રાજકોટના ઉદ્યોગપતિના દીકરાના લગ્નની 4.5 કિલોની કંકોત્રી, ખજાનામાંથી નીકળેલા સોનાના સંદૂક જેવી બનાવી

રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના પુત્ર જયના લગ્નની કંકોત્રીને રજવાડી લૂક આપવામાં આવ્યો છે. 4 કિલો 280 ગ્રામની કંકોત્રીમાં 7 કાર્ડમાં 3 દિવસના લગ્નના કાર્યક્રમોની ઝાંખી રજૂ કરવામાં આવી છે

ગૌરવ દવે/રાજકોટ :મોંઘાદાટ લગ્નોની વાત જ કંઈક અલગ હોય છે. આવા લગ્નની શરૂઆત લક્ઝુરિયસ કંકોત્રીથી થતી હોય છે. અનેક ઉદ્યોગપતિઓ લગ્નની કંકોત્રી પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે. ત્યારે રાજકોટના ઉદ્યોગપતિના દીકરાના લગ્નની કંકોત્રી અન્ય ઉદ્યોગપતિઓના લગ્નનો પણ ટક્કર મારે તેવી છે. 4 કિલોના વુડન બોક્સમાં બનાવેલી આ કંકોત્રી કોઈ ખજાનાના સંદૂક જેવી લાગે છે. આ કંકોત્રીનું વજન જ સાડા ચાર કિલોનું છે.
 

1/5
image

રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના પુત્ર જયના લગ્નની કંકોત્રીને રજવાડી લૂક આપવામાં આવ્યો છે. 4 કિલો 280 ગ્રામની કંકોત્રીમાં 7 કાર્ડમાં 3 દિવસના લગ્નના કાર્યક્રમોની ઝાંખી રજૂ કરવામાં આવી છે. જય ઉકાણીના લગ્ન રાજસ્થાનના જોધપુરના ઉમેદભવનમાં લગ્ન યોજાશે. આ લગ્ન એટલા ભવ્ય હશે કે, રાજકોટથી ત્રણ ચાર્ટર્ડ પ્લેનમાં જાન જોધપુર જશે. જેમાં 300 લોકોને આમંત્રણ અપાયું છે, જેમના માટે હોટેલના 70 રૂમ બુક કરાયા છે. 

2/5
image

જોકે, આવા જાજરમાન લગ્નની કંકોત્રી પણ એવી જ હોવી જોઈએ. કંકોત્રી ખોલો તે પહેલા રજવાડી પટારા પર શ્રીનાથજીના દર્શન થાય છે. બાદમાં એક બાદ એક લગ્નના કાર્યક્રમો સાથેના પાના રાખવામાં આવ્યા છે. કાપડ અને ધાતુના ઉપયોગથી કંકોત્રી પર લખાણ કરવામાં આવ્યું છે. સાથે જ કંકોત્રીમાં કાજુ, બદામ, કિશમીશ અને ચોકલેટ પણ ભેટ સ્વરૂપે મૂકાયા છે. 

3/5
image

જાજરમાન લગ્ન માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ત્રણ દિવસના કાર્યક્રમમાં 14મી નવેમ્બરે મહેંદી રસમ, ભગવાન દ્વારકાધીશજીની આરતી યોજાશે. આ જ દિવસે જાણીતા કલાકાર ઐશ્વર્યા મજમુદાર પર્ફોર્મન્સ આપશે. 15મી નવેમ્બરે સવારે મંડપ મુહૂર્ત, મહેંદી રસમ બાદ રાત્રિના બોલિવૂડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સચિન જિગર સહિતના કલાકારો ધૂમ મચાવશે. જ્યારે 16મીએ જાજરમાન લગ્ન યોજાશે. મુખ્ય લગ્ન સમારંભ અહીંના જાણીતા કિલ્લા મહેરાનગઢ ફોર્ટમાં યોજાવાનો છે.  

4/5
image

5/5
image