ સનાયા કપૂર બાળપણના મિત્રો છે અને સોશિયલ મીડિયા પરની તસવીરો આ વાતનો પુરાવો છે. 

6/10

અભિષેક બચ્ચન અને સિકંદર ખેર વચ્ચે પણ બાળપણથી મિત્રતા છે. તેમની આ મિત્રતા હજી જળવાયેલી છે. 

7/10

ડેની અને જેકી શ્રોફ પણ રિયલ લાઇફમાં સારા મિત્રો છે. તેમના બાળકો પણ રિયલ લાઇફમાં બેસ્ટ ફ્રેન્ડ છે. 

8/10

90ના દાયકામાં એકસાથે અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલા જુહી ચાવલા અને શાહરૂક ખાન રિયલ લાઇફમાં પણ સારા મિત્રો છે. તેમની મિત્રતા એટલી ગાઢ છે કે તેઓ એકસાથે બિઝનેસ પણ કરે છે. 

9/10

બોલિવૂડની ગર્લગેંગની મિત્રતા જાણીતી છે.આ ગર્લગેંગમાં મલાઇકા અરોરા, કરિશ્મા કપૂર, અમૃતા અરોરા અને કરીના કપૂર ખાનનો સમાવેશ થાય છે. આ સૌથી ગ્લેમરસ ગેંગ છે. 

10/10

બોલિવૂડની એક્ટ્રેસ દિવંગત નંદા, હેલન, વહિદા રહેમાન, સાધના અને આશા પારેખ વચ્ચે કમાલની મિત્રતા છે.