ગુજરાતમાં અહીં પુરુષો પગની આંટી વાળીને કરે છે ખાસ ગરબા, મહિલાઓને રમવા પર છે પ્રતિબંધ

Navratri 2023 : ગુજરાત (Gujarat) માં હાલ નવરાત્રિ (Navratri 2019) નો પર્વ ચાલી રહેલો ચારે તરફ ગરબાનો માહોલ છે. અલગ અલગ સ્થળોએ અલગ અલગ સ્ટાઈલમાં ગરબા (Garba) રમાતા હોય છે. પરંતુ અર્વાચીન સ્ટાઈલમાં પણ અનેક જગ્યાઓએ પ્રાચીન ગરબાની પરંપરા જળવાયેલી છે. ગુજરાતમાં અનેક ગામોમાં હજી પણ પારંપરિક ગરબા રમાય છે. જ્યાં ડીજે, સાઉન્ડ સિસ્ટમ, પાર્ટી પ્લોટ જેવી કોઈ બાબતને સ્થાન નથી. ત્યારે ગુજરાતના એવા પ્રાચીન ગરબા વિશે જાણીએ જ્યાં માત્ર પુરુષો દ્વારા ગરબા કરવામાં આવે છે. અહીં સ્ત્રીઓને ગરબા રમવા પર પ્રતિબંધ હોય છે. 

1/9
image

પાટણના સરસ્વતી તાલુકાના ધનાસરા ગામે પ્રાચીન ગરબાની પરંપરા આજે પણ યથાવત છે. ગ્રામજનોએ પ્રાચીન એવા પગની આંટીવાળા ગરબાની પરંપરા યથાવત રાખી છે. આજે પણ ગામઠી વેશ ભૂષામાં માતાજીના ગરબે ઘૂમે છે. આ ગરબામાં ન કોઈ મ્યુઝિક સિસ્ટમ કે ન તો કોઈ લાઉડ સ્પીકરનો ઉપયોગ થાય છે. ભક્તિમય માહોલમાં દેશી પદ્ધતિથી માતાજીની આરાધના થાય છે. આજના આધુનિક યુગમાં પ્રાચીન ગરબાનું મૂલ્ય ગ્રામ્ય વિસ્તારોમાં જળવાઈ રહ્યું છે તે આ ગરબા સૂચવે છે. 

2/9
image

પાટણના સરસ્વતી તાલુકાના ધનાસરા ગામમાં ગામના વડીલો, યુવાઓ સફેદ કપડાંમાં સજ્જ ઓટી ગરબા રમે છે. આ ગરબામાં ન તો કોઈ સંગીત પાર્ટી કે ન તો ડીજે પાર્ટી હોય છે. ગામના વડીલો અને યુવાનો મુખથી ગરબા ગાઈને ગરબાની રમઝટ માણે છે. 

3/9
image

આ ગરબાની વિશેષતા એ છે કે, ખેલૈયાઓ પગની આંટી પાડીને રમે છૅ. નવરાત્રિના નવે નવ દિવસ દેશી ઢબથી આંટીવાળા ગરબા રમી માતાજીની ખાસ આરાધના કરાય છે.

4/9
image

બનાસકાંઠાના સરહદી ગામડાઓમાં થતી નવરાત્રિ કંઈક ખાસ હોય છે. અહી વસતા લોકો મોઢે માતાજીના ગરબા ગાય છે અને એ શબ્દોને ખેલૈયાઓ દોહરાવવામાં આવે છે. કોઈ પણ પ્રકારના આધુનિક ઉપકરણોના સંગીત વિના ફક્ત માઈક ઉપર ગાઈને રમતાં આ ગરબાની રોનક જોવા જેવી હોય છે. અહીના લોકો માત્ર મોઢેથી ઊંચા અવાજે માતાજીની ભક્તિના સ્વરૂપે ગરબા ગાતા હોય છે. 

5/9
image

ગામના એક અથવા બે મોભી કોઈ પણ સંગીત વગર મોઢેથી ગરબા ગાય છે અને તેમાં ભળે છે ખેલૈયાઓની તાળીઓનો નાદ. આમ, વાતાવરણમાં અનોખો જોશ પેદા થાય છે. 

6/9
image

બનાસકાંઠાના અનેક ગામોમાં યોજાતા આ ગરબામાં મહિલાઓને ગરબા રમવા પર પ્રતિબંધ છે. આજે પણ આ વિસ્તારના પુરુષ ખૈલયાઓ આપણા ભૂલતા જતા દેશી પ્રાચીન ગરબાને જાળવી રાખીને બેઠા છે.

7/9
image

8/9
image

9/9
image