આમિર અને કરીનાએ કરી જબરદસ્ત પાર્ટી, Pictures થયા વાયરલ

બોલિવૂડના મિસ્ટર પર્ફેક્ટની છાપ ધરાવતા આમિર ખાન (Aamir Khan) અને બોલિવૂડની લોકપ્રિય એક્ટ્રેસ કરીના કપૂર (Kareena kapoor) પોતાની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા (Lal Singh Chaddha)માં વ્યસ્ત છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. હાલમાં ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો આવી છે જેના પરથી ખ્યાલ આવે છે કે ફિલ્મની આખી ટીમે જબરદસ્ત પાર્ટી કરી છે. 

નવી દિલ્હી : બોલિવૂડના મિસ્ટર પર્ફેક્ટની છાપ ધરાવતા આમિર ખાન (Aamir Khan) અને બોલિવૂડની લોકપ્રિય એક્ટ્રેસ કરીના કપૂર (Kareena kapoor) પોતાની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા (Lal Singh Chaddha)માં વ્યસ્ત છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. હાલમાં ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો આવી છે જેના પરથી ખ્યાલ આવે છે કે ફિલ્મની આખી ટીમે જબરદસ્ત પાર્ટી કરી છે. 
 

1/5
image

સોશિયલ મીડિયામાં આમિર અને કરીનાની તસવીરો વાયરલ થઈ રહી છે. 

2/5
image

આમિર અને કરીનાની જોડી આ પહેલા થ્રી ઇડિયટ અને તલાશમાં જોવા મળી છે. આ બંને ફિલ્મોને બોક્સઓફિસ પર સફળતા મળી હતી અને દર્શકોને તેમની જોડી પસંદ છે. 

3/5
image

આમિર ખાનની આગામી ફિલ્મ હોલિવૂડ સ્ટાર ટોમ હેન્ક્સની ફોરેસ્ટ ગમ્પની રિમેક છે. 

4/5
image

ફિલ્મ ફોરેસ્ટ ગમ્પ ઓસ્કાર અવોર્ડ જીતનારી બહુ ચર્ચિત ફિલ્મ છે. આ ફિલ્મ માટે આમિર ખાન પણ બહુ જબરદસ્ત મહેનત કરવાનો છે. 

5/5
image

આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે 2020માં ક્રિસમસ વખતે રિલીઝ થશે.