janmashtami

કોરોનાની અસરઃ સુમસામ બન્યા પ્રવાસન સ્થળો, જુનાગઢમાં પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો

જુનાગઢ શહેરમાં અનેક ફરવાલાયક સ્થળો છે. તહેવારોની રજાઓમાં અનેક લોકો શહેરની મુલાકાતે આવતા હોય છે. પરંતુ કોરોના મહામારીને કારણે પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. 
 

Aug 12, 2020, 09:50 PM IST

જામીન અરજી પર ચીફ જસ્ટિસે પૂછ્યું- કૃષ્ણનો આજે જેલમાં જન્મ થયો હતો, તમે જેલ ઇચ્છો કે જામીન?

સુપ્રીમ કોર્ટમાં આજે એક જામીન અરજી પર સુનાવણી કરતાં ચીફ જસ્ટિસે કહ્યું 'કૃષ્ણ આજે જ જેલમાં પેદા થયા હતા, તમે જેલમાં રહેવા માંગો છો કે જામીન ઇચ્છો છો?'

Aug 11, 2020, 07:02 PM IST

અમદાવાદ- સુરતમાં ઇસ્કોન મંદિરમાં ભક્તોને પ્રવેશ નહિ, વડોદરામાં જન્માષ્ટમીની તૈયારીઓ પૂર્ણ

કૃષ્ણ જન્માષ્ટમીના માહોલ વચ્ચે કોરોનાને કારણે તમામ મંદિરો ફરી બંધ થઈ ગયા છે. અમદાવાદ અને સુરતના ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઇને ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે નહીં. ત્યારે વડોદરાના ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીને લઈ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે અને મંદિરમાં ભક્તોને ભગવાનના દર્શન કરવા માટે નિયમોનું પાલન કરવું પડશે.

Aug 11, 2020, 02:43 PM IST

દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમીની સાદાઈથી ઉજવણી, તમે ઘરે બેઠા કરી શકશો ભગવાનના દર્શન

દર વર્ષે જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશ મંદિરમાં દર્શન માટે લાખો ભક્તો આવતા હોય છે. પરંતુ કોરોના સંકટને કારણે આ વર્ષે દ્વારકાધીશ મંદિર ભક્તો માટે બંધ રહેશે.  
 

Aug 11, 2020, 11:49 AM IST

ઇતિહાસમાં પ્રથમ વખત દ્વારકા જગત મંદિર જન્માષ્ટમીએ 10થી 13 ઓગસ્ટ સુધી બંધ રહેશે

આગામી 12 ઓગસ્ટના રોજ કૃષ્ણ ભગવાનની 5247 મી જન્મજયંતી આવી રહી છે. ત્યારે કોરોના સંક્રમણના કારણે જગત મંદિર 10 ઓગસ્ટથી લઇને 13 ઓગસ્ટ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. આ ચાર દિવસોમાં આશરે બે લાખથી વધારે વૈષ્ણવો દર્શનનો લાભ લેતા હોય છે. ત્યારે કોરોના મહામારી ન ફેલાય તેવા હેતુથી તંત્ર દ્વારા જગતમંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે. 

Aug 6, 2020, 11:48 PM IST

Pics : જેનુ નામ પડતા જ સૌરાષ્ટ્રવાસીઓ ખુશ થઈ જાય, તેવા લોકમેળામાં જુઓ કેવો છે માહોલ

લોકમેળાનું નામ પડતા જ સૌરાષ્ટ્રવાસીઓ ખુશ થઈ જતા હોય છે. સૌરાષ્ટ્રવાસીઓ જન્માષ્ટમીની કાગડોળે રાહ જોઈને બેસ્યા હોય છે. આ લોકમેળામાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડતુ હોય છે. પાંચ દિવસના આ લોકમેળમાં આ વર્ષે કેવો માહોલ, કેવુ ડેકોરેશન છે તે જોઈએ. 

Aug 26, 2019, 10:53 AM IST

સુરત : મટકી ફોડવા ચઢેલો યુવક નીચે પટકાતા બંને હાથમાં ફ્રેક્ચર, આખી ઘટનામાં કેમેરામાં કેદ થઈ

સુરતના કતારગામમાં જન્માષ્ટમીના મટકી ફોડ કાર્યક્રમમાં એક યુવક મટકી ફોડવા માટે ઉપર ચઢ્યો હતો. પરંતુ બેલેન્સ નહિ રહેતા નીચે રોડ પર પટકાયો હતો, જેથી તેના બંન્ને હાથોમાં ઈજા પહોંચી હતી.

Aug 26, 2019, 08:08 AM IST
Naroda: Recreation Of Dwarka For Janmashtami 2019 PT2M17S

અમદાવાદ: જન્માષ્ટમી નિમિત્તે ક્યાં બનાવવામાં આવી સોનાની દ્વારકા? જુઓ વીડિયો

અમદાવાદના નરોડામાં જન્માષ્ટમીના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.નરોડામાં આવેલા મંદિરમાં 20 વર્ષથી વૃંદાવનથી સિલ્કના વસ્ત્રો લાવવામાં આવ્યા છે અને મુરલીધરને અલગ અલગ પ્રકારની વાનગીઓનો છપ્પનભોગ પણ ધરાવવામાં આવે છે.અને સાથોસાથ અખંડ ધૂનનું આયોજન કરાય છે.ઉપરાંત એક બીજી થીમ પણ તૈયાર કરાય છે, જેમાં ભગવાન કૃષ્ણના હાથમાં એક થાળી હોય છે જેમાં તે પેહલા લોકોને દર્શન આપ છે, અને ત્યારબાદ તે અંદર જઈને ભક્તો માટે પ્રસાદ આપતા હોય છે.

Aug 25, 2019, 05:50 PM IST
Naroda: Temple Where Lord Krishna Gives Prasad To Devotees, Janmashtami2019 PT1M45S

અમદાવાદ: કયા મંદિરમાં સ્વયં ભગવાન કૃષ્ણના હાથે ભક્તો લઈ રહ્યા છે પ્રસાદ? જુઓ વીડિયો

અમદાવાદના નરોડામાં જન્માષ્ટમીના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.નરોડામાં આવેલા મંદિરમાં 20 વર્ષથી વૃંદાવનથી સિલ્કના વસ્ત્રો લાવવામાં આવ્યા છે અને મુરલીધરને અલગ અલગ પ્રકારની વાનગીઓનો છપ્પનભોગ પણ ધરાવવામાં આવે છે.અને સાથોસાથ અખંડ ધૂનનું આયોજન કરાય છે.ઉપરાંત એક બીજી થીમ પણ તૈયાર કરાય છે, જેમાં ભગવાન કૃષ્ણના હાથમાં એક થાળી હોય છે જેમાં તે પેહલા લોકોને દર્શન આપ છે, અને ત્યારબાદ તે અંદર જઈને ભક્તો માટે પ્રસાદ આપતા હોય છે.

Aug 25, 2019, 05:40 PM IST

ગીર-સોમનાથ : જન્માષ્ટમીએ મિત્રો સાથે જમજીર ધોધ ફરવા ગયેલા યુવકને મળ્યુ મોત

ગીર-સોમનાથના પ્રખ્યાત એવા જમજીર ધોધ પાસે જન્માષ્ટમીની સાથે દુખદ ઘટના બની હતી. ધોધ પાસે ડૂબી જવાથી સૂત્રાપાડાના યુવકનું મોત નિપજ્યું છે.

Aug 25, 2019, 12:30 PM IST

જન્માષ્ટમીએ માંડવીના દરિયામાં ન્હાવા પડેલા 20 યુવાનો ડૂબ્યા, સ્થાનિક વેપારીઓએ રેસ્ક્યૂમાં કરી મોટી મદદ

ઉત્સવોમાં હંમેશા પ્રવાસન સ્થળો પર ભીડ જામતી હોય છે. આવામાં ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે, જેમાં જીવનુ જોખમ થઈ જાય છે. ત્યારે કચ્છના માંડવીમાં દરિયામાં જન્માષ્ટમી પર્વની સાંજે મોટી ઘટના બની હતી. દરિયામાં નહાવા પડેલા 20 જેટલા યુવાનો ડૂબ્યા હતા, જેમાંથી 15 યુવાનોનુ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં 2 યુવાનો હજી પણ લાપતા છે. 

Aug 25, 2019, 09:27 AM IST

મધ્ય રાત્રિએ ડાકોરના ઠાકોરને સોનાના પારણે ઝૂલાવાયા, હીરાજડિત મુગટ પહેરાવાયો

‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ના નાદ સાથે રાત્રે 12ના ટકોરે દ્વારકા, ડાકોર, શામળાજી, મથુરામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. ગુજરાત અને દેશ દુનિયાના ઈસ્કોન મંદિરોમા પણ કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. નાથદ્વારામાં 21 તોપની સલામી આપવામાં આવી હતી. ભગવાનનાં દર્શન માટે ભક્તોનું મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જય રણછોડ, માખણ ચોર તથા હાથીઘોડા પાલખી, જય કનૈયા લાલ કીના નાદ સાથે ભક્તા ઝૂમી ઉઠ્યા હતાં. ત્યારે ડોકારના ઠાકોરને સવા લાખનો મુકુટ અર્પણ કરાયો હતો, તો દ્વારકામાં એક ભક્ત દ્વારા ચાંદીની ધ્વજા અર્પણ કરવામાં આવી હતી.

Aug 25, 2019, 07:48 AM IST

હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલકી: રાજ્યમાં કૃષ્ણ જન્મોત્સવની થઇ ભવ્ય ઉજવણી

ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને અનુલક્ષીને રાજ્યના દ્વારકા,શામળાજી અને ડાકોરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાત્રે 12 વગ્યાતાની સાથે જ ડાકોર, શામળાજી અને દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.  ડાકોરમાં જય રણછોડ માખણ ચોરના નાદ સાથે મંદિર પરિષરમાં ભાવી ભક્તોએ ભજન અને કીરતન કર્યા હતા. કાનુડાને રીઝવવા ભક્તોએ અવનવા ભજનો સાથે ભક્તિ કરી હતી.,

Aug 24, 2019, 11:43 PM IST
Arti Of Lord Dwarkadhish PT5M6S

કરો દ્વારકાધીશની આરતીના દર્શન

કૃષ્ણજન્મના વધામણાં માટે દેશભરમાં ભક્તિમય માહોલ જામ્યો છે. દ્વારકા, ડાકોર કે પછી શામળાજી હોય તમામ કૃષ્ણમંદિરોમાં ભક્તોનો મેળાવડો જામ્યો છે. યાત્રાધામ શામળાજીમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહી છે.

Aug 24, 2019, 09:05 PM IST
Shamdaji: Golden Ornaments Prepared For Lord Shyam PT3M59S

શામળાજીમાં કૃષ્ણજન્મોત્સવના વધામણાં માટે ઉત્સાહ, જુઓ 'ગામડું જાગે છે'

કૃષ્ણજન્મના વધામણાં માટે દેશભરમાં ભક્તિમય માહોલ જામ્યો છે. દ્વારકા, ડાકોર કે પછી શામળાજી હોય તમામ કૃષ્ણમંદિરોમાં ભક્તોનો મેળાવડો જામ્યો છે. યાત્રાધામ શામળાજીમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહી છે. મંદિર જ નહીં સમગ્ર શામળાજીને રંગીન રોશનીનો શણગાર કરાયો છે.

Aug 24, 2019, 09:00 PM IST

કૃષ્ણ જન્મોત્સવ: દ્વારકાધીશને ભક્તે 1 કિલો 930 ગ્રામની ‘ચાંદીની ધજા’ કરી અર્પણ

કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ ગુજરાતમાં તમામ શહેરોમાં થઇ રહી છે. ત્યારે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશને એક ભક્ત દ્વારા ચાંદીની ધજા અર્પણ કરવામાં આવી છે. ગાંધીનગરના હાથીજણથી પગપાળા ચાલીને આવેલા નંદુભાઇ પટેલે દ્વારકાધીશને ચાંદીની ધજા અર્પણ કરી છે.

Aug 24, 2019, 08:29 PM IST