Anupamaa ના દરેક એપિસોડ માટે મળે છે તગડી રકમ, જાણો કોને કેટલા મળે છે રૂપિયા

અનુપમા દેશનો મનપંસદ ટીવી શોમાંનો એક છે. ટીઆરપીની યાદીમાં આ શો હંમેશા ટોપ પર રહે છે. આ શોમાં અભિનેત્રી રૂપાલી ગાંગુલી, અભિનેતા મિથુન ચક્રવર્તીની પુત્રવધુ મદાલસા શર્મા, અભિનેતા સુધાંશુ પાંડે લીડ રોલમાં છે. 
 

રૂપાલી ગાંગુલી (અનુપમા)

1/6
image

ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી આ સિરિયલમાં અનુપમાની ભૂમિકા ભજવે છે. લીડ અભિનેત્રી હોવાના કારણે તેને દરેક એપિસોડ માટે ભારે ભરખમ કમાણી થાય છે. રિપોર્ટ્સનું માનીએ તો રૂપાલી દરેક એપિસોડ દીઠ 60,000 રૂપિયા રળે છે. 

સુધાંશુ પાંડે (વનરાજ શાહ)

2/6
image

અનુપમાના પતિની ભૂમિકા ભજવતા સુધાંશુ પાંડે એટલે કે વનરાજ શાહનો અભિનય પણ કમાલનો છે. આ શો માટે તેને એપિસોડ દીઠ 50 હજાર રૂપિયા મળે છે. 

મદાલસા શર્મા (કાવ્યા)

3/6
image

મિથુન ચક્રવર્તીની પુત્રવધુ મદાલસા શર્મા આ સિરિયલમાં કાવ્યા અનિરુદ્ધ ગાંધીની ભૂમિકા ભજવે છે. જે સુધાંશુની લેડી લવ છે. મદાલસા એક એપિસોડ માટે 30 હજાર રૂપિયા ફી લે છે. 

આશીષ મેહરોત્રા (પરિતોષ શાહ)

4/6
image

વનરાજ અને અનુપમાના મોટા પુત્રની ભૂમિકા ભજવતા અભિનેતા આશીષ મેહરોત્રાને એક એપિસોડ માટે 33 હજાર રૂપિયા મળે છે. 

પારસ કલનાવત (સમર વનરાજ શાહ)

5/6
image

વનરાજ અને અનુપમાના સૌથી નાના પુત્ર સમર વનરાજ શાહના રોલમાં જોવા મળતા અભિનેતા પારસ કલનાવતને એક એપિસોડ માટે 35 હજાર રૂપિયા મળે છે. 

મુસ્કાન (પાંખી)

6/6
image

અનુપમા અને વનરાજની પુત્રીની ભૂમિકા ભજવતી મુસ્કાનને એક એપિસોડ માટે 27 હજાર રૂપિયા મળે છે.