આ દેશના લોકો તણાવ દૂર કરવા માટે રસ્તા પર કરી રહ્યાં છે આ કામ

ન્યૂયોર્કના એક ડિઝાઇન સ્ટૂડિયોએ કર્મચારીઓને તણાવ મુકત રાખવા અનોખી રીત અપનાવી છે. સ્ટૂડિયોએ જાહેર માર્ગમાં જગ્યા જગ્યા પર પંચિંગ બેગ લગાવ્યા છે. જેથી લોકો તેના પર મુક્કા અને લાત મારી પોતાને તણાવ મુક્ત કરી રહ્યાં છે.

નવી દિલ્હી: પૂરપાટ ઝડપી દોડતી જિંદગીમાં રોજ કોઇને કોઇ એવી ઘટના બનતી હોય છે, જેના કારણે લોકો તણાવમાં આવી જતા હોય છે. તણાવમાં આવ્યા બાદ વ્યક્તિનું મન કામમાં લાગતું નથી. એવું નથી કે તણાવ માત્ર ઓફિસમાં જ મળે છે. ઘણી વખત આપણે પોતાની વાતોથી પણ તણાવમાં આવી જતા હોઇએ છે. તો ઘણી વખત ઘરમાં થયેલા અણબનાવના કારણે તણાવમાં આવી જતા હોઇએ છે. એવામાં તણાવ દૂર કરવો જરૂરી છે, નહીં તો તે વ્યક્તિના માનસિકની સાથે શારીરિક સ્વાસ્થ્ય પર પણ અસર પહોંચાડે છે. ન્યૂયોર્કના એક ડિઝાઇન સ્ટૂડિયોએ કર્મચારીઓને તણાવ મુકત રાખવા અનોખી રીત અપનાવી છે. સ્ટૂડિયોએ જાહેર માર્ગમાં જગ્યા જગ્યા પર પંચિંગ બેગ લગાવ્યા છે. જેથી લોકો તેના પર મુક્કા અને લાત મારી પોતાને તણાવ મુક્ત કરી રહ્યાં છે.
 

સૌથી વધારે તણાવમાં અમેરીકનો

1/6
image

ગત મહિને કરવામાં આવેલા ગેલપના સર્વેમાં અમેરીકનોને સૌથી વધારે તણાવગ્રસ્ત લોકોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તેના અનુસાર, કર્મચારીઓમાં ગુસ્સો, ચિંતા, અકળામણ અને તણાવ છેલ્લા 10 વર્ષમાં સૌથી વધારે જોવા મળ્યો છે. (ફોટો સાભાર- Instagram)

આ છે તણાવની ટકાવારી

2/6
image

ગેલપના સર્વે અનુસાર, અમેરીકામાં 55 ટકા પુક્તવયના લોકોનું માવું છે કે, તેમનો દિવસમાં મોટાભાગનો સમય તણાવમાંથી પસાર થાય છે. જ્યારે 45 ટકા લોકોની ફરિયાદ હતી કે, તેમને આગામી દિવસ વિશે ઘણી ચિંતા રહેતી હોય છે. (ફોટો સાભાર- studio_dtttww)

મુક્કા અને લાત મારી દૂર કરો તણાવ

3/6
image

આ વચ્ચે, ન્યૂયોર્કના એક ડિઝાઇન સ્ટૂડિયોએ કર્મચારીઓને તણાવ મુકત રાખવા અનોખી રીત અપનાવી છે. સ્ટૂડિયોએ જાહેર માર્ગમાં જગ્યા જગ્યા પર પંચિંગ બેગ લગાવ્યા છે. જેથી લોકો તેના પર મુક્કા અને લાત મારી પોતાને તણાવ મુક્ત કરી રહ્યાં છે. (ફોટો સાભાર- Instagram)

શું છે તેમનો કોન્સેપ્ટ?

4/6
image

પંચિંગ બેગ્સનો આઇડિયા ‘ડોન્ટ ટેક ધીસ રોન્ગ વે’ નામની કંપનીએ આ ન્યૂયોર્ક ડિઝાઇન વીકમાં પણ રજૂ કર્યો હતો. સ્ટૂડિયોના જણાવ્યા અનુસાર, આ કોન્સેપ્ટ દ્વારા અમે લોકોને પોતાની ભાવનાઓને જાહેર કરવાની તક આપવા માગતા હતા. જે સામાન્ય માણસ તેની રોજિંદા જીવનમાં કરી શકતો નથી. (ફોટો સાભાર- Instagram)

જુદી-જુદી જગ્યાએ થાભંલા પર લગાવ્યા પંચિંગ બેગ્સ

5/6
image

આ પંચિંગ બેગ્સને જાહેર માર્ગમાં જુદી જુદી જગ્યાઓએ થાભંલાઓ પર લગાવ્યા પછી યુવાઓ અને વૃદ્ધોને આ બેગ્સ પર મુક્કા અને લાત મારતા તમે જોઇ શકો છો. સોશિયલ મીડિયા પર આ તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે. ત્યારે લોકોને તણાવ દૂર કરવાનો આ આઇડિયા પણ ઘણો પસંદ આવી રહ્યો છે. (ફોટો સાભાર- Instagram)

તણાવને પોતાનાથી દૂર રાખવું જરૂરી

6/6
image

પોતાને સ્વસ્થ રાખવા માટે તણાવને પોતાનાથી દૂર રાખવું જરૂરી છે. કેમકે, ઘણી વખત એવું બનતું હો છે કે, લોકો તણાવ દૂર કરતા સમયે પ્રચલિત માન્યતાઓને સત્ય માને છે. જેના કારણે તણાવ દૂર થવાની જગ્યાએ વધી જાય છે અને શારીરિક તકલીફો વધી જાય છે. (ફોટો સાભાર- studio_dtttww)