Farmers Protest: Red Fort હિંસાનો આરોપી દીપ સિદ્ધુ આ હોટ અભિનેત્રીની મદદથી પોલીસને આપતો હતો હાથતાળી

Farmer Protest: 26 જાન્યુઆરીના રોજ ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લ પર જે હિંસા જોવા મળી તેમાં પંજાબી અભિનેતા દીપ સિદ્ધુનું નામ સામે આવ્યું. નામ સામે આવતા જ એક્ટર પોલીસની કાર્યવાહીથી બચવા છૂપાઈ ગયો. આટલા દિવસ સુધી તેને સંતાઈ રહેવામાં એક પંજાબી અભિનેત્રીએ મદદ કરી હતી. જેનું નામ રીના રાય હોવાનું કહેવાય છે. 

લાલ કિલ્લા પર હિંસાત્મક ઘટનાને આપ્યો અંજામ

1/6
image

ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં લાલ કિલ્લા પર હિંસાત્મક ઘટનાને અંજામ આપ્યો. આ ઘટનામાં પંજાબી અભિનેતા દીપ સિદ્ધુનું નામ સામે આવ્યું. 

સંતાઈ ગયો તે દરમિયાન દીપ સિદ્ધુને મળતી હતી મદદ

2/6
image

જેવું અભિનેતા દીપ સિદ્ધુનું નામ સામે આવ્યું ત્યાર બાદ તે પોલીસથી છૂપાઈ ગઓ. પરંતુ આ દરમિયાન તે સતત પોતાના વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરતો હતો. 

ધરપકડ બાદ એક નવી જાણકારી

3/6
image

આખરે દીપ સિદ્ધુ પોલીસના સકંજામાં આવી ગયો. તેની ધરપકડ બાદ એક નવી જાણકારી સામે આવી જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે સંતાઈ રહ્યો હતો તે દરમિયાન દીપ સિદ્ધુ સતત પોતાની ખાસ મિત્ર રીના રાયના સંપર્કમાં હતો. 

દીપ સિદ્ધુની એક્સ ગર્લફ્રેન્ડ

4/6
image

રીના રાય પંજાબી ફિલ્મોની અભિનેત્રી છે અને દીપ સિદ્ધુ સાથે ફિલ્મોમાં જોવા મળી છે. રિપોર્ટ્સનું માનીએ તો રીના દીપ સિદ્ધુની એક્સ ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. 

કેલિફોર્નિયાથી કરી રહી હતી દીપ સિદ્ધુના વીડિયો અપલોડ

5/6
image

દીપ સિદ્ધુ સંતાઈ ગયો તે દરમિયાન રીના જ કેલિફોર્નિયાથી તેના વીડિયો અપલોડ કરતી હતી. કારણ કે દીપ સિદ્ધુએ પોતાના ફોનમાંથી ફેસબુક લોગઆઉટ કરી નાખ્યું હતું. જેથી કરીને પોલીસ તેના સુધી પહોંચી ન શકે. 

પંજાબી ફિલ્મો ઉપરાંત અને પંજાબી મ્યુઝિક વીડિયો

6/6
image

રીના રાયે 2014માં મિસ સાઉથ એશિયા યુએસએમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ તેણે અભિનયમાં ડગ માંડ્યા. રીનાએ પંજાબી  ફિલ્મો ઉપરાંત અનેક પંજાબી મ્યુઝિક વીડિયોમાં પણ કર્યું છે. રીનાની પહેલી પંજાબી ફિલ્મ રંગ પંજાબ 2018માં રિલીઝ થઈ હતી.