સુહાગરાતમાં દુલ્હા-દુલ્હન કેમ ખાય છે પાન? જાણો પાનના પ્રકાર અને 5 થી લઈને 50 હજાર સુધીના પાનની ખાસિયત

મુખવાથી શરૂ થયેલ પાનનું ચલણ આજે વ્યાપાર બની ગયો છે.અને એ પણ કરોડોના ટર્ન ઓવરનું.શોખ આજે વ્યસન બની ગયું છે.લોકો પાનના આદી બની ગયા છે.અને એટલે જ આજે પાનના અવનવા પ્રકાર જોવા મળે છે. પાનના મુખ્યત્વ કપૂરી, બંગલા, મઘઇ, માંગરોળી, મદ્રાસી, એવલી, મલબારી, ચોરવાડી, બનારસી બંગલા, કલકત્તી, અંબાડી, કરિયેલ જેવા પ્રકાર હોય છે.જેમાં 10 રૂપિયાથી લઈને 20,  30 જ નહીં 5૦૦, હજાર અને 5૦ હજાર રૂપિયા સુધીનાં પાન જોવા મળે છે.ત્યારે આવો જાણીએ કે 5 હજારના પાનમાં શું હોય છે ખાસ...

નરેશ ધારાણી, અમદાવાદઃ પહેલાંના સમયમાં પાનનું ખુબ જ ચલણ હતું. રાજા-મહારાજા હોય કે મુગલ શાસન તમને દરેક સમયમાં હંમેશા પાનની બોલબાલા રહી છે. સુહાગરાત પર પણ દુલ્હા-દુલ્હન પાન ખાતા હોય છે. શું તમે જાણો છોકે, આ પરંપરા શા માટે અમલમાં આવી. અને આના પાછળનું કારણ શું છે? પાન ખાવાના ફાયદા શું છે? આવા અનેક સવાલોના જવાબ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.

મુખવાથી શરૂ થયેલ પાનનું ચલણ આજે વ્યાપાર બની ગયો છે.અને એ પણ કરોડોના ટર્ન ઓવરનું.શોખ આજે વ્યસન બની ગયું છે.લોકો પાનના આદી બની ગયા છે.અને એટલે જ આજે પાનના અવનવા પ્રકાર જોવા મળે છે. પાનના મુખ્યત્વ કપૂરી, બંગલા, મઘઇ, માંગરોળી, મદ્રાસી, એવલી, મલબારી, ચોરવાડી, બનારસી બંગલા, કલકત્તી, અંબાડી, કરિયેલ જેવા પ્રકાર હોય છે.જેમાં 10 રૂપિયાથી લઈને 20, 30 જ નહીં 500, હજાર અને 50 હજાર રૂપિયા સુધીનાં પાન જોવા મળે છે.ત્યારે આવો જાણીએ કે 5 હજારના પાનમાં શું હોય છે ખાસ


 

રોલ્સ રોયસમાં જતા હતા મહારાજ સયાજીરાવ ગાયકવાડ માટે પાન

1/9
image

મહારાજ સયાજીરાવ ગાયકવાડના સમયથી વડોદરામાં પાનની શરૂઆત થઈ હતી.તે સમયે ફક્ત કપુરી પાન કાથો, ચુનો અને સોપારી નાખીને આપવામાં આવતુ હતુ.જેમાં લવિંગ, તજ, એલચીનો પાવડર નાખવામાં આવતો હતો.ત્યારેમહારાજા સયાજીરાવ ગાયકવાડ લહેરીપુરા પાસે આવેલી પાનની દુકાનમાંથી પાન લેવા માટે પોતાની રોલ્સ રોયસ મોકલાવતા હતા. રોલ્સ રોયસમાં આવેલ વ્યક્ત ચાંદીની પેટીમાં તાજુ પાન મહારાજા માટે લઈ જતી હતી.

સુહાગરાતમાં કેમ ખવાય છે પાન?

2/9
image

સામાન્ય રીતે ફર્સ્ટ નાઇટમાં પતિને ગ્લાસ ભરીને દૂધ આપવામાં આવતું હોય છે.પરંતુ આજકાલ ફસ્ટ નાઈટમાં પાન આપવામાં આવે છે.અને એપ કેટલાનું 5 હજાર રૂપિયાનું.એમાં પણ પુરુષ અને સ્ત્રી માટે અલગ અલગ પાન હોય છે. આ પાન આયુર્વેદિક ઓસડિયાં નાખીને બનાવવામાં આવે છે. મીઠા પાનમાં આવે એ ચેરી, ગુલકંદ, ટૂટીફ્રૂટીથી લઈને કોપરું અને ડ્રાયફ્રૂટ્સ તો હોય જ છે.પરંતુ તેની સાથે આ પાનમાં આયુર્વેદનાં એવાં ઓસડિયાં નાખીને બનાવાય છે જેનાથી ઉત્તેજના વધે છે.એટલે આ પાન ખાસ નવ યુગલને આપવામાં આવે છે.આ પાનને પણ કોહિનૂર, અનાડી પાન, પલંગ તોડ પાન જેવા વિવિધ નામથી ઓળખવામાં આવે છે.આ પાનની અસર બે દવસ સુધી રહે છે.પણ તેને ખાધા બાદ તમે થૂંકી નથી શકતા.આખું પાન તમારે ખાઈ જવું પડે છે.

પુરુષ અને મહિલા માટે અલગ અલગ પાન

3/9
image

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પાનની પણ બે વેરયટી છે એક પુરુષ માટે બીજી મહિલા માટે. પુરુષો માટે તૈયાર કરવામાં આવેલ આ પાનમાં ખુબ જ કિંમતી મસ્ક એટલે કે કસ્તુરી, કેસર અને લિક્વિડ ફ્રેગરેન્સ, ગુલાબ પણ નાખવામાં આવે છે. તે ઉપરાંત કેટલાક સીક્રેટ ઇન્ગ્રીડિયંટ પણ નાખવામાં આવે છે.તો મહિલા માટેના પાનમાં ગુલાબ, સફેદ મુસલી, કેસર ઉપરાંત સેક્સ્યુઅલ ઇચ્છાઓને જાગ્રત કરતી જડિબુટ્ટીઓ સહિત સીક્રેટ ઇન્ગ્રીડિયંટ નાખવામાં આવે છે. આ પાનમાં એવી તમામ વસ્તુઓ હોય છે જે સેક્સ લાઇફને ઉત્તમ બનાવે છે.

 

 

 

Muhammad Bin Tughlaq માટે બની ખાસ ડિશ, અને આ રીતે ભારતમાં થઈ સ્વાદના સમ્રાટ સમોસાની એન્ટ્રી...

લગ્નની સિઝનમાં અગાઉથી આપવા પડે છે આ પાનના ઓર્ડર

4/9
image

પુરુષ અને મહિલા માટે અલગ અલગ પાન હોય છે. લગ્નની સિઝનમાં પાનના ગલ્લાવાળોઓ પાસે અગાઉથી આ પાન માટે ઓર્ડર લખાવા પડે છે.પરંત આ પાન તમામ ગલ્લાવાળા પાસે નથી મળતા.પરંતુ કેટલાક ખાસ એવા ગલ્લાવાળા છે જેઓ આ સહાગરાત પાન તૈયાર કરતા હોય છે.

 

 

Day Wise Lucky Color To Wear: કયા વારે કયા કલરના કપડાં પહેરવા? જાણો શું છે કપડાંના કલર અને વારનું કનેક્શન

6 મહિના સુધી નથી બગડતું આર્યુવૈદિક પાન

5/9
image

તમાકુવાળાં કે મીઠા પાન તો દેશભરમાં ગમે ત્યાં મળી જાય છે.પરંતુ વડોદરાના શ્રી પાનમાં મળે છે ખાસ આયુર્વેદિક પાન.જે 180 દિવસ સુધી બગડતું નથી.આ પાનમાં સોપારી કે અન્ય કોઈ એવી સામગ્રી નથી વાપરવામાં આવતી જે શરીરને નુકસાન કરે. આ પાનમાં આયુર્વેદિક ઓસડિયાં અને તેજાનાનો વપરાશ થાય છે.એમા પણ સૌથી મોંઘા પાનમાં પ્યૉર કેસર, કસ્તુરી, સોનાચાંદીના વરખથી માંડીને સુવર્ણભસ્મ જેવી ઔષધીઓનો ઉપયોગ કરવામાં આવે છે.આ ખાસ પાનની વિદેશોમાં પણ ડિમાન્ડ જોવા મળે છે.

 

 

 

રામાયણ, મહાભારત અને છેક ભગવાન શિવ સાથે જોડાયેલાં છે પાનના તાર...જાણો કેમ ખાસ-ઓ-આમ દરેકની પહેલી પસંદ છે પાન

100થી વધુ વેરાયટીના પાન મળે છે માર્કેટમાં

6/9
image

વર્તમાંન સમયમાં શહેરીજનો માટે ચાંદીના વરખ સાથેનું શિંગોડા પાન જાણે કે આદતનો ભાગ બની ગયુ છે. નવી પેઢીના બાળકો ચોકલેટ પાન, રસમલાઇ પાન, મિક્સ ફ્રુટનું પાન ખાય છે. શહેરમાં વર્તમાન સમયમાં પાનની વેરાયીટિ 100થી વધુ જાતની મળે છે.જેને લોકો શોખથી ખાય છે.

 

 

Jail Life: કેવું હોય છે જેલનું જીવન? કેવી હોય છે કેદીઓની દિનચર્યા? શું કેદીઓને Weekly Off મળે છે? જાણો કેદીઓને મળે છે કેટલો પગાર...

સોના ચાંદીની વરખવાળા પાન પણ છે ખાસ

7/9
image

સાદા અને તમાકુવાળા સહિત મીઠા પાનનું ખુબ ચલણ છે.પરંતુ સોના-ચાંદીની વરખવાળા પાનની ડિમાન્ડ ખુબ જોવા મળી રહી છે. આ પાન થોડા મોંઘા હોય છે એટલે રૂટિનમાં નથી ખવાતા. પરંતુ લગ્ન સહિતના શુભ પ્રસંગોમાં સોના-ચાંદીનો વરખ લગાવેલા પાન ખવાતા હોય છે.

 

 

અહીં દેવાધિદેવ મહાદેવ પણ આવે છે સ્નાન કરવા, જાણો કુંભના મેળામાં શાહી સ્નાનનો શું છે મહિમા

ક્યારેય ખાધું છે ફાયર પાન?

8/9
image

આગ સાથે ધુમાડા કાઢતું ગરમા ગરમ પાન ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.મોટા શહેરમાં વધારે પ્રખ્યાત ફાયર પાન મોઢામાં મુકતા આગ ઓલવાઈ જાય છે.પરંતુ પાનનો અન્ય પાન કરતા સ્વાદ ઘણો જ અલગ હોય છે.આ પાન પુરુષ, મહિલાઓ અને બાળક ખાવાનું પસંદ કરે છે.આ પાનમાં જે મસાલો નાખવામાં આવે છે તે સંપૂર્ણપણે હર્બલ અને આયુર્વેદિક હોય છે.

ચોકલેટવાળું કે આઇસક્રીમવાળું પાન ખાધું છે ક્યારેય?

9/9
image

મીઠું પાન એટલે ડ્રાયફ્રૂટ્સ, ગુલકંદ, કોપરું, ચેરી, મીઠી સોપારી નાખેલું હોય છે.પરંતુ આજે કેટલા પાનના ગલ્લા વાળા ચોકલે અને આઈસક્રીમવાળું પાન પણ વેચે છે.જે ખાસ નાના બાળકો માટે બનાવવામાં આવે છે.જેમાં ચૉકલેટના બે-ચાર ટુકડા નાખીને કે આઇસક્રીમમાં પાન ઝબોળીને આપવામાં આવે છે.પચીસ રૂપિયાનું ચૉકલેટ પાન બે વ્યક્તિ અને ત્રીસ રૂપિયામાં મળતું આઇસક્રીમ પાન ચાર વ્યક્તિ ખાઈ શકે છે.

 

 

 

ગબ્બર સિંગ હોય કે મોગેમ્બો, લાયન હોય કે શાકાલનું પાત્ર, બોલીવુડના આ ખૂંખાર ખલનાયકોની અદભુત અદાકારી હંમેશા યાદ રહેશે