જન્માષ્ટમી પર રાજકોટવાસીઓને 'રામવન'નું નવું નજરાણું, પૂરો શ્રાવણ માસ ફ્રી એન્ટ્રી, જાણો શું છે વિશેષતા

ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓને મનપાને મોટી ભેટ આપવામાં આવશે. જન્માષ્ટમી તહેવાર પર શહેરીજનોને ''રામવન''નું નવું નજરાણું મળશે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રામવન ખુલ્લું મુકવામાં આવશે. મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તહેવારોને ધ્યાનમાં રાખીને તા 28-8 સુધી રામવનની મુલાકાતે આવતા શહેરીજનોને નિ:શુલ્ક પ્રવેશ અપાશે.

રામવનની વિશેષતા

1/9
image

રાજકોટ શહેરના આજી ડેમ નજીક કિશાન ગૌશાળા સામે 47 એકરની વિશાળ જગ્યામાં અર્બન ફોરેસ્ટમાં રામવન બનાવવાનું કામ રાજકોટ RMC દ્વારા કરવામાં આવ્યું છે. વર્ષ 2019માં શરૂ કરવામાં આવેલું કામ 2022 સુધીમાં પૂર્ણ કરવા નક્કી કરવામાં આવ્યું હતું. RMC દ્વારા 13 કરોડના ખર્ચે આ રામવન તૈયાર કરવામાં આવ્યું છે. રૂ. 1.61 કરોડના ખર્ચે ભગવાન શ્રી રામના જીવન પર જુદી જુદી પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.

2/9
image

રામવનમાં કુલ 25 ભાગ દર્શાવવામાં આવ્યાછે. જેમાં અલગ અલગ 60 પ્રજાતિના 60 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ભગવાન રામના જીવન આધારિત પ્રસંગોની ઝાંખી કરાવતા અલગ અલગ 22 જેટલા સ્કલ્પ્ચરમુકવામાં આવ્યા છે. જેની સાથે લોકો સેલ્ફીપણ લઇ શકે તે મુજબ સેલ્ફી પોઇન્ટ પણ મુકવામાં આવ્યા છે.

3/9
image

રામવન 47 એકરની ફોરેસ્ટ અર્બન જમીનમાં 60 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર થયું છે. 55 પ્રજાતિના 60000 જેટલા વૃક્ષોનું વાવેતર થયું છે. 2 બ્લોકમાં મીયાવાકી થીમ બેઇઝ પ્લાન્ટેશન કરવામાં આવેલ છે. સમગ્ર રામાયણ આધારિત પ્રસંગો જેમાં રામ-ભરતનું મિલન હોય એ પ્રકારના વિવિધ પ્રસંગો આવરવામાં આવ્યા છે. અહીં રામસેતુ પણ બનાવવામાં આવ્યો છે. બે અલગ અગલ તળાવો પણ બનાવવામાં આવ્યા છે. તેમજ ફૂડ કોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.

4/9
image

30 ફૂટની ભગવાન શ્રી રામની પ્રતિમા બનાવવામાં આવી છે. અહીં રામવનમાં ભગવાન શ્રી રામની ચરણ પાદુકા પણ છે. ભગવાન રામે કરેલા 14 વર્ષના વનવાસના પ્રસંગો આબેહૂબ કંડારવામાં આવ્યા છે. ભગવાન રામના જીવન ચરિત્ર સાથે સંકળાયેલા અલગ અલગ પ્રસંગોની ઝાંખીના દર્શન પણ થશે. ભગવાન રામના જીવન આધારિત પ્રસંગોના અહીં અલગ અલગ 22 જેટલા સ્કલ્પ્ચર પણ મૂકવામાં આવ્યા છે. અહીં હનુમાનજીની 25 ફૂટની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બનેલી છે.

5/9
image

ભગવાન રામની વિશાળ મૂર્તિ, જટાયુ દ્વાર, ભગવાન રામના ધનુષ આકારનો મુખ્ય પ્રવેશ દ્વાર, સંજીવની બૂટી સાથે પર્વત લઇ આવતા હનુમાનજી મહારાજના સ્કલ્પ્ચર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. હાલ આ રામવનનું કામ પૂર્ણ થઇ જતા આગામી સાતમ-આઠમના તહેવાર સુધીમાં રામવન લોકો માટે ખુલ્લું મુકવામાં આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.

6/9
image

અહીં રાશી વન જેમાં મુલાકાતીની રાશિ મુજબ કયું વૃક્ષ વાવેતર કરવું તેની માહિતી પણ આપવામાં આવી છે. રામવનમાં ધનુષ્ય અને બાણ આકાર સાથેનો વિશાળ પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો છે. 120 આર્ટિસ્ટિક બેન્ચ જેમાં લોકો બેસી પ્રકૃતિની મજા માણી શકે છે.

7/9
image

8/9
image

9/9
image