PICS: મહારાષ્ટ્રમાં કોરોના કાબૂ બહાર, આવા લોકો જવાબદાર? આ તસવીરોએ મચાવી દીધો હડકંપ

1/5
image

દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ ચરમસીમાએ છે. અનેક રાજ્યોમાં તબાહી જેવી સ્થિતિ છે. દેશમાં દરરોજ દોઢ લાખથી વધુ નવા કેસ આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં તો સ્થિતિ ખુબ જ ભયજનક છે. કોરોનાએ સૌથી વધુ પ્રકોપ અહીં જ દેખાડ્યો છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્રથી એક એવો મામલો સામે આવ્યો છે જેને જોઈને દેશ સ્તબ્ધ થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં એક વ્યક્તિ વપરાયેલા માસ્કનો ઉપયોગ કરીને ગાદલાં બનાવવાનું કામ કરતો હતો. એવી તસવીરો સામે આવી છે કે જેમાં માસ્કના ઢગલા જોવા મળી રહ્યા છે.   

2/5
image

અમજદે ગાદલાં બનાવવા માટે માસ્કનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધુ. થોડા ઘણા નહીં પરંતુ હજારો માસ્ક તે ગાદલામાં ભરવા લાગ્યો. અહીં એ જણાવવાનું કે આ માસ્ક વપરાયેલા અને અનહાઈજિનિક માસ્ક હતા. ઉપયોગ કરાયેલા માસ્કને તે ભેગા કરતો હતો અને ત્યારબાદ તેનો ઉપયોગ ગાદલાં બનાવવામાં કરતો હતો. 

3/5

4/5
image

પોલીસને તેની જાણ થઈ ગઈ અને તેના કારખાના પર દરોડો પાડ્યો. પોલીસને ઘટનાસ્થળેથી હજારો વપરાયેલા માસ્ક મળ્યા. પોલીસ તો આ જોઈને છક જ થઈ ગઈ. પોલીસે  હાલ આ વ્યક્તિની ધરપકડ કરી છે. 

5/5
image

માસ્કથી ગાદલા બનાવવાનો વિષય હાલ ચર્ચામાં છે. લોકો સ્તબ્ધ છે કે કોઈ આવું કેવી રીતે કરી શકે. મહારાષ્ટ્ર આમ પણ મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે આવી રીતે વપરાયેલા માસ્કનો ઉપયોગ કરીને ગાદલા બનાવવાથી કોરોના સંક્રમણ ફેલાવવાની સંભાવના ખુબ રહે છે. પોલીસ હાલ આ મામલે કાર્યવાહી કરી રહી છે.