લક્ષદ્વીપ બાદ બીજી અદભુત જગ્યાએ પહોંચ્યા PM મોદી, લોકો પૂછી રહ્યાં છે આ કઈ જગ્યા છે?

Arichal Piont Photos: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આવી સ્થિતિમાં દેશવાસીઓની સાથે દેશના વડાપ્રધાન પણ આ સમયે ખુશ પ્રસન્ન મુદ્રામાં જોવા મળી રહ્યાં છે. આ દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતના બે દિવસીય પ્રવાસે છે. રવિવારે પીએમ મોદી ધનુષકોડી પાસે અરિચલ મુનાઈ પોઈન્ટ પહોંચ્યા હતા.

1/5
image

દંતકથા અનુસાર, અરિચલ મુનાઈ પોઈન્ટ એ સ્થાન છે જ્યાં ભગવાન શ્રી રામે રાવણને હરાવવા માટે શપથ લીધા હતા અને અહીંથી રામ સેતુનું નિર્માણ થયું હતું.

2/5
image

રામ મંદિરના અભિષેક પહેલા પીએમ મોદી દક્ષિણ ભારતના બે દિવસના પ્રવાસે છે. રવિવારે તેઓ ધનુષકોડી પાસે અરિચલ મુનાઈ પોઈન્ટ પહોંચ્યા અને પ્રાર્થના કરી. તમને જણાવી દઈએ કે અરિચલ મુનાઈ પોઈન્ટ એ જગ્યા છે જ્યાં રામ સેતુ બનાવવામાં આવ્યો હતો.

3/5
image

ધનુષકોડી વિશે અલગ અલગ કહાનીઓ પ્રચલિત છે. એવું પણ માનવામાં આવે છેકે, આ એજ જગ્યા છે જ્યાં પહેલીવાર ભગવાન શ્રી રામ વિભીષણને મળ્યા હતાં.

4/5
image

એવી પણ માન્યતા છેકે, આ જ જગ્યા પર ભગવાન શ્રી રામે વિભીષણનો રાજ્યાભિષેક કર્યો હતો.

5/5
image

ધનુષકોડી એજ જગ્યા છે જ્યાંથી રામસેતુના નિર્માણનો પ્રારંભ થયો હતો. જ્યાંથી ભગવાન શ્રી રામ લંકાથી માતા સીતાને પરત લાવવા અહીંથી જ આગળ વધ્યાં હતાં.