ગ્રાહકો માટે ખુશખબરી, હવે માત્ર 5 રૂપિયામાં પણ ખરીદી શકો છો GOLD

સોનાના ભાવ આકાશને આંબી રહ્યા છે ત્યારે અમેઝોન ઇન્ડિયા પોતાના ગ્રાહકોને ફક્ત 5 રૂપિયામાં સોનું ખરીદવાની તક આપી રહ્યું છે.

નવી દિલ્હી: જો તમે પણ અત્યાર સોનું (Gold) ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ તમારે માટે સોનેરી તક છે. દિગ્ગજ ઇ-કોમર્સ કંપની અમેઝોન ઇન્ડિયા (Amazon)એ પોતાના ગ્રાહકો માટે એક ખાસ સ્કીમની જાહેરાત કરી છે, જેના દ્વારા તમે ફક્ત 5 રૂપિયામાં પણ ગોલ્ડ ખરીદી શકો છો. ગોલ્ડના ભાવ આકાઅશને આંબી રહ્યા છે ત્યારે અમેઝોન ઇન્ડિયા પોતાના ગ્રાહકોને ફક્ત 5 રૂપિયામાં સોનું ખરીદવાની તક આપી રહ્યું છે. 

1/5

અમેઝોન પેએ લોન્ચ કર્યું Gold Vault

અમેઝોન પેએ લોન્ચ કર્યું Gold Vault

અમેઝોન પે (Amazon Pay) એ ગ્રાહકો માટે ડિજિટલ ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફીચર 'ગોલ્ડ વોલ્ટ' (Gold Vault) લોન્ચ કર્યું છે. કંપનીએ નિવેદન જાહેર કરતાં જણાવ્યું કે આ સર્વિસ માટે કંપનીએ સેફગોલ્ડ (SafeGold)ના સાથે ભાગીદારી કરી છે. 

2/5

Paytm ને આપશે ટક્કર

Paytm ને આપશે ટક્કર

યૂઝર્સ ગોલ્ડ વોલ્ટ દ્વારા ઓછામાં ઓછા 5 રૂપિયામાં ડિજિટલ સોનું (Gold) ખરીદી શકો છો. અમેઝોનનું આ નવું ફીચર આવ્યા પછી કંપની પેટીએમ  (Paytm), ફોનપે (Phone Pay) જેવી ઘણી એપને આકરી ટક્કર અપી શકે છે. અત્યારે પેટીએમ પર લોકો ખૂબ ડિજિટલ ગોલ્ડ ખરીદવાનું પસંદ કરે છે. 

3/5

ફક્ત 5 રૂપિયામાં ખરીદી શકશો GOLD

ફક્ત 5 રૂપિયામાં ખરીદી શકશો GOLD

અમેઝોન કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે અમે અમારા ગ્રાહકોના અનુભવને સારો બનાવવા માટે નવા-નવા ઇનોવેશન કરીએ છીએ. અત્યારે માર્કેટમાં ગોલ્ડના ભાવ દરરોજ વધી રહ્યા છે. એવામાં ઘણીવાર ગ્રાહકોની પાસે એટલા પૈસા હોતા નથી કે તે સોનું ખરીદી શકે. તેને ધ્યાનમાં રાખતાં અમેઝોન પે ડિજિટલ ગોલ્ડ કાઢ્યું છે. 

4/5

સોનું 'ખરીદવા' અને 'વેચવાની'ની હશે આઝાદી

સોનું 'ખરીદવા' અને 'વેચવાની'ની હશે આઝાદી

કંપનીએ આ પ્લેટફોર્મ પર ગ્રાહકોને સોનું ખરીદવા અને વેચવાની આઝાદી હશે. આ પહેલાં પેટીમ અને ફોનપે બંને 2017માં પોતાના પ્લેટફોર્મ પર ડિજિટલ ગોલ્ડની ઓફર શરૂ કરી હતી, જ્યારે ગુરૂગ્રામ સ્થિત મોબિક્વિકએ 2018માં આ સુવિધા લોન્ચ કરી હતી અને ગૂગલ પે એપ્રિલમાં ઉપયોગકર્તાઓને ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવાની પરમિશન આપી. 

5/5

આ પ્રકારે ખરીદી શકો છો ગોલ્ડ

આ પ્રકારે ખરીદી શકો છો ગોલ્ડ

Gold Vault માં ગ્રાહકોને ક્યારેય પણ સોનું ખરીદવા અને વેચવાની સુવિધા રહેશે. તે ન્યૂનતમ 5 રૂપિયાથી પણ સોનું ખરીદી શકે છે. ગ્રાહક અમેઝોન પે પર જઇને 'ગોલ્ડ વોલ્ટ'ના વિકલ્પ પર ક્લિક કરીને સોનું ખરીદી શકે છે.